નવી દિલ્હી : ગ્લોબલ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ કંપની યુનિલિવરે (Unilever)કોરોના વાયરસના (Coronavirus)જંગમાં મોટો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે નવા ફોર્મ્યુલા પર આધારિત તેના નવા માઉથવોશ (Mouthwash)ઉપયોગ કરવાથી 30 સેકન્ડની અંદર કોરોના વાયરસને 99.9 ટકા ખતમ કરી દેશે. આસાન શબ્દોમાં સમજો તો તમે કંપનીનું નવું માઉથવોશ ઉપયોગ કરીને કોવિડ-19થી સુરક્ષિત રહી શકો છો. કંપની પોતાના આ નવા માઉથવોશને આગામી મહિને ભારતમાં લોન્ચ કરી રહી છે. જોકે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફોર્મ્યુલેશન કોવિડ-19ની સારવાર નથી અને ના તેને ફેલાવવાથી રોકવામાં મદદ કરશે.
યૂનિલિવરે જણાવ્યું કે અમેરિકામાં યૂનિલિવર રિસર્ચ લેબ તરફથી માઇક્રોબેક લેબોટરીઝના શરૂઆતી લેબ ટેસ્ટમાં માઉથવોશનો નવો ફોર્મ્યુલા મો અને ગળામાં વર્તમાન કોરોના વાયરસને 99.9 ટકા ખતમ કરી રહ્યો છે. કોરોના વાયરસ સલાઇવાના ડ્રોપલેટ કે છીંકવા પર ફેલાય છે. આ પછી કેટલાક મામલામાં ગંભીર લક્ષણ જોવા મળે છે અને કેટલાકમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી પણ વ્યક્તિ સંક્રમિત થઈ ચૂક્યો હોય છે. જે કોરોના ટેસ્ટથી જ (Corona Test)ખબર પડે છે.
કંપનીએ કહ્યું કે જો મોં મા વાયરસની માત્રા ઓછી હોય તો તેનો પ્રસાર પણ ઓછો થશે. અત્યાર સુધી શોધથી જાણ થઈ છે કે સતત હાથ ધોવાથી, સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી, માસ્ક લગાવવાની સાથે માઉથવોશથી પણ કોરોના વાયરસ ફેલાવવાથી રોકવામાં આવી શકે છે.
યૂનિલિવરના ઓરલ કેયર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રમુખ જી રોબર્ટ્સે સ્પષ્ટ કર્યું કે આ માઉથવોશ કોવિડ-19ની સારવાર નથી અને ફેલાવવાથી રોકવામાં મદદ કરતો નથી. જોકે અત્યાર સુધીના પરિક્ષણોના પરિણામોના આધારે અમે કહી શકીએ કે અમારા નવા માઉથવોશ મો માં રહેલા કોરોના વાયરસ સામે કારગર છે. કંપની સીપીસી ટેકનોલોજી પર બનેલા માઉથવોશને હિન્દુસ્તાન યૂનિલિવર દ્વારા પેપ્સોડેંડ જર્મીચેક માઉથ રિંસ લિક્વિડ અંતર્ગત આગામી મહિને ભારતમાં લોન્ચ કરશે.