કોરોના સામેના જંગમા ઇઝરાયેલની મોટી જીત! દેશમાં હવે માસ્ક પહેરવું જરૂરી નહીં

News18 Gujarati
Updated: April 19, 2021, 12:32 PM IST
કોરોના સામેના જંગમા ઇઝરાયેલની મોટી જીત! દેશમાં હવે માસ્ક પહેરવું જરૂરી નહીં
ફાઇલ તસવીર.

ઇઝરાયેલે રસી પ્રાપ્ત કરવરા માટે લાયક કુલ વ્યક્તિઓમાંથી 80 ટકા લોકોને વેક્સીન આપી દીધી, છૂટછાટ છતાં કોરોનાના કેસમાં ઉછાળો નહીં.

  • Share this:
તેલ અવીવ: એક બાજુ કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં હાહાકાર માચાવી રહ્યો છે ત્યારે ઇઝરાયેલ (Israel)માંથી સારા સમાચાર આવ્યા છે. ઇઝરાયેલે એક વર્ષ પછી હવે ઘરમાંથી બહાર નીકળવા માટે ફરજિયાત માસ્ક (Mandatory mask rule) પહેરવાનો નિયમ હટાવી દીધો છે. દેશમાં રસી મેળવવા માટે લાયક 80 ટકા જનતાને કોરોનાની વેક્સીન લગાવી દીધા બાદ ઈઝરાયેલ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. ઇઝરાયેલ તરફથી રવિવારે ફરજિયાત માસ્કના નિયમને રદ કરાયો હતો. આ પગલાને ઇઝરાયેલની કોરોના સામે મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

ઇઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રી યૂલી ઇડેલસ્ટેઇને ગુરુવારે કહ્યુ કે, ઇઝરાયેલમાં વેક્સીન લગાવ્યા બાદ કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઓછું થઈ ગયું છે. આથી હવે પ્રતિબંધોમાં છૂટ આપવાનું શક્ય બન્યું છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે, હાલ ઑફિસની અંદર માસ્ક પહેરી રાખવું પડશે.

આ પણ વાંચો: Oximeter: શું છે ઓક્સીમીટર? તેનાથી શું થઈ શકે? શા માટે ઘરમાં હોવું જરૂરી છે? 

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે 93 લાખની વસ્તી ધરાવતા ઇઝરાયેલમાં અત્યારસુધી 50 લાખ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. વેક્સીન લગાવવાને કારણે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા અને મોતના આંકડા ઓછા થઈ ગયા છે. દેશના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂએ ફાઇઝરને મેડિકલ ડેટા જાહેર કરવાની શરતે મોટી સંખ્યામાં કોરોના વેક્સીન મેળવી હતી. ઈઝરાયેલ કોરોના વેક્સીનના પ્રભાવનો ડેટા હાલ ફાઇઝરને આપી રહ્યું છે.

આ પણ વાંચો: દાઝ્યા પર ડામ: ગોંડલમાં માતાની કોરોનાની સારવાર માટે ઉછીના લીધેલા ત્રણ લાખ રૂપિયા ચોરાઈ ગયા
આ પણ વાંચો: નવસારી: કેરી ચોરવા જેવી સામાન્ય બાબતે જૂથ અથડામણ, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર હુમલો

ખૂબ જ ઓછા કેસ આવી રહ્યા છે સામે

કોરોના વેક્સીન લગાવવાને પગલે ઇઝરાયેલમાં હાલત ખૂબ બદલી ગઈ છે. જાન્યુઆરીના મધ્ય ભાગમાં જ્યારે ઇઝરાયેલમાં દરરોજ 10 હજાર કેસ સામે આવી રહ્યા હતા ત્યારે હવે ફક્ત 200 કેસ સામે આવે છે. આથી જ ઇઝરાયેલ તરફથી પ્રતિબંધોમાં ખૂબ છૂટ આપવામાં આવી છે. જોકે, નિયમોમાં છૂટ પછી પણ કોરનાના ખૂબ ઓછા કેસ સામે આવી રહ્યા છે. જોકે, વિદેશમાંથી ઇઝરાયેલ આવી રહેલા લોકો પર કડક નિયંત્રણ ચાલુ જ રહેશે.
Published by: Vinod Zankhaliya
First published: April 19, 2021, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading