ઓનલાઇન મીટિંગમાં બાબા રામદેવે કહ્યુ- ‘કોઈના બાપમાં તાકાત નથી જે રામદેવને અરેસ્ટ કરી શકે’

News18 Gujarati
Updated: May 26, 2021, 2:57 PM IST
ઓનલાઇન મીટિંગમાં બાબા રામદેવે કહ્યુ- ‘કોઈના બાપમાં તાકાત નથી જે રામદેવને અરેસ્ટ કરી શકે’
બાબા રામદેવની ફાઇલ તસવીર

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવને માનહાનિની નોટિસ મોકલી, લેખિત માફી નહીં તો 1000 કરોડનો દંડ

  • Share this:
નવી દિલ્હી. યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં રામદેવ બોલી રહ્યા છે કે કોઈના બાપમાં તાકાત નથી જે રામદેવને અરેસ્ટ કરી શકે. સોશિયલ મીડિયા (Social Media) પર બૂમો પાડે છે કે અરેસ્ટ કરો, ક્યારેક કંઈક ઈચ્છે છે ને ક્યારેક કંઈક. ક્યારેક ચલાવે છે કે ઠગ રામદેવ, ક્યારેક મહાઠગ રામદેવ, અરેસ્ટ રામદેવ કેટલાક લોકો ઈચ્છે છે, ચલાવો તેમને. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર #arrestbabaramdevના ટ્રેન્ડ થવા મામલે એક ઓનલાઇન મીટિંગ દરમિયાન બાબા રામદેવે આ નિવેદન આપ્યું છે. જોકે ન્યૂઝ18 આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

બીજી તરફ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association-IMA)એ પતંજલિ યોગપીઠના પ્રમુખ સ્વામી રામદેવને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવ પોતાના નિવેદન માટે 15 દિવસની અંદર માફી માંગે નહીં તો IMA તેમની વિરુદ્ધ 1000 કરોડનો દાવો ઠોકશે. ડૉક્ટરોના સંગઠને માંગ કરી છે કે રામદેવે આ નિવેદન મામલે લેખિતમાં માફી માંગવી જોઈએ, નહીં તો કાયદાકિય રીતે આ દાવો ઠોકવામાં આવે.

આ પણ વાંચો, ભારત સરકારની વિરુદ્ધ કોર્ટ પહોંચ્યું WhatsApp, કહ્યું- નવા કાયદાઓથી પ્રાઇવસી ખતમ થઈ જશે

રામદેવના આ નિવેદન પર શરૂ થયો હતો વિવાદ

IMAએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એ વીડિયો પર વાંધો ઉઠાવ્યો છે જેમાં રામદેવે દાવો કર્યો છે કે એલોપેથી બકવાસ વિજ્ઞાન છે અને ભારતના ઔષધિ મહાનિયંત્રક દ્વારા કોવિડ-19ની સારવાર માટે મંજૂર કરવામાં આવેલી રેમડેસિવિર, ફેવીફ્લૂ જેવી અન્ય દવાઓ કોવિડ-19 દર્દીઓની સારવાર કરવામાં અસફળ રહી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે જો એલોપેથી આટલી જ સારી છે અને સર્વગુણ સંપન્ન છે તો ડૉક્ટરોને બીમાર ન પડવું જોઈએ. તેની પર કેન્રીસાય સ્વાસ્ય્વ મંત્રી ડૉ. હર્ષવર્ધને એલોપેથી વિશે આપવામાં આવેલા રામદેવના નિવેદનને રવિવારે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ કરાર કરતાં તેમને આ નિવેદન પરત લેવા માટે કહ્યું હતું. બાદમાં રામદેવે પોતાનું નિવેદન પરત લઈ લીધું હતું.

આ પણ વાંચો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો, સામાન્ય માણસની સરખામણીએ હેલ્થ વર્કર્સને 3 ગણો ઝડપથી લાગી શકે છે કોરોનાનો ચેપ


IMAએ રામદેવને પાઠવેલી નોટિસમાં શું કહ્યું છે?

IMAએ બાબા રામદેવને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે તેમના નિવેદનથી સંગઠન સાથે જોડાયેલા ડૉક્ટરો પ્રત્યે સામાન્ય લોકોના મનમાં શાખને અપ્રત્યક્ષ રીતે હાનિ પહોંચી છે. કાયદાકીય નોટિસમાં તેને અપરાધ ગણાવતાં સજા અને દંડનો પણ ઉલ્લેખ કર્યો છે. IMAએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ પત્ર મળ્યાના 15 દિવસની અંદર તેઓ પોતાના નિવેદન માટે લેખિતમાં માફી નહીં તો તેમની વિરુદ્ધ 1000 કરોડ રૂપિયાના દંડનો દાવો ઠોકવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: May 26, 2021, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading