દેશભરમાં હાલ હાડ થીજાવતી ઠંડી (Winter Season)નો માર લોકો સહન કરી રહ્યા છે. આ વર્ષે કડકડતી ઠંડીના દરરોજ નવા રેકોર્ડ (Records) સર્જાઇ રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા (Snowfall) સાથે જ દેશભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે. ડિસેમ્બર, 2021થી જ ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ક્ષેત્રમાં મહત્તમ તાપમાન સતત સામાન્ય કરતા ઓછું રહ્યું છે, પરિણામે કોલ્ડ વેવ (Cold Wave) જેવી સ્થિતિ ઊભી થઇ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોલ્ડ ડે (Cold Day) એટલે જ્યારે મહત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે જાય છે.
તૂટ્યા આ વર્ષોના રેકોર્ડ
25 જાન્યુઆરી, 2022ના રોજ મહત્તમ તાપમાન 12.2 ડિગ્રી રહ્યું હતું અને 26 જાન્યુઆરીએ પણ કંઇક આટલું જ તાપમાન નોંધાયું હતું. આ પહેલા 2003માં આવી સ્થિતિ ઊભી થઇ હતી, જ્યારે જાન્યુઆરીમાં 19 કોલ્ડ ડે રેકોર્ડ થયા હતા. આ પહેલા 2003માં જાન્યુઆરીમાં 19 કોલ્ડ ડે નોંધાયા હતા. જાન્યુઆરી 2015માં 11 દિવસ, 2010, 2013 અને 2004માં શિયાળાના 9 દિવસ નોંધાયા હતા. હજુ જાન્યુઆરી માસ પૂર્ણ થયો નથી અને ઠંડીનો પારો પણ સતત ગગડી રહ્યો છે. દિલ્હી સહિત દેશભરમાં કડકડતી ઠંડી કહેર વરસાવી રહી છે. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમ કે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, મહાબલેશ્વર, પુણે, મુંબઇ, નાસિકમાં પણ મહત્તમ તાપમાન સામાન્યથી 6-8 ડિગ્રી નીચે છે.
આ પણ વાંચો - Omicron: જેટલું ઝડપથી વધ્યું ઓમિક્રોનનું સંક્રમણ, તેટલું જ ઝડપથી ઘટ્યું પણ! જાણો ક્યારે ખતમ થશે કહેર
શા માટે પડી રહી છે કડકડતી ઠંડી?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર ભારતમાં શિયાળા અને તેની ઘનતા પર પડે છે. પૂર્વ તરફનો પવન વરસાદ અથવા બરફવર્ષાને અસર કરે છે. 26 જાન્યુઆરી સુધી ભારતમાંથી 7 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા હતા. જેના પરિણામે ઉત્તર મહારાષ્ટ્રમાં તોફાન અને તમિલનાડુમાં ભારે વરસાદ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતમાં પ્રવેશતાની સાથે જ ઉત્તર તરફથી ઠંડા પવનો નીચલા અક્ષાંશોમાં ચાલવા લાગે છે, જેની અસર તેલંગાણા અને મહારાષ્ટ્રમાં જોવા મળી હતી. આ કારણે હવામાન ઠંડુ અને શીત લહેરની સ્થિતિ સર્જાઇ છે. આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10 દિવસ માટે અલગ થઈ ગયું હતું, જેના કારણે જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહારમાં ઠંડી 11થી 20 જાન્યુઆરી વચ્ચે વધુ પડી હતી.
ઠંડી પર વરસાદી અસર
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં બરફવર્ષા અને થોડો વરસાદ સામાન્ય બાબત છે. પરંતુ આ વખતે જાન્યુઆરીમાં દેશભરમાં વરસાદ વરસ્યો હતો. જેમાં મિઝોરમ, ત્રિપુરા, ગોવા, કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપને બાદ કરતાં સમગ્ર ભારતમાં ભરશિયાળે વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો - UP election: જાટ નેતાઓ સાથે વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યું- જયંત ભાઇએ ખોટું ઘર પસંદ કરી લીધુ
દિલ્હીમાં તૂટ્યો 122 વર્ષનો રેકોર્ડ
દિલ્હીમાં આ વખતે જાન્યુઆરીમાં વરસાદની દ્રષ્ટિએ 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. એટલું જ નહીં આ વખતે સામાન્ય શિયાળા કરતા ધુમ્મસ પણ ઓછું રહ્યું છે. દિલ્હીમાં સામાન્ય રીતે ડિસેમ્બરમાં 278 કલાકનું ધુમ્મસ જોવા મળે છે, જેમાં વિઝિબિલિટી ઘટીને 1,000 મીટરથી પણ ઓછી થઈ જાય છે. આ ધુમ્મસનો સમય 26 દિવસ સુધી હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બર 2021માં 22 દિવસમાં માત્ર 75 કલાક ધુમ્મસ હતું. જે 1982 પછીનું સૌથી ઓછું છે. એટલું જ નહીં જાન્યુઆરીમાં પણ 292 કલાકની સરખામણીમાં આ વખતે માત્ર 252 કલાકનું ધુમ્મસ જોવા મળ્યું હતું. જે 2008 બાદ સૌથી ઓછું હતું.
કૃષિક્ષેત્રમાં મોટું નુકસાન
ખેડૂતોનું કહેવું છે કે, કાતિલ ઠંડી અને વરસાદના કારણે પાકમાં ફંગસ થઇ ગઇ છે, જેના કારણે મોટા પાયે પાકને નુકસાન થયું છે. નાસિકમાં દ્રાક્ષ, મધ્ય પ્રદેશમાં ચણા અને રાજસ્થાનમાં સરસવના પાક પર વરસાદની ખરાબ અસર પડી છે.