80 વર્ષના ડોસાએ 65 વર્ષની વૃદ્ધ મહિલા પર કર્યો બળાત્કાર, પોલીસ પણ ચોંકી ગઈ
News18 Gujarati Updated: November 27, 2021, 10:23 PM IST
પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને આરોપીની શોધ શરૂ કરી (પ્રતિકાત્મક તસવીર)
madhya pradesh news - વૃદ્ધ ગમે ત્યારે વૃદ્ધાના ઘરે પહોંચી જતો હતો અને બળજબરીથી બળાત્કાર કરતો હતો
જબલપુર : મધ્ય પ્રદેશના (Madhya Pradesh)જબલપુરના (Jabalpur)ગઢા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં 80 વર્ષના વૃદ્ધે 65 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર (Rape)કર્યો છે. પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. જાણકારી પ્રમાણે નાગપુરના અમરાવતીની રહેવાસી 65 વર્ષની વૃદ્ધા ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં રહેતી હતી. કેટલાક મહિના પહેલા તેની ઓળખાણ એક વૃદ્ધ સાથે થઇ હતી. જે હંમેશા તેના ઘરે આવવા જવા લાગ્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે ઘરે આવવા જવા દરમિયાન વૃદ્ધે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બનાવ્યા હતા.
આ પછી વૃદ્ધ ગમે ત્યારે વૃદ્ધાના ઘરે પહોંચી જતો હતો અને બળજબરીથી બળાત્કાર કરતો હતો. તેની આવી હરકતોથી મહિલા તંગ આવી ગઈ હતી અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરાર આરોપીની કરી રહી છે શોધપીડિત વૃદ્ધાની વાત સાંભળી પહેલા તો પોલીસ પણ ચકિત રહી ગઈ હતી. જોકે ઘટના વૃદ્ધ મહિલા સાથે જોડાયેલી હતી જેથી પોલીસે ગંભીરતાથી એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ જ્વાલા સિંહ બતાવવામાં આવી રહ્યું છે. જે પિસનહારી મઢિયા પાસે રહે છે. આરોપીએ પહેલા ઘરડા હોવાથી સહાનુભૂતિ બતાવીને પરિચય વધાર્યો હતો અને પછી ઘરે આવવા-જવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલ આરોપી જ્વાલા સિંહ ફરાર છે અને તેને શોધવા પોલીસની ઘણી ટીમો લાગેલી છે.
આ પણ વાંચો - બોટાદ : સસરાએ પુત્રવધુની હત્યા કર્યાની આશંકાથી ચકચાર, આવું છે કારણ
માલગાડીની નીચેથી મહિલા નીકળી રહી હતી, અચાનક ટ્રેન ચાલવા લાગીઉત્તર પ્રદેશના બલિયામાં એક મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક વીડિયો ઝડપથી વાયરલ (Video viral)થઇ રહ્યો છે. જેમાં એક માલગાડી એક મહિલાની ઉપરથી પસાર થઇ હતી અને મહિલાનો વાળ પણ વાંકો થયો ન હતો. રેલવે સ્ટેશન પર ટ્રેક ઉપર માલગાડી ક્રોસ કરી રહી હતી. માલગાડીના નીચે એક મહિલા આવી ગઈ હતી. સ્થળ પર રહેલા લોકો મહિલાને સાહસ આપતા રહ્યા અને તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના યૂપીના બલિયા જિલ્લાના સુરેમનપુર રેલવે સ્ટેશન પર સોમવારે બની હતી. આ વાયરલ વીડિયો બે દિવસ જૂનો બતાવવામાં આવી રહ્યો છે.
Published by:
Ashish Goyal
First published:
November 27, 2021, 10:23 PM IST