Farmers Protest: પાછું શરુ થશે ખેડૂત આંદોલન? રાકેશ ટિકૈત બોલ્યા- ફક્ત 4 મહિનાની રજા પર ગયા છે ખેડૂતો
News18 Gujarati Updated: December 26, 2021, 6:01 PM IST
રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત આંદોલન સમાપ્ત નથી થયું, પણ સ્થગિત થયું છે.
Rakesh Tikait on Farmers Protest: રાકેશ ટિકૈતે કહ્યું કે, 15 જાન્યુઆરીએ અમારી બેઠક છે અને અમે એ સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે આંદોલન સમાપ્ત નથી થયું, પણ સ્થગિત થયું છે.
નવી દિલ્હી. વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા (Agricultural Laws) પરત ખેંચાયા બાદ ખેડૂતો હવે પોતપોતાના ઘરે પાછા ફર્યા છે પણ આ દરમ્યાન ભારતીય કિસાન યુનિયન (Bharatiya Kisan Union)ના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) આંદોલન અંગે મોટી વાત કહી દીધી છે. તેમણે કહ્યું કે જો સરકાર ખેડૂતોની માંગણી સંપૂર્ણપણે નહીં સ્વીકારે તો ફરીથી આ આંદોલન શરુ થશે. એટલું જ નહીં તેમણે એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) પર પણ નિશાનો સાધ્યો. રાકેશ ટિકૈત જયપુરમાં 5મા સૂરજમલ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
ખેડૂત નેતાએ કહ્યું કે કિસાન આંદોલન હજુ સમાપ્ત નથી થયું. તેમણે કહ્યું કે ખેડૂતો ક્યાંય નથી ગયા અને ના સરકાર ગઈ છે. ટિકૈતે કહ્યું કે હવે ખેડૂત આંદોલન (Farmers Protest) માટે 13 મહિનાની ટ્રેનિંગ થશે. આ સાથે જ આંદોલન બાદ ખેડૂતોના મુદ્દે એક્ટિવ રહેવાને લીધે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાની અટકળો પર તેમણે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચો કોઈ ચૂંટણી નથી લડી રહ્યું.
તો આંદોલન ફરી શરુ થશેરાકેશ ટિકૈતે કહ્યું કે 15 જાન્યુઆરીએ અમારી બેઠક છે અને અમે એ સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે આંદોલન સમાપ્ત નથી થયું, સ્થગિત થયું છે. ખેડૂતો હાલ ફક્ત 4 મહિનાની રજા પર ગયા છે. જો સરકારે અમારી માંગણીઓ ન સ્વીકારી તો દેશમાં ફરી એક વખત આંદોલન ઊભું થશે.
તેમણે ઉમેર્યું કે ફક્ત ત્રણ કૃષિ કાયદા (Farm laws) પાછા ખેંચવામાં આવ્યા છે. અમારી બીજી માંગ હજુ નથી સ્વીકારવામાં આવી. જો સરકારે સમય પર અમારી માંગણી પૂરી ન કરી તો બીજી વખત આંદોલન થશે.
આ પણ વાંચો: વર્ષની અંતિમ ‘મન કી બાત’માં PM મોદીએ Omicron અંગે દેશવાસીઓને ચેતવ્યા, શહીદ કેપ્ટન વરુણ સિંહને યાદ કર્યા
આ પહેલા એક ઇન્ટરવ્યૂ દરમ્યાન પણ રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આંદોલન કોઈ ખતમ થનારી વસ્તુ નથી. તેને કોઈ પણ વ્યક્તિ ખતમ નથી કરી શકતી. તેમણે કહ્યું કે આ કોઈ ચીજ નહીં, પરંતુ બીજ છે અને બીજ ક્યારેય ખત્મ થતું નથી. જો બીજ ખતમ થઈ જાય તો પાક જ પેદા ન થાય. AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા ખેડૂત નેતાએ કહ્યું કે આ તો દેશ માટે ભાજપ કરતા વધુ ખતરનાક છે.
Published by:
Nirali Dave
First published:
December 26, 2021, 6:01 PM IST