Viral Video: અચાનક સામે બેઠેલા દર્દીને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો, તો ડોક્ટરે તાત્કાલિક CPR આપી નવજીવન આપ્યું

News18 Gujarati
Updated: September 5, 2022, 12:44 PM IST
Viral Video: અચાનક સામે બેઠેલા દર્દીને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો, તો ડોક્ટરે તાત્કાલિક CPR આપી નવજીવન આપ્યું
દર્દીને અચાનક જ હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો, ડોક્ટરે તાત્કાલિક સારવાર આપી ફરી હદૃય ધબકતું કર્યું

Viral Video: મધ્ય પ્રદેશના નેતા ધનંજય મહાડિકે તેમના ટ્વીટર હેન્ડલમાં એક વીડિયો મૂક્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, દર્દી અચાનક ડોક્ટર સાથે વાત કરતા કરતા બેહોશ થઈ જાય છે અને ડોક્ટર તેની છાતી પર પુશિંગ કરી તેને ફરીથી ભાનમાં લાવે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

  • Share this:
કોલ્હાપુરઃ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે, એક વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે અને તેની સામે બેસેલા ડોક્ટર તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને નવું જીવનદાન આપે છે. આ વીડિયો મધ્યપ્રદેશના નેતા ધનંજય મહાડિકે તેમના ટ્વીટર હેન્ડલમાં પોસ્ટ કર્યો હતો.

અચાનક જ વ્યક્તિ ઢળી પડ્યો


વીડિયોમાં જોઈ શકાય છે કે, એક 37 વર્ષીય દર્દી ડોક્ટર સાથે કંઈક ચર્ચા કરી રહ્યો છે. ત્યારે અચાનક જ તે વ્યક્તિ બેભાન થઈ જાય છે. તે સમયે તાત્કાલિક સામે બેઠેલા ડોક્ટર અર્જુન અદનાઇક કે જે કોલ્હાપુરના એક સારા કાર્ડિયોલોજિસ્ટ છે, તે દોડે છે અને તે વ્યક્તિની છાતી પર પુશિંગ કરી તેના હૃદયને ફરીથી ધબકતું કરી દે છે. આ ટેક્નિકને મેડિકલ ભાષામાં CPR કહેવામાં આવે છે.



મધ્ય પ્રદેશના નેતા ધનંજય મહાડિકે આ વીડિયો ટ્વીટર પર ટ્વીટ કર્યો હતો. આ સાથે જ તેમણે ટ્વીટમાં લખ્યુ હતુ કે, ‘હું આવા હીરોને બિરદાવું છું.’
Published by: Vivek Chudasma
First published: September 5, 2022, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading