Litton Das: બાંગ્લાદેશના હિન્દુ ક્રિકેટરે દુર્ગા પૂજાની આપી શુભેચ્છા, કટ્ટરપંથીઓએ ધર્મ બદલાવવાની આપી ધમકી
News18 Gujarati Updated: September 27, 2022, 3:39 PM IST
હિન્દુ ક્રિકેટર પર ભડક્યા બાંગ્લાદેશના કટ્ટરપંથી
Hindu Cricketer Liton Das Abused: વિશ્વભરમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, બાંગ્લાદેશમાં હિન્દુ ક્રિકેટર લિટન દાસએ નવરાત્રિની શુ્ભેચ્છા પાઠવી હતી. તેમને આ શુભેચ્છાને કારણે ત્યાના કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા હતા. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર અપશબ્દો સાથે ધમકીઓ પણ આપી રહ્યા છે.
નવી દિલ્હી: નવલી નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે. વિશ્વભરના હિન્દુ ધર્મને માનનારો લોકો માટે નવરાત્રિના 9 દિવસ અને દશેરા ખૂબ જ મહત્વ ધરાવે છે. જેને લઈને અનેક સ્પોર્ટ્સ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બાંગ્લાદેશ હિન્દુ ક્રિકેટર લિટન દાસે પણ ફેસબુક પર દુર્ગા પૂજાની શુભેચ્છા પાઠવી હતી. જોકે, કટ્ટરપંથીઓને ન ગમતા તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને લોકોએ ધર્મ બદલવાની સલાહ આપી હતી.
આ અગાઉ પણ કરવામાં આવ્યો હતો ટ્રોલ
બાંગ્લાદેશ આ પહેલીવાર નથી, કે આવું બન્યું છે, તેમણે અગાઉ પણ કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી, ત્યારે પણ તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ સાથે, તેને પણ ધમકી આપવામાં આવી હતી. તેમની પોસ્ટ પર ઉલ-જુલુલ (અસંસ્કારી) લખવામાં આવ્યું હતું.
હિંદુઓ પર અત્યાચાર
એક બાળકનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેને તેના ફેવરિટ પ્લેયર વિશે પૂછવામાં આવ્યું હતું, તો તેમણે કહ્યું હતું કે, સૌમ્યા સરકારને પસંદ નથી કરતી, કારણ કે તે હિન્દુ ક્રિકેટર છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારના અવારનવાર અહેવાલો સામે આવે છે. ક્યારેક ઘર સળગાવવામાં આવે છે, તો ક્યારેક ખેલાડી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. નોંધનીય છે કે, લિટન દાસ અને સૌમ્ય સરકાર બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં રમી રહેલા નિયમિત ખેલાડીઓમાં સામેલ છે.
Published by:
Samrat Bauddh
First published:
September 27, 2022, 3:33 PM IST