માતા-પિતાએ 30 હજારનું શ્વાન લઈ આપવા માટે કર્યો ઇન્કાર, 16 વર્ષના કિશોરે કરી આત્મહત્યા

News18 Gujarati
Updated: June 16, 2021, 6:35 PM IST
માતા-પિતાએ 30 હજારનું શ્વાન લઈ આપવા માટે કર્યો ઇન્કાર, 16 વર્ષના કિશોરે કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

આ કિશોર 30,000 રૂપિયાનું શ્વાન ખરીદીને ઘરમાં લાવવા માંગતો હતો. પરંતુ માતા-પિતાએ તેને આ અંગે મંજૂરી આપી ન હતી. ષણમુખા વામસીએ શ્વાનને ઓનલાઈન વેચાણ વેબસાઈટ ઉપર જોયુ હતું.

  • Share this:
વિશાખાપટ્ટનમઃ એક કિશોરે એટલા માટે આત્મહત્યા (Minor boy suicide) કરી લીધી કારણ કે તેના માતા-પિતાએ (mother father) તેને ઘરે પાળવા માટે એક શ્વાન લાવવા માટે ઇન્કાર કર્યો હતો. આ દુઃખદ ઘટના આંધ્રપ્રદેશના (Andhra pradesh) તટવર્તી શહેર વિશાખાપટ્ટનમમાં સોમવારે બની હતી. શહેરના વેંકટેશ્વરા મેટ્ટા વિસ્તારમાં 16 વર્ષનો કિશોર પષમુખ વામસીએ સીંલિંગ ફેનથી લટકીને જીવ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ કિશોર 30,000 રૂપિયાનું શ્વાન ખરીદીને ઘરમાં લાવવા માંગતો હતો. પરંતુ માતા-પિતાએ તેને આ અંગે મંજૂરી આપી ન હતી. ષણમુખા વામસીએ શ્વાનને ઓનલાઈન વેચાણ વેબસાઈટ ઉપર જોયુ હતું.

પ્રાઇવેટ કોલેજના વિદ્યાર્થી ષણમુખ વામસીની માતા શ્વાનને ઘરમાં આવવા ન્હોતી માંગતી વામસીએ કહ્યું કે, થોડો સમય રાહ જો અને પછી જ શ્વાન ખરીદી લેજે. પરંતુ ઘરના લોકોએ આવું કહેતા ષણમુખ વામસી નારાજ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.....

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

આ પણ વાંચોઃ-પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

મા સોમવારે ઘરની જરુરી ચીજવસ્તુઓ ખરીદવા માટે બજાર ગઈ હતી. ત્યારે ઘરે કોઈ ન હતું. શ્વાનને ન ખરીદી શકવાના કારણે હતાશ ષણમુખ વામસીએ પોતાને ફાંસી લગાવી લીધી હતી. માતા જ્યારે ઘરે આવી તો નજારો જોઈને ચોંકી ગઈ હતી.

ષણમુખ વામસીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ ત્યાં સુધી મોંડું થઈ ગયું હતું. ડોક્ટરે ષણમુખને મૃત જાહેર કર્યો હતો. એમઆર પેટા પોલીસ સ્ટેશનને આ અંગે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
Published by: ankit patel
First published: June 16, 2021, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading