ભારતને કોરોનાના વમળમાંથી બહાર કાઢી શકે છે ફીલ્ડ હૉસ્પિટલ, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: April 20, 2021, 8:24 AM IST
ભારતને કોરોનાના વમળમાંથી બહાર કાઢી શકે છે ફીલ્ડ હૉસ્પિટલ, જાણો કેવી રીતે
પ્રતીકાત્મક તસવીર

યૂએઈ અને મીડલ ઈસ્ટ સહિતના દેશોએ ફીલ્ડ હૉસ્પિટલો બનાવીને કોરોના સામેની લડાઈનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  • Share this:
નવી દિલ્હી: ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેર (Second Wave Of Covid-19)નો સામનો કરી રહ્યું છે. હૉસ્પિટલમાં બેડ નથી, ઑક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir injection)ની પણ અછત છે. અનેક રાજ્યમાં કોરોનાને કારણે અવ્યવસ્થાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ વચ્ચે સામાન્ય માણસ (Comman man) ફફડી ગયો છે. કોરોના સામે લડવા (Fight againt coronavirus) માટે હાલ વેક્સીનેસન પણ જોરશોરથી ચાલુ રહ્યું છે. બીજી તરફ નિષ્ણાતો પણ કોરોનાનું સંક્રમણ કેવી રીતે રોકવું તેના પ્રયાસમાં લાગ્યા છે. મહામારીમાં નિષ્ણાતો પરંપરાગત રસ્તાઓ ઉપરાંત અન્ય ઉપાયો પણ સૂચની રહ્યા છે. એવામાં કોરોના મહામારીના વમળમાંથી બહાર નીકળવા માટે ફીલ્ડ હૉસ્પિટલો ( Field Hospital)ની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે.

કોરોના મહામારી વકરવાને કારણે પહેલેથી જ અન્ય બીમારીથી પીડિત દર્દીઓને ખૂબ તકલીફ પડી રહી છે. બીજી તરફ હૉસ્પિટલમાં જગ્યા ન હોવાથી નવી મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે આવા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ પહેલાથી જ ઓછી હોય છે. તેઓ પહેલાથી જ કોઈ અન્ય બીમારી સામે લડી રહ્યા હોય છે અને કોરોના બાદ જો સમયસર સારવાર ન મળે તો વધારે મુશ્કેલ થઈ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: પતિએ ચપ્પુની અણીએ પત્ની પાસે સુસાઇડ નોટ લખાવી લીધી, તસવીર સસરાને મોકલી

યૂએઈ સહિત મિડલ ઈસ્ટના અનેક દેશોએ બનાવી ફીલ્ડ હૉસ્પિટલ

ઇન્ડિયન એક્સપ્રેસમાં બે નિષ્ણાતોએ એક લેખ લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ભારતે હાલ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ફીલ્ડ હૉસ્પિટલોનો રસ્તો અપનાવવો જોઈએ. આવી હૉસ્પિટલો ઝડપથી ઊભી કરી શકાય છે અને ગંભીર દર્દીઓની મુશ્કેલી ઓછી કરી શકાય છે. યૂએઈ અને મીડલ ઈસ્ટ સહિતના દેશોએ ફીલ્ડ હૉસ્પિટલો બનાવીને કોરોના સામેની લડાઈનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: લફરાબાજ પતિથી કંટાળી પત્નીનો નાના પુત્ર સાથે નદીમાં કૂદી આપઘાતભારતમાં ફીલ્ડ હૉસ્પિટલોની સંખ્યા ઓછી

ભારતમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન આવી અસ્થાયી હૉસ્પિટલો બનાવવામાં આવી હતી. જોકે, મીડલ ઈસ્ટની ફીલ્ડ હૉસ્પિટલોમાં વધારે સુવિધા હતી. આવી વ્યવસ્થિત હૉસ્પિટલો શહેરના બહારના ભાગમાં થોડા સમયમાં તૈયાર કરી શકાય છે. જેનાથી શહેરની અન્ય હૉસ્પિટલો પર ભારણ ઓછું થશે. સાથે જ શહેરમાં સંક્રમણનો ડર પણ ઓછો થશે.

આ પણ વાંચો: માસ્કને લઈને મહિલાની પોલીસ સાથે બબાલ, 'હું તો આને કિસ કરીશ, આવી ગયા ભિખારી...'

ફીલ્ડ હૉસ્પિટલોનું ઉત્તમ ઉદારણ યૂએઈએ રજૂ કર્યું છે. ખલીઝ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે દુબઈ હેલ્થ ઑથોરિટીના ડાયરેક્ટર જનરલ હુમૈદ અલ કુતામીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દુબઈમાં બે ફીલ્ડ હૉસ્પિટલ બનાવવામાં આવી હતી. દરેક હૉસ્પિટલમાં ચારથી પાંચ હજાર બેડની વ્યવસ્થા હતી. એટલે કે ફક્ત બે જ હૉસ્પિટલમાં 10 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત દુબાઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ત્રણ હજાર બેડની હૉસ્પિટલમાં બદલી દેવાયું હતું.

આ પણ વાંચો: 'મારે સારું હતું ત્યારે મેં બધાની મદદ કરી, હવે કોઈ મારી મદદ કરતું નથી,' રાજકોટમાં કારખાનેદારનો આપઘાત

ભારતમાં પ્રયાસ શરૂ

આ દરમિયાન ભારતમાં પણ આવા પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોનાની સારવાર માટે ડીઆરડીઓ તરફથી દિલ્હી અને અમદાવાદ ખાતે હૉસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. અમદાવાદ ખાતે 900 બેડની હૉસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં પણ આવી એક હૉસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. આ સાથે જ રક્ષા મંત્રાલયે લખનઉમાં આવી બે અસ્થાયી હૉસ્પિટલ ઊભી કરવાનો આદેશ કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે કોરોનાની બીજી લહેર એટલી પ્રચંડ છે કે ફીલ્ડ હૉસ્પિટલોની વધારે જરૂર છે. સામાન્ય હૉસ્પિટલો પર ઊભા થયેલા ભારણને ફિલ્ડ હૉસ્પિટલોથી ઘટાડી શકાય છે. આવું કરીને મોટી સંખ્યામાં લોકોનો જીવ પણ બચાવી શકાય છે.
Published by: Vinod Zankhaliya
First published: April 20, 2021, 8:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading