ભોપાલના થાણા પ્રભારીએ ઇન્દોર આવીને SI ને મારી ગોળી, પછી કરી લીધી આત્મહત્યા


Updated: June 25, 2022, 3:29 PM IST
ભોપાલના થાણા પ્રભારીએ ઇન્દોર આવીને SI ને મારી ગોળી, પછી કરી લીધી આત્મહત્યા
શુક્રવારે બપોરે ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવાર મહિલા પોલીસકર્મી સાથે કોફી હાઉસ આવ્યા હતા. કોફી હાઉસમાં તેમની વચ્ચે ખૂબ જ વિવાદ થયો હતો

Crime News : મૃતક ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવાર સતત બે દિવસથી પોલીસ કંટ્રોલ રૂમમાં કોફી હાઉસમાં આવી રહ્યા હતા. તેમણે મહિલા પોલીસકર્મી સાથે સતત બે દિવસ સુધી બેઠક કરી હતી

  • Share this:
ઈન્દોર : મધ્યપ્રદેશના (madhya pradesh)ઈન્દોર (indore)જિલ્લાના રીગલમાં આવેલ પોલીસ કંટ્રોલ રૂમમાં શુક્રવારે ખૂની ખેલ ખેલાયો હતો. આ દરમિયાન ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવારે (hakam singh pawar)એક મહિલા પોલીસકર્મીને ગોળી મારી હતી અને ત્યારબાદ ખુદને ગોળી (suicide)મારી દીધી હતી. ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવારનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું છે તથા મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. મૃતક ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવાર અનેક વર્ષો પહેલા ઈન્દોરમાં ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ તેમની ખરગોનથી રાજગઢ બદલી કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ભોપાલમાં શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમણે 3 દિવસની રજા લીધી હતી અને ઈન્દોર આવ્યા હતા. તેઓ સતત બે દિવસથી પોલીસ કંટ્રોલ રૂમમાં કોફી હાઉસમાં આવી રહ્યા હતા. તેમણે મહિલા પોલીસકર્મી સાથે સતત બે દિવસ સુધી બેઠક કરી હતી.

શુક્રવારે બપોરે ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવાર મહિલા પોલીસકર્મી સાથે કોફી હાઉસ આવ્યા હતા. કોફી હાઉસમાં તેમની વચ્ચે ખૂબ જ વિવાદ થયો હતો ત્યારબાદ હાકમ સિંહ કોફી હાઉસની બહાર નીકળી ગયા હતા. થોડી વાર બાદ મહિલા પોલીસકર્મી પણ કોફી હાઉસની બહાર આવી હતી. ત્યાર બાદ પોલીસ કંટ્રોલ રૂમના પરિસરમાં બંને વચ્ચે વિવાદ થયો હતો. તે દરમિયાન ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવારે પગ પકડીને માફી માંગવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો - શાળામાં બાળકો સામે જ શિક્ષકે મહિલા શિક્ષિકાને ચપ્પલથી માર માર્યો, જુઓ VIRAL VIDEO

વિવાદ બાદ ગોળીઓનો વરસાદ

ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવારે આવેશમાં આવીને સરકારી પિસ્તોલ બહાર કાઢીને મહિલા પોલીસકર્મી પર ફાયર કર્યું હતું. આ દરમિયાન આ ગોળી મહિલા પોલીસકર્મીના કાનને અડી ગઈ હતી. ત્યારબાદ ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવારે ખુદને ગોળી મારી હતી અને ઘટનાસ્થળ પર જ તેમનું મૃત્યું થયું હતું. મહિલા પોલીસકર્મી ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને તપાસ શરૂ કરી હતી.

આ સમગ્ર ઘટના સર્જાતા કંટ્રોલ રૂમના પરિસરમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળ પરથી બે કારતૂસ પણ મળી છે. ઘાયલ મહિલા પોલીસકર્મીના નિવેદન બાદ આ સમગ્ર મામલાની હકીકત જાણી શકાશે. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે, ઈન્સ્પેક્ટર હાકમ સિંહ પવાર અને મહિલા પોલીસકર્મી મિત્ર હતા. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
Published by: Ashish Goyal
First published: June 25, 2022, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading