Congress YouTube : કોંગ્રેસની યુટ્યુબ ચેનલ થઈ Delete, પાર્ટીએ ખુદ આપી જાણકારી
News18 Gujarati Updated: August 24, 2022, 7:46 PM IST
કોંગ્રેસની યુટ્યુબ ચેનલ ડિલીટ
નવી દિલ્હીઃ કોંગ્રેસની યુટ્યુબ ચેનલ (Congress YouTube channel Delete) અચાનક ડીલીટ કરવામાં આવી છે. પાર્ટીએ આ અંગે માહિતી આપી છે. કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંનેનો સંપર્ક કર્યો છે અને ચેનલને કેમ ડિલીટ કરવામાં આવી તે જાણવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી ચેનલને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારી યુટ્યુબ ચેનલ 'ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ'ને ડિલીટ કરી દેવામાં આવી છે. અમે આને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ટીમ આ અંગે યુટ્યુબ અને ગૂગલ સાથે વાતચીત કરી રહી છે. આ ટેકનિકલ ખામી છે કે કોઈ કાવતરું છે તેની તપાસ ચાલી રહી છે. આશા છે કે અમે પાછા આવીશું.
'
ભારત જોડો યાત્રા' પહેલા યુટ્યુબ ચેનલ ડિલીટઆ પહેલા દેશના ઘણા મોટા નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે, કોઈ પાર્ટીની યુટ્યુબ ચેનલ ડિલીટ કરવામાં આવી હોય. હાલ તેનું કારણ સ્પષ્ટ નથી અને તપાસ ચાલી રહી છે. જોકે હેકિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.
આ પણ વાંચો -
VIDEO: દેશી જુગાડથી બચાવ્યું ખેડૂતનું 'ડ્રીમ હોમ', 500 ફૂટ દૂર ખસેડવામાં આવી રહ્યું ઘર
કોંગ્રેસની યુટ્યુબ ચેનલ એવા સમયે ડિલીટ કરવામાં આવી છે જ્યારે પાર્ટી દેશભરમાં તેની ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થશે અને આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થતી જમ્મુ-કાશ્મીરમાં પૂરી થશે. જેનું નેતૃત્વ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી કરશે.
Published by:
kiran mehta
First published:
August 24, 2022, 7:43 PM IST