Corona: બ્રિટને Covishield વેક્સીનને આપી મંજૂરી, નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર

News18 Gujarati
Updated: September 22, 2021, 2:20 PM IST
Corona: બ્રિટને Covishield વેક્સીનને આપી મંજૂરી, નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર
બ્રિટને કોવિશીલ્ડ વેક્સીનને મંજૂરી આપી છે. (પ્રતીકાત્મક તસવીર)

Covishield Vaccine: ભારતના વધતા દબાણ બાદ છેવટે બ્રિટને કોવિશીલ્ડ વેક્સીનને માન્યતા આપી દીધી છે

  • Share this:
નવી દિલ્હી. ભારતના (India) વધતા દબાણ બાદ છેવટે બ્રિટને (Britain) ભારતમાં બનેલી કોરોના વેક્સીન (Corona Vaccine) કોવિશીલ્ડને (Covishield) માન્યતા આપી દીધી છે. બ્રિટને પોતાના નિર્ણયને બદલતાં નવી ટ્રાવેલ એડવાઇઝરી (Britain New Travel Advisory) જાહેર કરી દીધી છે. નોંધનીય છે કે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે (MEA S Jaishankar) બ્રિટનની સમક્ષ કોવિશીલ્ડને માન્યતા ન આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સીનને માન્યતા નહીં આપવી એક ભેદભાવપૂર્ણ નીતિ છે. ત્યારબાદ બ્રિટને આ મામલાને ઝડપથી ઉકેલવાનું આશ્વાસન આપ્યું હતું.

નોંધનીય છે કે, બ્રિટનના પ્રવાસ સંબંધમાં હાલ લાલ, અમ્બર અને લીલા રંગની ત્રણ અલગ-અલગ યાદીઓ બનાવવામાં આવી છે. ખતરા મુજબ અલગ-અલગ દેશોને અલગ-અલગ યાદીમાં રાખવામાં આવ્યા છે. 4 ઓક્ટોકરથી તમામ યાદીઓને મેળવી દેવામાં આવશે અને માત્ર લાલ યાદી બાકી રહેશે. લાલ યાદીમાં સામેલ દેશના મુસાફરોને બ્રિટનના પ્રવાસ પર પ્રતિબંધનો સામનો કરવો પડશે. ભારત હજુ પણ અમ્બર યાદીમાં છે.

આ પણ વાંચો, Coronavirus Updates: દેશમાં 186 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ, રિકવરી રેટમાં પણ સુધારો

એવામાં એમ્બર યાદીને ખતમ કરવાનો અર્થ છે કે માત્ર કેટલાક મુસાફરોને જ RT-PCR ટેસ્ટથી છુટ મળશે. જે દેશોની કોવિડ-19 વેક્સીન બ્રિટનમાં મંજૂરી મળી હતી તેમાં અત્યાર સુધી ભારત સામેલ નહોતું. તેનો અર્થ એ હતો કે જે ભારતીય સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેક્સીન લઈ ચૂક્યા હશે તેમને અનિવાર્ય પણે PCR ટેસ્ટ કરાવવો પડશે અને નિયત સરનામે ક્વૉરન્ટિન રહેવું પડશે.આ પણ વાંચો, કોરોનાથી છુટકારો ક્યારે મળશે? તમારા મનમાં પણ આ સવાલ છે તો અહીં જાણો શું કહે છે વિજ્ઞાનિકો

આ પહેલા બ્રિટને સોમવારે કહ્યું હતું કે, તેઓ ભારતીય ઓથોરિટીઓ દ્વારા જાહેર કોવિડ-19 વિરોધી રસીકરણ પ્રમાણપત્રની સ્વીકાર્યતાને વિસ્તાર આપવા પર ભારતની સાથે ચર્ચા કરી રહ્યા છે. 4 ઓક્ટોબરથી લાગુ થનારા નવા નિયમોને લઈ ભારતમાં ચિંતાઓ વિશે પૂછાતા બ્રિટિશ ઉચ્ચાયોગના પ્રવક્તાએ કહ્યું કે, બ્રિટન આ મુદ્દા પર ભારત સાથે વાત કરી રહ્યું છે અને જેટલી ઝડપી શક્ય હશે આંતરરાષ્ટ્રીય પ્રવાસને ફરીથી ખોલવા મામલે પ્રતિબદ્ધ છે.
Published by: Mrunal Bhojak
First published: September 22, 2021, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading