ઓનલાઈન ગાંજાની દાણચોરીમાં Amazonને આરોપી બનાવનારા SPની બદલી, CAITએ કરી આકરી નિંદા

News18 Gujarati
Updated: December 2, 2021, 9:13 AM IST
ઓનલાઈન ગાંજાની દાણચોરીમાં Amazonને આરોપી બનાવનારા SPની બદલી, CAITએ કરી આકરી નિંદા
એમેઝોન પ્લેટફોર્મના માધ્યમથી ગાંજાની દાણચોરી મામલે કેટલાંક આરોપીઓની ધરપકડ થઈ છે.

Amazon Drug Peddling Case: કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ ગાંજાના વેચાણ મામલે એમેઝોન (Amazon)ને આરોપી બનાવનારા મધ્યપ્રદેશ સ્થિત ભિંડના એસપી મનોજ કુમાર સિંહની અચાનક ટ્રાન્સફરની નિંદા કરી છે.

  • Share this:
ભિંડ. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ ગાંજાના વેચાણ મામલે એમેઝોન (Amazon)ને આરોપી બનાવનારા મધ્યપ્રદેશ સ્થિત ભિંડના એસપી મનોજ કુમાર સિંહની અચાનક ટ્રાન્સફરની નિંદા કરી છે. CAITનો આરોપ છે કે સરકાર એમેઝોનના દબાણમાં કામ કરી રહી છે. હવે જિલ્લાની કમાન શૈલેન્દ્ર સિંહ ચૌહાણને સોંપવામાં આવી છે. CAIT એ ટ્રાન્સફર પર કહ્યું છે કે 'એક વર્ષ પહેલા જ સિંહે ભિંડના SPનો ચાર્જ સંભાળ્યો હતો, તેથી તેને રૂટિન ટ્રાન્સફર કહી શકાય નહીં.' CAITએ એમપી સરકાર પર એમેઝોનના દબાણનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે દબાણના કારણે અધિકારીની અચાનક બદલી કરવામાં આવી છે.

CAITએ કહ્યું- ડ્રગ બસ્ટ પાછળ અધિકારી મનોજ સિંહ હતા. તેઓ આ કેસને ખૂબ જ પ્રમાણિકતાથી સંભાળી રહ્યા હતા. તપાસની વચ્ચે જ તેમને PHQ હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

CAITએ લગાવ્યા ગંભીર આક્ષેપો

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે તપાસના આવા નિર્ણાયક સમયે પોલીસ અધિકારીની બદલી ખૂબ જ આશ્ચર્યજનક છે. આના પરથી લાગી રહ્યું છે કે અધિકારી અને તેમની ટીમ કોઈ મોટી કાર્યવાહી કરવાની હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રાન્સફર દર્શાવે છે કે વિદેશી દિગ્ગજોના દબાણમાં આપણી સિસ્ટમ કઈ રીતે કામ કરી રહી છે.

આ પણ વાંચો: કોરોના મહામારી દરમિયાન વિશ્વમાં શ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત, રેન્કિંગમાં સુધારોઃ બ્લૂમબર્ગ રિપોર્ટ

CAITએ કહ્યું- ‘એવું લાગે છે કે આ સિસ્ટમ વિદેશી કંપનીઓના હાથમાં કેદ છે. MP અને દેશના વેપારીઓ તેને હળવાશથી નહીં લે અને ટૂંક સમયમાં CAIT MP સરકારના આ નિર્ણય સામે આંદોલનની જાહેરાત કરશે.’જણાવી દઈએ કે, બુધવારે મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે 13 અધિકારીઓની બદલી કરી છે. જો કે, સૌથી વધુ ચર્ચા ભિંડના એસપીની બદલીની થઈ રહી છે. તાજેતરમાં તેમણે એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોન દ્વારા ગાંજા વેચવાનો મામલો સામે આવ્યો હતો. અગ્રણી ઇ-કોમર્સ સાઇટ પર પ્રતિબંધિત પદાર્થ વેચવાને લઈને ભારે હોબાળો થયો હતો.

આ પણ વાંચો: સાઉદી અરેબિયા પહોંચ્યો ઓમિક્રોન, પહેલો દર્દી મળી આવતાં ગભરાટ ફેલાયો

આ કેસમાં પોલીસે એમેઝોન ઈન્ડિયા અને તેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને પણ આરોપી બનાવ્યા હતા. પોલીસે મોકલેલા સવાલોના જવાબમાં એમેઝોન દ્વારા જાણવા મળ્યું છે કે આરોપીઓએ ગાંજાની દાણચોરી કરવા માટે એક નહીં પરંતુ વધુ 6 નકલી કંપનીઓ બનાવી હતી.
Published by: Nirali Dave
First published: December 2, 2021, 9:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading