Army Neutralised Infiltrators in Uri : સેનાએ ઘુસણખોરી કરતા 3 આતંકીને ઠાર કર્યા, 72 કલાકમાં ઘુસણખોરીનો ચોથો પ્રયત્ન
News18 Gujarati Updated: August 25, 2022, 7:08 PM IST
ભારતીય સેનાએ 3 આતંકી ઠાર કર્યા - ફાઇલ તસવીર
Army neutralised 3 infiltrators in Uri: કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેના અને બારામૂલા પોલીસે પાકિસ્તાન તરફથી ઘુસણખોરીનો મોટો પ્રયત્ન નાકામ કરી દીધો છે. સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ઘુસણખોરી કરી રહેલા ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. હાલ તેમની ઓળખનું કામ ચાલુ છે.
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ વધુ એકવાર કાશ્મીરની ખીણમાં ઘુસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, સેના અને બારામૂલા પોલીસે ઉરીના કમલકોટ સેક્ટરમાં મદિયાન નાનક ચોકી પાસે 3 ઘુસણખોરોને પતાવી દીધા છે. વધુ જાણકારી માટે હાલ રાહ જોવાઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘુસણખોરીની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ સેના અને પોલીસની સતર્કતાને કારણે આતંકીઓની તમામ કોશિશ નાકામ થઈ રહી છે.
ત્રણ ઘુસણખોરો ઠાર મરાયા
ઉત્તરીય કાશ્મીરના બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરના કમલકોટ વિસ્તારમાં મદિયાન નાનક ચોકી પાસે ઘુસણખોરીનો પ્રયાસ નાકામ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘સેના અને બારામૂલા પોલીસે ઉરીના કમલકોટ સેક્ટરમાં મદિયાન નાનક ચોકી પાસે ત્રણ ઘુસણખોરોને મારી નાંખ્યા છે.’
આ પણ વાંચોઃ જીવતો પકડાયો પાકિસ્તાની આતંકવાદી
ત્રણ દિવસમાં ચોથી વાર ઘુસણખોરી
છેલ્લા ત્રણ દિવસમાં ખીણમાં ઘુસણખોરીની આ ચોથી ઘટના છે. 23 ઓગસ્ટે રાતે અખ્તૂર સેક્ટરના પલાનવાલામાં સેનાના જવાનોએ ઘુસણખોરીની કોશિશને નાકામ કરી નાખી હતી. સેનાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તે સમય સુધી છેલ્લા 72 કલાકમાં આ ઘુસણખોરીની ત્રીજી ઘટના છે.
આ પણ વાંચોઃ રશિયામાં પકડાયેલા ISના આત્મઘાતી હુમલાખોરની ટાર્ગેટ હતી નૂપુર શર્મા
આ પહેલાં ઝાંગર અને લામ વિસ્તારમાં 21 અને 22 ઓગસ્ટે ઘુસણખોરીના સતત બે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં બે આતંકવાદીના મોત થયા હતા. સેનાની 80 ઇંફેક્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર કપિલ રાણાએ કહ્યુ હતું કે, આ ઘટનામાં આતંકિયો સાથે એક કુખ્યાત ગાઇડની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ગાઇડને પાકિસ્તાનની એક જાસૂસી એજન્સીના એક વરિષ્ઠ અધિકારી દ્વારા સમુહનું નેતૃત્વ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
Published by:
Vivek Chudasma
First published:
August 25, 2022, 6:56 PM IST