61 વર્ષીય સસરો 33 વર્ષની પુત્રવધૂને ભગાડી ગયો! પુત્રવધૂ અને દીકરાના પ્રેમ લગ્ન હતા

News18 Gujarati
Updated: April 28, 2021, 8:36 AM IST
61 વર્ષીય સસરો 33 વર્ષની પુત્રવધૂને ભગાડી ગયો! પુત્રવધૂ અને દીકરાના પ્રેમ લગ્ન હતા
ઇનસેટમાં ભાગી જનાર સસરો-પુત્રવધૂ.

બંને કોચી (Kochi) ખાતેથી ફરાર થઈ ગયા છે. સસસા સાથે ભાગી જનાર પુત્રવધૂને બે સંતાન છે. મહિલા પોતાના સાત અને 10 વર્ષના બે બાળકોને ઘરે મૂકીને ભાગી ગઈ છે.

  • Share this:
કન્નુર: પ્રેમમાં અંધ બનવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા છે. કેરળના કન્નુર શહેરમાંથી આવો જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 61 વર્ષીય વ્યક્તિ પ્રેમ (Love)માં અંધ બનીને એક 33 વર્ષીય મહિલાને ભગાડી ગયો હતો. આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ તેની પુત્રવધૂ (Daughter in-law) છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, બંને પોલીસના હાથમાં લાગ્યા નથી. બંને કોચી (Kochi) ખાતેથી ફરાર થઈ ગયા છે. સસસા સાથે ભાગી જનાર પુત્રવધૂને બે સંતાન છે. મહિલા પોતાના સાત અને 10 વર્ષના બે બાળકોને ઘરે મૂકીને ભાગી ગઈ છે.

મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા

મળતી માહિતી પ્રમાણે સસરા સાથે ભાગી જનારી રાનીનું પિયર કોટ્ટાયમ છે. રાની એક હૉસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. આ દરમિયાન તેને એમ્બ્યુલન્સના ડ્રાઇવર સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદમાં બંનેએ પરિવારની મરજીથી લગ્ન કરી લીધા હતા. 12 વર્ષના લગ્ન જીવનમાં બંનેને બે સંતાન છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમિત પાંચ મજૂરને સુલભ શૌચાલયમાં આઇસોલેટ કરી દીધા, જુઓ માથું શરમથી ઝૂકી જાય તેવી તસવીર

સમય જતા રાની તેના સસરાના પ્રેમમાં પડી હતી. ઘરમાં જ્યારે આ વાતની ખબર પડી ત્યારે બબાલ થઈ ગઈ હતી. આ મામલાને લઈને અનેક વખત આસપાસના લોકો અને પોલીસે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા. સગા-સંબંધીઓની અનેક ચેતવણીને અવગણીને રાની અને તેના સસરાએ પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો. આખરે રાનીના પતિએ તેણીને તેના પિયરમાં મોકલી દીધી હતી. જોકે, બીજા જ દિવસે રાનીના સસરાએ તેને લેવા માટે એક વાહન મોકલ્યું હતું. જેના બીજા દિવસે બંને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: બાલીમાં રશિયન મહિલાએ લોકોને એવા તો મૂર્ખ બનાવ્યા કે પાસપોર્ટ જપ્ત કરાયો!આ મામલે 61 વર્ષીય વ્યક્તિની પત્ની એટલે કે પુત્રવધૂના સાસુએ પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે બંનેના મોબાઇલ ફોનના લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. આ માટે પોલીસે પય્યાન્નૂરની અનેક હોટલોમાં તપાસ પણ કરી હતી. જોકે, બંને હાથમાં આવ્યા ન હતા. જે બાદમાં બંનેએ પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: વધુ નવ શહેરમાં નાઇટ કર્ફ્યૂ, જાણો- શું ચાલુ રહેશે અને શું બંધ?

52 વર્ષની મહિલા પતિના મિત્રના પિતા સાથે ભાગી!

કેરળમાં ફેબ્રુઆરીમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. અહીં એક 26 વર્ષની મહિલા તેના પતિના મિત્રના 52 વર્ષીય પિતા સાથે ફરાર થઈ ગઈ હતી. મહિલા તેના પતિ અને બાળકોને છોડીને ભાગી હતી. જે બાદમાં મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તેની ગુરુવયુર ખાતેથી ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે મહિલા જેની સાથે ભાગી હતી તેની સાથે તેને લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો.

આ પણ વાંચો: કોરોના સંક્રમિત દર્દીનો આપઘાત: સુસાઇડ નોટમાં પત્ની વિશે લખી ચોંકાવનારી વાત

પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા અવારનવાર તેના પતિના મિત્રના ઘરે આવતી જતી રહેતી હતી. આ દરમિયાન મહિલા તેના પતિના મિત્રના પિતાના પ્રેમમાં પડી હતી. જે બાદમાં બંને ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા અને આ પ્રેમ સંબંધ આગળ વધ્યો હતો. આ દરમિયાન બંનેના પરિવારને જાણ થઈ ગઈ હતી. આ વાતને લઈને બંને પરિવારોમાં ઝઘડા થયા હતા. જે બાદમાં મહિલા અને તેના પ્રેમીએ ભાગી જવાનો પ્લાન ઘડ્યો હતો. આ મામલે બંને પરિવાર તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે મોબાઇલ લોકેશનના આધારે બંનેને શોધી કાઢ્યા હતા.
Published by: Vinod Zankhaliya
First published: April 28, 2021, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading