માત્ર 30 દિવસની જ મહેનતમાં 66 વર્ષના દાદાએ પાસ કરી GATE 2021 પરીક્ષા, હવે કરવા માંગે છે આ કામ


Updated: March 25, 2021, 10:59 PM IST
માત્ર 30 દિવસની જ મહેનતમાં 66 વર્ષના દાદાએ પાસ કરી GATE 2021 પરીક્ષા, હવે કરવા માંગે છે આ કામ
શંકરનારાયણની તસવીર

શંકરનારાયણ 35 વર્ષ અગાઉ 1987માં પણ આ પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા અને IIT-ખડગપુરમાં એડમિશન મેળવ્યું હતુ અને આજે ફરીએ આજ સોપાન સર કર્યું છે. રસપ્રદ વાત એ છે કે શંકરનારાયણનું કહેવું છે કે ગેટ જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે પણ તેમણે માત્ર 30 દિવસ જ મહેનત કરી છે.

  • Share this:
તમિલનાડુઃ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુટ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (GATE) 2021ની પરીક્ષામાં (Exam) વર્ગખંડમાં પ્રવેશી રહેલ શંકરનારાયણને સ્ટાફે રોક્યા અને વાલીઓના પ્રતિક્ષાકક્ષ તરફનો રસ્તો બતાવ્યો. સ્ટાફને લાગ્યું કે તેઓ ઉમેદવારના પિતા કે દાદા હશે, પરંતુ જ્યારે મહાશયે પોતાનું એડમિટ કાર્ડ (Admit card) બનાવ્યું ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ ચોંકી ઉઠ્યા. કારણ કે શંકરનારાયણ પરીક્ષા આપવા આવ્યા હતા. ભણવાની કોઈ ઉંમર નથી હોતી અને સફળતાની કોઈ સીમા નથી હોતી, આ કહેવતને તેમને યથાર્થ કરી બતાવી છે 67 વર્ષીય શંકરનારાયણ સંકરપંડિયને(Sankaranarayanan Sankarapandian).

News18.com સાથેની વાતચીતમાં બે બાળકોના પિતા અને ત્રણ બાળકોના દાદા શંકરનારાયણે કહ્યું કે હું તમિલનાડુની હિન્દુ કોલેજનો નિવૃત ગણિતનો શિક્ષક છું. શંકરનારાયણ ગેટ 2021ની પરીક્ષા આપનાર અને પાસ કરનાર સૌથી મોટી ઉંમરના ઉમેદવાર હતા.

27 પેપરમાંથી બે અલગ-અલગ ગણિત અને કોમ્પયુટર સાયન્સનું પેપર લઈને શંકરનારાયણે બંને પરીક્ષા એક જ દિવસે અનુક્રમે 338 અને 482 અંક મેળવીને પાસ કરી છે. મોટાભાગના વિધાર્થીઓ પોતાની આવડત પ્રમાણેનો સબ્જેકટ લઈને બે અલગ-અલગ દિવસે પરીક્ષા આપે છે,

પરંતુ શંકરનારાયણ ખતરો કે ખિલાડી બનીને ગયા હતા. News18ને તેમણે જણાવ્યું કે મને પરીક્ષાનો ડર ન હતો, કારણ કે હું માનું છું કે જો હું એ પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યો હોત તો તે પરીક્ષાની જ નિષ્ફળતા ગણાત, મારી જિંદગીની નહીં.

આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?GATEનું કારણ શું?
GATEની પરીક્ષા પાસ કરીને આજના યુવાનો MTech કોર્સ કે પછી સરકારી કંપનીઓમાં નોકરી માટે જાય છે, પરંતુ શંકરનારાયણનું લક્ષ્ય કઈંક અલગ છે. તેઓ ભણતર કે કમાવવા માટે આ પરીક્ષા નહોતા આપવા ગયા. તેમને વચ્યુઅલ રિયાલિટીના એક સેગમેન્ટ ઓગમેન્ટેડ રિયાલિટી (Augmented Reality-AR) અંગે રીસર્ચ કરવું છે.

આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વો: પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

પ્રથમ વખત આપી પરીક્ષા?
GATEની પરીક્ષા માત્ર 17% ઉમેદવારો જ પાસ કરી શકે છે અને શંકરનારાયણ 35 વર્ષ અગાઉ 1987માં પણ આ પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા અને IIT-ખડગપુરમાં એડમિશન મેળવ્યું હતુ અને આજે ફરીએ આજ સોપાન સર કર્યું છે. રસપ્રદ વાત એ છે કે શંકરનારાયણનું કહેવું છે કે ગેટ જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે પણ તેમણે માત્ર 30 દિવસ જ મહેનત કરી છે.30 દિવસમાં જ કોન્સેપ્ટ અને પેપર સ્ટાઈલ સમજીને મહેનત કરતા હું આ એક્ઝામમાં પાસ થયો છું. તેમણે આજના યુવા વર્ગને સફળતાના સરળ સિદ્ધાંત અપનાવવા સલાહ આપી કે, જે તમને નથી ખબર તે સ્વીકારો. “Accept what you don’t know”.
First published: March 25, 2021, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading