ઇન્સ્ટાગ્રામ દ્વારા દોસ્ત બનાવતી છોકરીઓ ચેતી જજો! આ ઘટના તમાને ચોંકાવી દેશે

News18 Gujarati
Updated: February 3, 2023, 10:52 PM IST
ઇન્સ્ટાગ્રામ દ્વારા દોસ્ત બનાવતી છોકરીઓ ચેતી જજો! આ ઘટના તમાને ચોંકાવી દેશે
છોકરીઓ ચેતી જજો!

કર્ણાટકના બેંગલુરુમાં પોલીસે એક ટેક એન્જિનિયરની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે, આ ટેક એન્જિનિયર ઈન્સ્ટા પર મહિલાઓને ફસાવતો હતો. ત્યારબાદ નોકરી અપાવવાના બહાને અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

  • Share this:
બેંગ્લોર: કર્ણાટકના બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે, એક ટેક એન્જીનિયર પહેલા તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા છોકરીઓને ફસાવતો હતો. ત્યારબાદ નોકરીના બદલામાં અશ્લીલ માંગણીઓ કરતો હતો. શુક્રવારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીની ઓળખ દિલ્લી પ્રસાદ તરીકે થઈ છે, જે બેંગલુરુના કોરમંગલાનો રહેવાસી છે. આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર 5 એકાઉન્ટ બનાવ્યા હતા. પ્રસાદ ક્યારેક પોતાને મહિલા કહેતો હતો તો, ક્યારેક તે પોતાને કોઈ કંપનીનો મેનેજર કહેતો હતો.

આ પણ વાંચો: તમારી સાથે પણ આવું થઇ શકે છે! સાયબર ક્રાઇમના ડિટેક્ટ થયેલા ગુના જાણી બનો જાગૃત

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી એક જ સમયે ઘણી મહિલાઓ સાથે ચેટ કરતો હતો. તે મહિલાઓને દાવો કરતો હતો કે, તે તેમને સારી કંપનીઓમાં નોકરી અપાવી શકે છે. ઘણી કંપનીઓમાં તેના સારા સંપર્કો છે. નોકરીની વાત કરીને આરોપી મહિલાઓને મળવા બોલાવતો હતો. મહિલાઓ પણ તેને મળવા આવતી હતી.

વીડિયો રેકોર્ડિંગ કરીને બ્લેકમેલ

કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ઓયોની મોટાભાગની હોટલોમાં રૂમ બુક કરાવતો હતો. પછી મહિલાઓને ત્યાં બોલાવતો હતો. ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. એટલું જ નહીં, તે મહિલાઓના અશ્લીલ વીડિયો રેકોર્ડ કરતો હતો અને પછી વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. બેંગલુરુ પોલીસ કમિશ્નર પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે, આરોપી પાસે 10થી વધુ મહિલાઓના પોર્નોગ્રાફિક વીડિયો હતા.

આ પણ વાંચો: Bihar Blackmailing: બિહારમાં મિત્રએ મિત્ર પર કર્યુ વારંવાર દુષ્કર્મ, કંટાળીને યુવકે પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખ્યો!પોલીસનું કહેવું છે કે, આરોપી મોટાભાગે આંધ્રપ્રદેશની છોકરીઓને ફસાવતો હતો. તે પોતાના ડિસ્પ્લે પિક્ચરમાં મહિલાઓના ફોટા લગાવતો હતો અને આ દ્વારા તેમની સાથે છેતરપિંડી કરતો હતો. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા 2 વર્ષથી મહિલાઓને ફસાવતો હતો.
Published by: Samrat Bauddh
First published: February 3, 2023, 10:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading