દિલ્હી પોલીસનું સરાહનીય કાર્ય, ગર્ભવતી મહિલાને પ્લાઝમા ડોનેટ કરીને બે જિંદગી બચાવી


Updated: May 13, 2021, 9:49 PM IST
દિલ્હી પોલીસનું સરાહનીય કાર્ય, ગર્ભવતી મહિલાને પ્લાઝમા ડોનેટ કરીને બે જિંદગી બચાવી
પ્રતિકાત્મક તસવીર

27 વર્ષીય ગર્ભવતી મહિલાને પ્લાઝમાની આવશ્યકતા હોવાની જાણ થતા, જીવન રક્ષક ટીમે સબ ઈનસ્પેક્ટર આકાશદીપનો સંપર્ક કર્યો હતો.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના (delhi police) સબ ઈન્સ્પેક્ટર (sub Inspector) આકાશદીપે એક ગર્ભવતી મહિલાને (pregnant woman) પ્લાઝમા ડોનેટ (plasma donet) કર્યા હતા. મહિલા 21 સપ્તાહના ગર્ભ સાથે ગર્ભવતી હતી અને મહિલા ગત સપ્તાહે કોરોના સંક્રમિત થઇ હતી. દિલ્હી પોલીસ અધિકારી કે જે જીવન રક્ષક પ્રોજેક્ટ હેઠળ કામ કરે છે, તેમણે ગર્ભવતી મહિલાને પ્લાઝમાની જરૂર હોવાનું ટ્વિટ જોતા જ પોલીસે ગર્ભવતી મહિલાને પ્લાઝમા ડોનેટ કર્યો હતો.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસે તે પરિવારનો સંપર્ક કર્યો અને તેમની જરૂરિયાત વિશે પૂછપરછ કરી. 27 વર્ષીય ગર્ભવતી મહિલાને પ્લાઝમાની આવશ્યકતા હોવાની જાણ થતા, જીવન રક્ષક ટીમે સબ ઈનસ્પેક્ટર આકાશદીપનો સંપર્ક કર્યો હતો. તેઓ નોર્થ દિલ્હીમાં રૂપનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. દિલ્હી પોલીસે ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં આ વાતની જાણકારી આપી છે.

આ વાતની જાણ થતા આકાશદીપ તાત્કાલિક તે ગર્ભવતી મહિલાની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. મહિલા ઉત્તમ નગર વિસ્તારની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આકાશદીપે 10 મેના રોજ ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યા હતા અને તે મહિલાના પતિ તથા પરિવારના સભ્યોને મળીને મહિલા જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. મહિલાના પરિવારજનોએ આકાશદીપનો આભાર માન્યો હતો અને દિલ્હી પોલીસના આ સરાહનીય કાર્યની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

દિલ્હી પોલીસે કોરોના વાયરસની બીજી લહેરમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે અનેક પહેલની શરૂઆત કરી છે. કોરોના વાયરસની દિલ્હીમાં સૌથી વધુ અસર જોવા મળી છે.આ પણ વાંચોઃ-આણંદઃ રોયલ ફાર્મ હાઉસમાં DJ અને ડાન્સ સાથે જામેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 9 યુવક અને ચાર ડાન્સર યુવતીઓ ઝડપાઈ

આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે પોલીસ અધિકારીઓને કોરોનાના કપરા સમયમાં લોકોને મદદ કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. તે પહેલાથી અને ત્યારથી અનેક પોલીસ અધિકારીઓ પ્લાઝમા, ઓક્સિજન સિલિન્ડર અને અન્ય પ્રકારની વ્યવસ્થા કરવા માટે આગળ આવ્યા છે.દિલ્હી પોલીસે ઓથેન્ટિકેશન બાદ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પ્લાઝમા ડોનરની એક ડિજિટલ બેન્ક પણ બનાવી છે. મહામારી શરૂઆતથી જ દિલ્હીમાં કોરોનાની ખૂબ જ ખરાબ અસર જોવા મળી છે. હાલમાં જે કોરોનાને કારણે પરિસ્થિતિ જોવા મળે છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજનની માંગ કરવામાં આવે છે.
First published: May 13, 2021, 9:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading