અકસ્માતનો live video: ખાઈમાં ખાબક્યો ટ્રક, ઝાડથી અટકતા ડ્રાઈવર અને કંડક્ટરે લગાવી છલાંગ

News18 Gujarati
Updated: July 30, 2021, 5:42 PM IST
અકસ્માતનો live video: ખાઈમાં ખાબક્યો ટ્રક, ઝાડથી અટકતા ડ્રાઈવર અને કંડક્ટરે લગાવી છલાંગ
અકસ્માત ગ્રસ્ત ટ્રકની તસવીર

Himachal Pradesh news: મંડી જિલ્લાના કરસોગની આ ઘટના છે. કલંગારમાં રસ્તો ધસી જવાથી ટ્રક ખોડાનું લુડકી જાય છે. આ દરમિયાન ટ્રક ચીડના એક ઝાડ સાથે ટકરાયો હતો અને થોડો સમય અટક્યો હતો. આ સમયે જ ચાલક અને કંડક્ટર ટ્રકમાંથી કૂદી ગયા હતા.

  • Share this:
કારસોગઃ હિમાચાર પ્રદેશમાં ભારે વરસાદ (Heavy rain in himachal pradesh) વરસરી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે ખુબ જ નુકસાન પહોંચી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે એક કમકમાટી ભર્યો વીડિયો (truck accident live video) સામે આવ્યો છે. અહીં કારસોગ મંડી જિલ્લામાં ગુરુવારે એક ટ્રક અકસ્માતનો ભોગ બન્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ સરકાય છે કે રસ્તા ઉપરથી પલટતા ખાઈમાં (truck falling into gully) ખાબકે છે. જોકે, સદનસીબે ટ્રક ઝાડ સાથે અટકે છે અને ડ્રાઈવર અને કંડક્ટર કૂદી જાય છે. અને પોતાનો જીવ બચાવે છે.

મળતી માહિતી પ્રમાણે મંડી જિલ્લાના કરસોગની આ ઘટના છે. કલંગારમાં રસ્તો ધસી જવાથી ટ્રક ખોડાનું લુડકી જાય છે. આ દરમિયાન ટ્રક ચીડના એક ઝાડ સાથે ટકરાયો હતો અને થોડો સમય અટક્યો હતો. આ સમયે જ ચાલક અને કંડક્ટર ટ્રકમાંથી કૂદી ગયા હતા.

થોડી જ સેકન્ડમાં ટ્રક ઊંડી ખાઈમાં ખાબક્યો હતો. ગુરુવારે સવારે પંજાબના મોહાલીથી પ્લાસ્ટિકની ટાંકીઓ લઈને આ ટ્રક જઈ રહ્યો હતો. જેવી જ કરસોગ માર્ગ ઉપર કલંગાર પાસે રોડની બાજુમાં માટી ધશી જતાં ટ્રક ખાઈમાં ખાબક્યો હતો.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશઆ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

અહીં પહાડ ઉપરથી માર્ગ ઉપર પથ્થરો પડી રહ્યા હતા. પથ્થરથી બચવા માટે ચાલકે ગાડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાચી માટીમાં ટાયર ફસાઈ ગયા હતા. અને ટ્રક પલટી ગયો હતો. ઝાડ સાથે અટકતા ચાલક અને ક્લીનરે છલાંગ લગાવી હતી અને પોતાનો જીવ બચાવ્યો હતો.

લોકોએ આ દુર્ઘટનાનો વીડિયો નબાવી લીધો હતો. ટ્રકમાં પ્લાસ્ટીકની 27 ટાંકીઓ અને કેટલાક પ્લાસ્ટિકના પાઈપ હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
Published by: ankit patel
First published: July 30, 2021, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading