CDS Bipin Rawat Chopper Crash: CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાંથી લેન્ડિંગ સ્પોટ ફક્ત 16 કિમી દૂર હતું

News18 Gujarati
Updated: December 8, 2021, 6:15 PM IST
CDS Bipin Rawat Chopper Crash: CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાંથી લેન્ડિંગ સ્પોટ ફક્ત 16 કિમી દૂર હતું
CDS Bipin Rawat chopper crash Timeline : સીડીએસ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાંથી લેન્ડિંગ સાઇટ 16 કિમી જ દૂર હતી.

CDS Bipin Rawat Chopper Crash Explainer: સીડીએસ બિપીન રાવત (CDS Bipin Rawat)ના હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થવાની ટાઇમ લાઇન જાણો ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા સીડીએસ રાવત અને ક્યાં થયો અકસ્માત

  • Share this:
CDS Bipin Rawat Chopper Crash:  તમિલનાડુના (Tamil Nadu) નીલગિરિમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ (Army helicopter crash) થયું છે. આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત (CDS Bipin Rawat Chopper crash ), તેમનો પરિવાર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સવાર હતા. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. આ અકસ્માત તમિલનાડુના નીલગીરી જિલ્લામાં થયો છે. મળતી માહિતી પ્રમાણે ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. ઘટના સ્થળથી પરથી મૃતદેહો મળ્યા છે અને જનરલ બિપીન રાવતના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. કહેવાય છે કે આ અકસ્માતમાં સવાર એક વ્યક્તિ ગંભીરરૂપે ઘાયલ છે અને બાકી તમાના મૃત્યુ નીપજ્યા છે. હકિકતમાં જે અહેવાલો સામે આવી રહ્યા તે મુજબ આ ચોપરમાં બિપીન રાવત સવાર થયા અને ત્યાંથી તેઓ લેન્ડ થવાના હતા તે જગ્યા વચ્ચે 100 કિલોમીટર જેટલું અંતર છે. જાણો સમગ્ર ઘટનાની ટાઇમ લાઇન ક્યારે શું થયું?

CDS Bipin Rawat Chopper Crash Timeline :


  • દિલ્હીથી સવારે 9.00 વાગ્યે એક ખાસ વિમાને ઉડાણ ભરી

  • આ વિમાનમાં ચીફ ઓફ ડિફન્સ સ્ટાફ અને તેમના સહયોગીઓ સવાર હતા.

  • આ એરક્રાફટ સુલુર એરફોર્સ સ્ટેશન પર 11.35 કલાકે લેન્ડ થયું
  • આ એરક્રાફ્ટમાં 14 પેસેન્જર જેમાં 5 ક્રૂ મેમ્બર અને 9 સીડીએસ બિપીન રાવત અને તેમના પત્ની સહિત સવાર હતા. તેઓ એરફોર્સના MI 175V5 11.45 વાગ્યે ઉડાન

  • અકસ્માત નાનછાપા છથરામ કાટ્ટેરી વિસ્તારમાં 12.20 વાગ્યાની આસપાસ થયો

  • અકસ્માત સ્થળથી એરફોર્સ સ્ટેશનનું અંતર 94 કિલોમીટર હતું

  • અકસ્માત સ્પોટ અને વેલિંગ્ટન આર્મી કેમ્પના હેલિપેડ વચ્ચેનું અંતર 16 કિલોમીટર જેટલું છે

  • આર્મી વેલિંગ્ટન કેમ્પથી અકસ્માત સ્થળ સુધી પહોંચાવાનું અંતર 5 કિલોમીટર થયું હતું


આ દૂર્ઘટનામાં તપાસના આદેશ અપાયા છે

મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાએ અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Tamil Nadu Military Chopper Crashes: CDS Bipin Rawat ઉંચાઈ પર જંગ લડવાના અને વળતો હુમલો કરવાના એક્સપર્ટ, જાણો તેમના વિશે અજાણી વાતો

આ દૂર્ઘટનામાં તપાસના આદેશ અપાયા છે

મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે.

CDS Bipin Rawat Chopper Crash
CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું તે સ્થળની તસવીર


ભારતીય વાયુસેનાએ અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : CDS Bipin Rawat Helicopter crash Live Updates : CDS બિપિન રાવત અને સ્ટાફને લઇ જતું હેલિકોપ્ટર ક્રેશ

હેલિકોપ્ટરમાં સવાર નવ લોકોના નામ સામે આવ્યા છે

આ હેલિકોપ્ટમાં જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિદ્દર, લે.ક.હરજિંદર સિંહ, નાયક ગુરુસેવક સિંહ નાયક, જીતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાયક બી.સાઈ તેજા, હાવ સતપાલ સવાર હતા.
Published by: Jay Mishra
First published: December 8, 2021, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading