કોરોના વચ્ચે અમેરિકામાં હવે RS વાયરસના દસ્તક, બાળકો થઈ રહ્યા છે શિકાર; જાણો લક્ષણ

News18 Gujarati
Updated: August 3, 2021, 1:25 PM IST
કોરોના વચ્ચે અમેરિકામાં હવે RS વાયરસના દસ્તક, બાળકો થઈ રહ્યા છે શિકાર; જાણો લક્ષણ
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Coronavirus in US: અમેરિકામાં RSVના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ગત મહિને આ કેસમાં ખૂબ વધારો થયો છે.

  • Share this:
વૉશિંગટન: કોરોના વાયરસ (Coronavirus cases in US)ના વધી રહેલા કેસ વચ્ચે અમેરિકામાં નવી આફત રેસ્પિરેટરી સિન્શિયલ વાયરસે (RSV) દસ્તક દીધા છે. આ બીમારી ખૂબ ઝડપથી ફેલાય છે, જે બે અઠવાડિયાથી લઈને 17 વર્ષ સુધીની ઉંમરના બાળકોના શિકાર બનાવી શકે છે. અમેરિકામાં સ્વાસ્થ્ય અધિકારીઓએ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant)ના વધી રહેલા કેસ સામે ચિંતા વ્યક્ત કરી છે. હાલ તબીબોને એવી ચિંતા સતાવી રહી છે કે, બાળકોમાં જો કોરોના વાયરસના કેસ વધશે તો શું કરીશું?

ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટમાં સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડાનો હવાલો આપીને લખવામાં આવ્યું છે કે, RSVના કેસ જૂનથી ધીમે ધીમે વધ્યા છે. ગત મહિને તેની ટકાવારી ખૂબ વધારે રહી હતી. RSVનો શિકાર બનવા પર નાક ટપકવું, ખાંસી આવવી, છીંક અને તાવ જેવા લક્ષણો નજરે પડે છે. હ્યૂસ્ટન સ્થિત ટેક્સાસ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં પીડિયાટ્રિશિયન ડૉક્ટર હેદર હકે કહ્યુ ટ્વીટ કરીને કહ્યુ કે, "અનેક દિવસો સુધી શૂન્ય અથવા ખૂબ ઓછા કેસ બાદ હવે નવજાત અને બાળકો કોવિડનો શિકાર બનીને હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ સંખ્યા દરરોજ વધી રહી છે."

આ પણ વાંચો: સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના આંકડા કર્યાં જાહેર, 24 કલાકમાં 422 મોત, જાણો રાજ્યવાર સ્થિતિ 

ન્યૂયૉર્ક ટાઇમ્સના આંકડા પ્રમાણે ગત બે અઠવાડિયામાં અમેરિકામાં નવા કોરોના વાયરસના સંક્રમણના કેસ 148 ટકા વધ્યા છે. જ્યારે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા 173 ટકા વધી છે. અમેરિકામાં ખૂબ જ ઝડપથી વધી રહેલા પોઝિટિવ કેસના ગ્રાફ પાછળ ડેલ્ટા વેરિએન્ટ હોવાનું કહેવામાં આવે છે. સાથે જ અનેક રાજ્યમાં ધીમે ચાલી રહેલા રસીકરણને પણ આ માટે જવાબદાર ગણવામાં આવે છે.

આ પણ વાંચો: 'સોનાની કિંમત પાંચ વર્ષમાં તમામ રેકોર્ડ તોડશે, 10 ગ્રામનો ભાવ 90,000 રૂપિયા થશે'


ભારતમાં રસીકરણ


ભારતમાં ઝડપથી બાળકોમાં રસીકરણ શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમુક રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ છે કે, કેન્દ્ર આગામી મહીને બાળકોને કોવિડ-19ની રસી આપવાની શરૂઆત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંક્રમણની ચેન રોકવા માટે ફરીથી સ્કૂલો શરૂ કરાની દીશામાં આ મોટું પગલું હશે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા બંને બાળકોની રસી પર કામ કરી રહ્યાં છે.
Published by: Vinod Zankhaliya
First published: August 3, 2021, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading