અભિનેત્રી કંગના રનૌત પર બિહાર કોંગ્રેસ નેતા ભડક્યા, પટણા પોલીસ સ્ટેશનમાં નોંઘાવ્યો કેસ

News18 Gujarati
Updated: November 13, 2021, 7:19 PM IST
અભિનેત્રી કંગના રનૌત પર બિહાર કોંગ્રેસ નેતા ભડક્યા, પટણા પોલીસ સ્ટેશનમાં નોંઘાવ્યો કેસ
કંગના રનૌતને એવોર્ડ એનાયત

Bihar News: ભારતની આઝાદી પર અભિનેત્રી કંગના રનૌતના તાજેતરના નિવેદન (kangana ranaut statement)થી બિહાર કોંગ્રેસ(bihar politics) નેતાઓ રોષે ભરાયા છે. તેમણે કંગના સામે પટનાના એસકે પુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને કંગનાને પદ્મશ્રી સન્માન પરત કરવાની માંગ પણ કરી છે

  • Share this:
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી (bollywood actress) કંગના રનૌતની દેશની આઝાદી અંગેના નિવેદન બદલ આકરી ટીકા થઈ રહી છે. આનાથી બિહારનું રાજકારણ પણ ગરમાયું છે. બિહાર (bihar) કોંગ્રેસના નેતાઓએ (congress leader) કંગના રનૌત સામે પટનાના શ્રીકૃષ્ણ પુરી પોલીસ સ્ટેશનમાં  (shreekushnapuri police station) અરજી દાખલ કરી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોંગ્રેસ નેતા ઋષિ મિશ્રાએ શનિવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આજ સુધી અમે વાંચ્યું હતું કે દેશને વર્ષ 1947માં સ્વતંત્રતા મળી હતી, પરંતુ કંગના રનૌતે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દેશને 2014માં સ્વતંત્રતા મળી હતી. તેમણે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ દ્વારા આઝાદીની લડતને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે તેથી કંગના પર કેસ થવો જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ અને પદ્મશ્રી એવોર્ડ પણ તેમની પાસેથી પાછો ખેંચી લેવો જોઈએ.

કોંગ્રેસે સમગ્ર બિહારમાં આંદોલનની ચેતવણી આપી

કોંગ્રેસ નેતાઓએ ચેતવણી આપી છે કે જો કંગના રનૌત પર કાર્યવાહી નહિ થાય અને પદ્મશ્રી પરત લેવામાં નહીં આવે તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે. પાર્ટીના નેતા શંકર સ્વરૂપ પાસવાને કહ્યું કે કંગનાના આ નિવેદનથી તમામ દેશભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર બિહારમાં આંદોલન થશે.

આ પણ વાંચો: કેરળમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી, IMDએ 6 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ કર્યુ જારી

દરમિયાન બિહાર કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝાએ કંગના રનૌતના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા નહિ આપતાં પાર્ટીની અંદર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ નેતા ઋષિ મિશ્રાએ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ આવા ગંભીર મુદ્દાઓ પર ઊંઘી રહ્યા છે. આવા નિવેદનો પર પણ જો તેઓ કશું ન કહે તો પ્રદેશ પ્રમુખ પદ પર રાખવાનો કોઈ અર્થ નથી. કોંગ્રેસના અન્ય એક નેતા શંકર સ્વરૂપે કહ્યું કે કોંગ્રેસને નીચેથી ઉપર સુધી સફાઈની જરૂર છે. પાર્ટીએ તરત જ પ્રદેશ અધ્યક્ષને દૂર કરવા જોઈએ.આ પણ વાંચો: ‘ભીખ મે મીલી આઝાદી’ના નિવેદન પર કંગના રનૌતે કહ્યું- જો કોઈ ખોટું સાબિત કરે તો પદ્મશ્રી પરત આપવા તૈયાર

કંગના રનૌતે આઝાદી પર આપ્યુ હતુ વિવાદસ્પદ નિવેદન
તમને જણાવી દઈએ કે, કંગના રનૌતે તાજેતરમાં એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'સાવરકર, રાણી લક્ષ્મીબાઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ, જ્યારે આપણે આ લોકોની વાત કરીએ છીએ ત્યારે તેઓ જાણતા હતા કે લોહી વહેશે, પરંતુ એ પણ યાદ રાખો કે હિન્દુસ્તાની-હિન્દુસ્તાનીએ લોહી ન વહાવવા જોઈએ. તેમણે આઝાદીની કિંમત ચૂકવી હતી, પરંતુ 1947માં તેમને જે મળ્યું તે સ્વતંત્રતા નહોતી, તે ભીખ હતી અને જે આઝાદી મળી તે 2014માં મળી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તામાં આવી'
Published by: Riya Upadhay
First published: November 13, 2021, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading