હૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો, કરંટ લાગતા થયું મોત, પરિવારમાં આક્રંદ

News18 Gujarati
Updated: July 25, 2021, 5:12 PM IST
હૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો, કરંટ લાગતા થયું મોત, પરિવારમાં આક્રંદ
ઘટના સ્થળની તસવીર

Bihar news: પરિજનોએ મૃત પિતાના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરી હતી. પોતાના પિતાની લાશને જોઈ જોઈને રંજન સતત રડી રહ્યો હતો. આ વચ્ચે રંજન રડતા રડતાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભળાનો સહારો લીધો હતો. જેના કારણે રંજનને કરંટ લાગવાથી મોત થયું હતું.

  • Share this:
વિપિન કુમાર દાસ, દરભંગાઃ બિહારના (Bihar news) દરભંગામાં (Darbhanga) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ ઘટના જિલ્લાના લલિત નારાયણ મિથિલા વિશ્વવિદ્યાલય પોલીસ સ્ટેશન (police) અંતર્ગત આજમનગર મહોલ્લામાં ઘટી હતી. અહીં એક હૃદયદ્રાવક ઘટનામાં પિતાના નિધન બાદ પુત્રનું પણ મોત (son died after father death) થયું હતું. થોડાક જ સમયના ગાળામાં બંનેના મોત થવાથી આખા મહોલ્લામાં મોતનો માતમ છવાયો હતો.

ઘટના અંગે વાત કરીએ તો અહીં 18 વર્ષના નવયુવક રંજનના પિતા મોહન મહતોની મોત ગંબીર બીમારીના કારણે હોસ્પિટલમાં મોત થયું હતું. મોહન મહતોની લાશ ઘરે લાવવામાં આવી હતી. ત્યારબાદ પરિજનોએ તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરી હતી. રંજનનું મોત કરંટ લાગવાથી થયું હતું. પોતાના પિતાની લાશને જોઈ જોઈને રંજન સતત રડી રહ્યો હતો.

આ વચ્ચે રંજન રડતા રડતાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભળાનો સહારો લીધો હતો. વીજળીના થાંભલામાં કરંટ પસાર થતો હતો. જેના કારણે રંજનને કરંટ લાગવાથી મોત થયું હતું. જોકે લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-બંદૂક સાથે સેલ્ફી લઈ રહેલી નવ વિવાહિતા, અચાકન ગોળી છૂટતાં થયું દુલ્હનનું મોત

એક સાથે ઘરમાં બે બે મોત બાદ મોલ્લામાં માતમ છવાયો હતો. જ્યારે પરિવારની મહિલાઓની રડી રડીને હાલત ખરાબ થઈ હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. જ્યાં લાશને પોસ્ટમોર્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી.આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

આ પણ વાંચોઃ-OMG: ડોક્ટર મગજની સર્જરી કરી રહ્યા હતા, દર્દી બોલતી હતી હનુમાન ચાલિસા, જુઓ Video

મૃતક રંજનના સંબંધી નારાયણ મહતોના જણાવ્યા પ્રમાણે રંજનેના પિતા મોહન મહતોનું મોત હોસ્પિટલમાં જ થયું હતું. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારી એકે ઝાના જણાવ્યા પ્રમાણે લોકોએ યુવકનું મોત કરંટ લાગવાના કારણે થયું હોવાની જાણકારી આપી હતી.

તેમના પિતાનું પણ બીમારીના કારણે હોસ્પિટલમાં આજે જ મોત થયું હતું. દાહ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. ત્યારે જ આ ઘટના ઘટી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
Published by: ankit patel
First published: July 25, 2021, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading