Fact Check: કોરોનાની રસી લીધાનાં બે વર્ષમાં થશે મોત? જાણો 'નોબલ વિજેતા'નાં વાયરલ દાવાની હકીકત

News18 Gujarati
Updated: May 26, 2021, 8:31 AM IST
Fact Check: કોરોનાની રસી લીધાનાં બે વર્ષમાં થશે મોત? જાણો 'નોબલ વિજેતા'નાં વાયરલ દાવાની હકીકત
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં ફ્રેન્ચ નોબેલ વિજેતાને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના રસી મેળવનારા લોકો 2 વર્ષમાં મરી જશે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં ફ્રેન્ચ નોબેલ વિજેતાને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના રસી મેળવનારા લોકો 2 વર્ષમાં મરી જશે.

  • Share this:
Covid Vaccine Fact Check: ભારત સરકાર કોરોના વાયરસ રોગચાળાને હરાવવા રસીકરણને વેગ આપી રહી છે. બીજી તરફ, કેટલાક લોકો રસીકરણ અંગે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં ફ્રેન્ચ નોબેલ વિજેતાને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના રસી મેળવનારા લોકો 2 વર્ષમાં મરી જશે. સરકારી સંસ્થા પીઆઈબીએ આની તપાસ કરીને જણાવ્યું છે કે, રસી સંપૂર્ણપણે સલામત છે, આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

નોબેલ વિજેતા અને ફ્રેન્ચ વાયરોલોજિસ્ટ લ્યૂક મોન્ટેનીયરને ટાંકીને એક સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યાં છે. વાયરલ મેસેજમાં લખ્યું છે- 'જેમને રસી લીધી છે તે બધા બે વર્ષમાં મરી જશે. નોબેલ વિજેતા લ્યૂક મોન્ટાનીઅરએ પુષ્ટિ કરી છે કે, જેમને આ રસી આપવામાં આવી છે તેઓ બચી નહીં શકે.



આ તસવીરમાં ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા લ્યૂક મોન્ટેનીયરને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોઇપણ વેક્સીન લેનાર વ્યક્તિની બચવાની કોઇ સંભાવના નથી. ભારત સરકારના પત્ર માહિતી કાર્યાલયે આ દાવાને પાયાવિહોણા ગણાવ્યો છે. સરકારે કહ્યું છે કે, કોવિડ-19 રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. સરકારે લોકોને આવી સામગ્રી ફેલાવવાનું ટાળવાની વિનંતી કરી છે.

26 મેએ ઉજવાશે Buddha Purnima, કેમ આ દિવસ છે ખાસ અને જાણો તેનો ઇતિહાસ

અમદાવાદ: અકસ્માત બાદ પત્નીને મોં પર નિશાન રહી જતા પતિએ કહ્યું, "તું મને નથી ગમતી છૂટાછેડા આપી દે"

ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) એ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ અંગેના સમાચારોની ચકાસણી કરવા માટે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ તરીકે ઓળખાતું 'ફેક્ટ ચેક યુનિટ' બનાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, આ તસવીર સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં નોબેલ વિજેતાને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે. કોરોના રસીકરણના બે વર્ષમાં મૃત્યુનો દાવો નકલી છે. કોરોના રસી સંપૂર્ણપણે સલામત છે. આ તસવીરને ફોરવર્ડ કરશો નહીં.
Published by: Kaushal Pancholi
First published: May 26, 2021, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading