જમીન પરથી ફાયરિંગ કરાતાં ગોળી 3500 ફૂટે વિમાનમાં મુસાફરને વાગી

News18 Gujarati
Updated: October 2, 2022, 6:12 PM IST
જમીન પરથી ફાયરિંગ કરાતાં ગોળી 3500 ફૂટે વિમાનમાં મુસાફરને વાગી
જમીન પરથી ફાયરિંગ કરતાં ગોળી વિમાનના પતરાને ચિરતી મુસાફરને વાગી હતી.

Viral News: જમીન પરથી ફાયરિંગ કરાતાં હવામાં ઉડી રહેલા પ્લેન પર ગોળી વાગી હતી. એટલું જ નહીં, તે ગોળી વિમાનમાં સવાર એક વ્યક્તિને લાગી હતી.

  • Share this:
દિલ્હી: હવાઇ મુસાફરી સંબંધી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, પરંતુ આકાશમાં અંતર કાપી રહેલી ફ્લાઇટ્સને લઇને એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે લગભગ અગાઉ સાંભળ્યા નહીં હોય. જમીન પરથી ફારયરિંગ કરતાં હવામાં ઉડી રહેલા પ્લેન પર ગોળી વાગી હતી. એટલું જ નહીં, તે ગોળી વિમાનમાં સવાર એક વ્યક્તિને વાગી હતી. ગોળી વાગતાં મુસાફર લોહીલુહાણ થઇ ગયો હતો. જે બાદ તરત જ વિમાનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચોંકાવનારી ઘટના મ્યાનમારની છે. મ્યાનમાર નેશનલ એરલાઇન્સનું વિમાન 63 મુસાફરો સાથે ઇડાન ભરી રહ્યું હતું. આ વિમાન લોઇકાવ એરપોર્ટે લેન્ડ કરવાનું હતું. તે સમયે જ કોઇએ જમીન પરથી વિમાન પર ફાયરિંગ કર્યું હતું. વિમાન 3500 ફૂટની ઉંચાઇએ હતું અને ગોળી સીધી જ વિમાન પર વાગી હતી.

જમીન પરથી ફાયરિંગ કરતાં ગોળી વિમાનના પતરાને ચિરતી મુસાફરને વાગી હતી. ગોળી વાગતાં મુસાફરો લોહીથી લથપથ થઇ ગયો હતો. ઘટનાને પગલે વિમાનમાં બેસેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી અને પ્લેનને તાત્કાલિક લેન્ડ કરાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ અને યુપી સહિત આ 3 રાજ્યોમાં 6 ઓક્ટોબરથી ભારે વરસાદની શક્યતા

એક વ્યક્તિ પ્લેનમાં સવાર હતો અને પોતાના ડેસ્ટિનેશને પહોંચવાની રાહ જોઇ રહ્યો હતો, ત્યારે જ અચાનક જ જમીન પરથી ફાયર કરાયેલી ગોળી તેના ગળાને ભાગે વાગી હતી. ઘટનાને પગલે મુસાફરો અને ક્રૂ માટે તે સમજવું મુશ્કેલ હતું કે આખરે સમગ્ર ઘટના શું છે. જોકે, આ ઘટના બાદ શહેરની તમામ ઉડાનો અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે.

ઘટનાને લઇને મ્યાનમારની સૈન્ય સરકારે વિદ્રોહી દળો પર ફાયરિંગનો આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા અનુસાર, વિમાન પર ફાયરિંગની ઘટના યુદ્ધ અપરાહ છે. બીજી બાજુ, વિદ્રોહીઓએ આ આરોપો નકાર્યા છે.
Published by: Azhar Patangwala
First published: October 2, 2022, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading