…તો ‘ભારતીય’ બનશે UKના PM, Boris Johnson પર રાજીનામાનું દબાણ, ઋષિ સુનક રેસમાં સૌથી આગળ

News18 Gujarati
Updated: January 14, 2022, 9:42 AM IST
…તો ‘ભારતીય’ બનશે UKના PM, Boris Johnson પર રાજીનામાનું દબાણ, ઋષિ સુનક રેસમાં સૌથી આગળ
ઋષિ સુનક હાલ બ્રિટનના નાણામંત્રી છે. (AP)

Who could replace UK PM Boris Johnson: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની મુશ્કેલી વધતી જ જાય છે. વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન લાગેલા લોકડાઉન (lockdown)માં ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં પાર્ટી કરવા અંગે તેમના પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે. જોનસને હવે આ બાબતે ખેદ વ્યક્ત કરતા પહેલીવાર સ્વીકાર્યું છે કે તેઓ પાર્ટીમાં હાજર હતા.

  • Share this:
લંડન. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની મુશ્કેલી વધતી જ જાય છે. વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન લાગેલા લોકડાઉનમાં ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં પાર્ટી કરવા અંગે તેમના પર રાજીનામાનું દબાણ (Who could replace UK PM Boris Johnson) વધી રહ્યું છે. વિપક્ષ જોનસનને વડાપ્રધાન પદ છોડવાની માગણી કરી રહ્યા છે. આ દરમ્યાન બ્રિટનની એક પ્રમુખ speculative (અનુમાનિત) કંપની ‘બેટફેયર’એ દાવો કર્યો છે કે સંકટથી ઘેરાયેલા બોરિસ જોનસન (Boris Johnson) ટૂંક સમયમાં જ વડાપ્રધાન તરીકે રાજીનામું આપી દેશે. ત્યારબાદ ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનક (Rishi Sunak) તેમની જગ્યા લઈ શકે છે.

બેટફેયરે કહ્યું કે મે 2020માં કોવિડ-19 લોકડાઉન દરમિયાન વડાપ્રધાન કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટમાં થયેલી ડ્રિંક પાર્ટીને લઈને થયેલા ખુલાસાને જોતાં 57 વર્ષીય જોનસન પર ફક્ત વિપક્ષ નહીં, પણ તેમની પોતાની પાર્ટી તરફથી પણ રાજીનામાનું દબાણ વધી રહ્યું છે.

‘બેટફેયર’ના સેમ રોસબોટમે ‘વેલ્સ ઓનલાઈન’ને જણાવ્યું કે જોનસનના હટ્યા બાદ ઋષિ સુનકની વડાપ્રધાન બનવાની શક્યતા સૌથી વધારે છે. એ પછી લિઝ ટ્રૂસ (વિદેશ મંત્રી) અને માઈકલ ગોવ (કેબિનેટ મંત્રી)નું સ્થાન આવે છે. જો કે, આ રેસમાં પૂર્વ વિદેશ મંત્રી જેરેમી હન્ટ, ભારતીય મૂળના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ, સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદ અને કેબિનેટ મંત્રી ઓલીવર ડાઉડેન પણ સામેલ છે.

આ પણ વાંચો: Corona અને Influenzaથી એક સાથે સંક્રમિત થાઓ તો શું થશે? WHOએ આપ્યો આ જવાબ

શું છે મામલો?

જોનસનના મુખ્ય ખાનગી સચિવ માર્ટિન રેનોલ્ડ્સ દ્વારા કેટલાક લોકોને કથિત રીતે પાર્ટી માટે મેઈલ કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે દેશમાં કોવિડ-19 સંક્રમણનો ફેલાવો રોકવા માટે જાહેર કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ હતો. જોનસને હવે આ બાબતે ખેદ વ્યક્ત કરતા પહેલીવાર સ્વીકાર્યું છે કે તેઓ પાર્ટીમાં હાજર રહ્યા હતા.બોરિસ જોનસને માફી માંગી હતી

વડાપ્રધાનના નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં યોજાયેલી પાર્ટીનો ઇન્વિટેશન મેઈલ લીક થયા બાદ વિપક્ષી લેબર પાર્ટી તેમજ તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો તફથી પણ જોનસન પર ઘણું દબાણ છે. આ બાબતે અફસોસ વ્યક્ત કરતાં તેમણે પહેલીવાર સ્વીકાર્યું કે તેઓ પાર્ટીમાં સામેલ થયા હતા. જોનસને કહ્યું કે તેમને લાગ્યું કે આ તેમના કાર્ય-સંબંધિત આયોજનની મર્યાદામાં છે.

આ પણ વાંચો: Video: ઇમરાન ખાને condom પર લગાવ્યો ટેક્સ, બિલાવલ ભુટ્ટો ભડક્યા કહ્યું, ‘ખેલાડી’ પાસે આવી અપેક્ષા ન હતી!

વડાપ્રધાનના સાપ્તાહિક પ્રશ્ન સત્ર પહેલા સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં પોતાના નિવેદનમાં જોનસને કહ્યું, 'હું માફી માંગવા ઈચ્છું છું. હું જાણું છું કે આ દેશમાં લાખો લોકોએ છેલ્લા 18 મહિનામાં અસાધારણ બલિદાન આપ્યા છે.’

તેમણે કહ્યું, ‘હું જાણું છું કે તેઓ મારા અને મારા નેતૃત્વવાળી સરકાર વિશે શું અનુભવે છે. જ્યારે તેઓ વિચારે છે કે જે લોકો નિયમો બનાવે છે તેઓ પોતે જ ડાઉનિંગ સ્ટ્રીટમાં નિયમોનું યોગ્ય રીતે પાલન નથી કરી રહ્યા. હું વર્તમાન તપાસના પરિણામો અંગે પૂર્વાનુમાન નથી કરી શકતો, પરંતુ હું સારી રીતે સમજું છું કે અમે અમુક બાબતોને યોગ્ય રીતે લીધી નથી અને મારે જવાબદારી લેવી જોઈએ.’
Published by: Nirali Dave
First published: January 14, 2022, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading