અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્કૂલની પાસે બ્લાસ્ટ, 50 લોકોનાં મોત

News18 Gujarati
Updated: May 9, 2021, 10:03 AM IST
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્કૂલની પાસે બ્લાસ્ટ, 50 લોકોનાં મોત
કાબુલમાં આ હુમલો અફઘાનિસ્તાનમાં બચેલા 2500થી 3000 અમેરિકાના સૈનિકોની ઔપચારિક વાપસી શરૂ થયાના થોડા દિવસ બાદ થયો છે

કાબુલમાં આ હુમલો અફઘાનિસ્તાનમાં બચેલા 2500થી 3000 અમેરિકાના સૈનિકોની ઔપચારિક વાપસી શરૂ થયાના થોડા દિવસ બાદ થયો છે

  • Share this:
કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના શિયા બહુમતી ધરાવતા પશ્ચિમ હિસ્સામાં શનિવારે એક સ્કૂલની પાસે થયેલો બોમ્બ બ્લાસ્ટ (Kabul Bomb Blast)માં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થયા છે, જેમાં અનેક સ્ટુડન્ટ્સ સામેલ છે. તાલિબાન (Taliban)એ નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે અને તેમાં પોતાનો હાથ હોવાનો ઇન્કાર કર્યો છે.

આંતરિક મંત્રાલયના પ્રવક્તા તારિક અરિયને જણાવ્યું કે, શિયા બહુમતી ધરાવતા દસ્ત-એ-બારચી વિસ્તારમાં સ્થિત સૈયદ અલ-શાહદા સ્કૂલની પાસ થયેલા બ્લાસ્ટમાં ઘાયલ લોકોને એમ્યુયાલન્સના માધ્યમથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો, મોદી સરકાર આ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 5 હજાર રૂપિયા, તમે પણ ઉઠાવો લાભ, આવી રીતે કરો અરજીવિસ્તારના નિવાસીઓએ જણાવ્યું કે, બ્લાસ્ટ ખૂબ જ ભીષણ હતો. નિવાસી નસીર રહીમીએ કહ્યું કે, તેમણે ત્રણ અલગ-અલગ બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો. જોકે આ દાવા વિશે અધિકૃત પુષ્ટિ નથી થઈ શકી. રહીમીએ જણાવ્યું કે બ્લાસ્ટની તીવ્રતા જોતાં મૃતકોની સંખ્યા વધી શકે છે. તેમણે કહ્યું કે બ્લાસ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 4.30 વાગ્યે થયો અને તે સમયે સ્ટુડન્ટ્સ સ્કૂલથી નીકળી રહ્યા હતા.


વિસ્ફોટમાં ઘાયલ થયેલી 15 વર્ષીય સ્ટુડન્ટ જાહરાએ જણાવ્યું કે, હું મારી ફ્રેન્ડ સાથે હતી અને અમે સ્કૂલથી બહાર જઈ રહ્યા હતા, ત્યારે એક જોરદાર બ્લાસ્ટ થયો. 10 મિનિટ બાદ ફરીથી બ્લાસ્ટ થયો અને થોડી મિનિટ બાદ વધુ એક બ્લાસ્ટ થયો.

આ પણ વાંચો, નહેરમાં વહી રહ્યા હતા હજારો રેમડિસિવિર ઇન્જેક્શન, બોક્સ પર લખ્યું હતું- Not For Sale

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ગયા વર્ષે શિયા સમુદાયને નિશાન બનાવીને શિક્ષણ સંસ્થાન પર હુમલો થયો હતો જેમાં 50 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગના સ્ટુડન્ટ્સ હતા.

આ હુમલાઓ અહીં બચેલા 2500થી 3000 અમેરિકાના સૈનિકોની ઔપચારિક વાપસી શરૂ થયાના થોડા દિવસ બાદ થયા છે. અમેરિકાના સૈનિકોની વાપસી 11 સપ્ટેમ્બર સુધી પૂરી થઈ જશે. આ વાપસી તાલિબાનના ફરીથી તાકાતવાન થવાની આશંકા વચ્ચે થઈ રહી છે. જેમના કબજા કે પ્રભાવમાં લગભગ અડધું અફઘાનિસ્તાન છે.
Published by: Mrunal Bhojak
First published: May 9, 2021, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading