Helicopter crash પહેલા પાયલટે કોઈ ઈમરજન્સી કોલ કર્યો ન હતોઃ સૂત્રો

News18 Gujarati
Updated: December 10, 2021, 11:00 AM IST
Helicopter crash પહેલા પાયલટે કોઈ ઈમરજન્સી કોલ કર્યો ન હતોઃ સૂત્રો
દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરની તસવીર

  • Share this:
Army Helicopter crash: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું (CDS Bipin Rawat) હેલિકોપ્ટર તમિલનાડુના (Tamilnadu) કુન્નુરમાં ખરાબ હવામાનને કારણે ક્રેશ (Helicopter crash) થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશેષ સૂત્રોનું કહેવું છે કે, વિમાન દુર્ઘટના પહેલા પાયલટ (mi 17 pilot) દ્વારા કોઈ ઈમરજન્સી કોલ (Emergency call) કરવામાં આવ્યો ન હતો. વિશેષ સૂત્રોનું કહેવું છે કે, વિમાન દુર્ઘટના પહેલા પાઈલટ દ્વારા કોઈ ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો ન હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલોટે સુલુર એટીસીને રેડિયો સંદેશ આપ્યો હતો અને માહિતી આપી હતી કે, તેમણે વેલિંગ્ટન હેલિપેડ પર લેન્ડ કરવા માટે લેન્ડિંગ શરૂ કરી દીધી છે. આ લેન્ડિંગના  7-8 મિનિટ પહેલાનો હતો.

પીએમ મોદી આપી શ્રદ્ધાંજલિ 



ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 જવાનો બુધવારે (8 December) તમિલનાડુના કુન્નરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. ગુરુવારે તમામના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ પાલમ એરપોર્ટ પર પહોંચીને દરેકને શ્રદ્ધાંજલિ આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આર્મી ચીફ એમએમ નરવણે, નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી, સંરક્ષણ સચિવ અજય કુમારે અહીં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો - Bipin Rawat funeral: અલવિદા CDS બિપિન રાવત, દિલ્હીમાં બ્રિગેડિયર લિડરને અંતિમ વિદાય, રાજનાથ સિંહ અને NSA ડોભાલે શ્રદ્ધાંજલિ આપીબ્લેકબોક્સ મળતા રહસ્ય પરથી પડદો ઉઠશેે

રાજનાથસિંહે સંસદમાં એરમાર્શલ માનવેન્દ્ર સિંહના અધ્યક્ષપદે ત્રણેય સૈન્યની એક એક ટૂકડી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તો હેલિકોપ્ટરનું બ્લેકબોક્સ પણ મળી આવ્યું છે. બ્લેકબોક્સ શોધવા માટે જવાનોએ તપાસનો દાયરો દુર્ઘટના સ્થળથી 300 મીટરથી વધારીને એક કિ.મી. કર્યા હતો, ત્યાર પછી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. ફ્લાઈટ ડેટા રેકોર્ડર સહિત બે બોક્સ એક સ્થળેથી મળ્યા છે. બ્લેકબોક્સથી અકસ્માતનું કારણ જાણવા મળી શકે છે.

આ પણ વાંચો - દુર્ઘટના પછી પ્રત્યક્ષદર્શીનો CDS બિપિન રાવતને જોયા હોવાનો દાવો, કહ્યું- તે મારી પાસે પાણી માંગી રહ્યા હતા

બ્લેક બોક્સને દિલ્હી અથવા બેંગ્લુરુ લઈ જવાય તેવી શક્યતા છે. બ્લેકબોક્સની મદદથી બુધવારે પર્વતીય ક્ષેત્રમાં થયેલા અકસ્માત પહેલાના ઘટનાક્રમ સંબંધિત મહત્વની માહિતી મળશે.


Published by: Kaushal Pancholi
First published: December 10, 2021, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading