લાઇટ જતા બદલાઈ ગઈ દુલ્હનો, પછી આ રીતે પોત પોતાના પતિ સાથે લીધા ફેરા


Updated: May 10, 2022, 5:09 PM IST
લાઇટ જતા બદલાઈ ગઈ દુલ્હનો, પછી આ રીતે પોત પોતાના પતિ સાથે લીધા ફેરા
આ મામલા બાદ લગ્ન કરી રહેલા પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે દરરોજ સાંજે 7થી 12 વાગ્યા સુધી પાવર કટ રહે છે

OMG News - આ ચોંકાવનારી ઘટનામાં નવવધૂઓ પોતાના પતિ સાથે બેસવાને બદલે અન્ય વરરાજા સાથે બેસી ગઈ હતી

  • Share this:
ઉજ્જૈન : મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં વીજળી (Power Cut) કેવી રીતે તબાહી મચાવી રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બે લગ્નમાં (Marriage)દુલ્હનો બદલાઈ ગઈ. આ ઘટના બન્યા બાદ ઘણી બબાલ અને હંગામો થયો અને મહામુસીબતે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ ઘટના ઉજ્જૈન જિલ્લાના અસલાનામાં બની હતી. આ ચોંકાવનારી ઘટનામાં નવવધૂઓ પોતાના પતિ સાથે બેસવાને બદલે અન્ય વરરાજા સાથે બેસી ગઈ હતી અને પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પછી બંને પરિવારોએ એકબીજા સાથે વાત કરી અને જોડીઓ યોગ્ય રીતે બેસાડી તેમના ફેરા કરાવવામાં આવ્યા અને જેની સાથે સંબંધ નક્કી થયો હતો, તેણે તેની સાથે જ લગ્ન કર્યા હતા. આ મામલા બાદ લગ્ન કરી રહેલા પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે દરરોજ સાંજે 7થી 12 વાગ્યા સુધી પાવર કટ રહે છે. લગ્નના દિવસે પણ પાવર કટના કારણે દુલ્હન બદલાઈ હતી. આ પછી સવારે 5 વાગે બંનેના ફેરા થયા. બંને પરિવારોએ કોઈપણ પ્રકારે બીજી વખતે ફેરા ફરવાની વાતને લઈને ઈન્કાર કર્યો હતો. તેમનુ કહેવું છે કે ફેરા તો જેની સાથે લગ્ન નક્કી થયા તેની સાથે જ ફરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - વરરાજાએ ધોતી-કુર્તાના બદલે શેરવાની પહેરી તો લગ્નમાં બબાલ, બન્ને પક્ષો વચ્ચે થઇ મારામારી

આ ઘરમાં હતા ચાર લગ્ન

પ્રાપ્ત માહિતી મુજબ, આ અનોખી ઘટના ઉજ્જૈન જિલ્લાના બડનગર રોડ પર અસલાના ગામના રહેવાસી રમેશલાલ રેલોતના ઘરે બની હતી. તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્રના લગ્ન 5 મે એ થયા હતા. જેમાં કોમલના લગ્ન રાહુલ સાથે, નિકિતાના ભોલા સાથે, કરિશ્માના લગ્ન ગણેશ સાથે નક્કી થયા હતા. નિકિતા અને કરિશ્માના લગ્નની જાન બડનગરના ડાંગવાડા ગામથી આવી હતી. મોટી દીકરી કોમલની જાન બપોરે આવી હતી અને તેના ફેરા પણ થયા હતા. ભોલા અને ગણેશની જાન લગભગ 11 વાગ્યાની આસપાસ પહોંચી હતી. આ દરમિયાન વીજળી ન હતી અને અંધારપટ છવાયેલો હતો.

અચાનક થયો હોબાળોજાનનું સ્વાગત કર્યા બાદ બંને વરરાજાને માયમાતાની પૂજા કરવા માટે રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. વીજળી ન હોવાથી મોટો ગોટાળો થયો હતો. નિકિતા ગણેશ સાથે બેઠી અને કરિશ્મા ભોલા સાથે લગ્નની વિધિઓ કરવા લાગી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ બંને જોડીઓને ફેરા માટે લાવવામાં આવ્યા ત્યારે અચાનક જ હોબાળો મચી ગયો હતો. બંને વહુઓ અલગ-અલગ વરરાજા સાથે હતી. જેને લઈને પરિવારમાં વિવાદનો માહોલ સર્જાયો હતો. આનન ફાનનામાં બંનેની અદલાબદલી થઈ અને પછી લગ્નની વિધિ કરવામાં આવી. આ પછી બંને દુલ્હનો તેમના પતિ સાથે સાસરે જવા રવાના થઈ ગયા.
First published: May 10, 2022, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading