ઉત્તરી અફઘાનિસ્તાનની શિયા મસ્જિદમાં નમાજ દરમિયાન બ્લાસ્ટ, 100ના મોત, જોવા મળ્યો ભયાનક નજારો

News18 Gujarati
Updated: October 8, 2021, 9:05 PM IST
ઉત્તરી અફઘાનિસ્તાનની શિયા મસ્જિદમાં નમાજ દરમિયાન બ્લાસ્ટ, 100ના મોત, જોવા મળ્યો ભયાનક નજારો
અફઘાનિસ્તાનમાં બ્લાસ્ટ

Afghanistan Bomb Blast- આ હુમલાની હજુ સુધી કોઇએ જવાબદારી લીધી નથી

  • Share this:
કાબુલ : ઉત્તરી અફઘાનિસ્તાનની (Afghanistan)એક મસ્જિદમાં શુક્રવારે એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટમાં (Afghanistan Suicide Bomb Blast)100 લોકોના મોત થયા છે. સ્થાનિક હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું કે અમારે ત્યાં 35 લાશ અને 50થી વધારે ઇજાગ્રસ્ત લોકો આવ્યા છે. જ્યારે ડોક્ટર્સ વિદાઉટ બોડર્સની એક હોસ્પિટલમાં લગભગ 15 લાશ પહોંચી છે. શુક્રવારની સાપ્તાહિક નમાજ દરમિયાન કુંદુજ પ્રાંતની (Northern Afghan city of Kunduz) એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જ્યારે નમાજ કરી રહ્યા હતા ત્યારે તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.

તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું કે કુંદુજ પ્રાંતની રાજધાની બાંદરના ખાન અબાદ કસ્બામાં આ ધમાકો થયો છે. આ હુમલાની હજુ સુધી કોઇએ જવાબદારી લીધી નથી.

આ પણ વાંચો- Exclusive: ભારતે અરુણાચલમાં ચીની ઘૂસણખોરી અટકાવી, અનેક સૈનિકોને પકડ્યા, બાદમાં કર્યા મુક્ત

તમને જણાવી દઈએ કે તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા પછી દેશમાં આઈએસઆઈએસ-ખુરાસાન (ISIS-K)સક્રિય થઇ ગયું છે. તાલિબાનને નિશાન બનાવી હુમલા વધારી દીધા છે. ઇસ્લામિક સ્ટેટનું ખુરાસાન શાખા પર પ્રભુત્વ અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નંગરહારમાં છે. તે તાલિબાનને પોતાનો દુશ્મન માને છે. તેણે આ પહેલા તાલિબાન પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. જેમાં જલાલાબાદમાં તાલિબાન લડાકોની ગાડી પર હુમલો પણ સામેલ છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર

અફઘાનિસ્તાન પર ખૂની કબજો કર્યા પછી તાલિબાને (Taliban) સરકાર બનાવી લીધી છે. એકથી ચડીને એક ખુંખાર આતંકીઓને તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રીથી લઇને ગૃહમંત્રી, રક્ષા મંત્રી અને કાનૂન મંત્રી બનાવ્યા છે. તાલિબાને બ્લેક મનીને સફેદ કરનાર હાજી મોહમ્મદ ઇદરિસને (Haji Mohammed Idrees) દેશમાં રિઝર્વ બેંક ધ અફઘાનિસ્તાન બેંકનો (DAB)ચીફ બનાવ્યો છે.આ પણ વાંચો - શ્રીનગરઃ 2 શિક્ષકોની હત્યાથી રાજકારણ ગરમાયું, પાકિસ્તાન પર Air Strikeની ઉઠી માંગ

તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યો હતો અને ત્યારથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. વિવિધ દેશો પોતાના નાગરિકો અને સાથીઓને બહાર કાઢી લીધા છે. આ સાથે જ અફઘાનિસ્તાનમાં (afghanistan)વર્ષોથી રહેલા વિદેશી દળો પાછા જતા રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: October 8, 2021, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading