COVID-19 India: દેશમાં કોરોના સંક્રમણના 20,799 નવા કેસ, 180 દર્દીનાં મોત

News18 Gujarati
Updated: October 4, 2021, 10:08 AM IST
COVID-19 India: દેશમાં કોરોના સંક્રમણના 20,799 નવા કેસ, 180 દર્દીનાં મોત
ભારતમાં હાલમાં 2,64,458 એક્ટિવ કેસ છે. (પ્રતીકાત્મક તસવીર)

India Fights Corona: ભારતમાં કોરોના એક્ટિવ કેસમાં ધરખમ ઘટાડો, 42 દિવસમાં રવિવારે સૌથી ઓછું રસીકરણ

  • Share this:
Coronavirus Latest Updates, 04 October 2021: છેલ્લા 24 કલાકમાં કેરળમાં (Kerala Corona Cases) 12 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે 74 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તો મહારાષ્ટ્રમાં (Maharashtra Pandemic Updates) એક દિવસમાં 2692 નવા કેસ નોંધાયા છે અને 41 દર્દીનાં મોત થયા છે. આ બે રાજ્યોના કારણે જ દેશમાં સંક્રમણનો આંક (India Corona Cases) 20 હજારને પાર થયો છે. બીજી તરફ, ગુજરાતમાં પણ સંક્રમણના કેસોમાં (Covid-19 in Gujarat) થોડો વધારો નોંધાયો છે. સુરતમાં કેસો (Surat Corona Cases) વધતા તંત્ર તકેદારીના પગલા રૂપે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી રહ્યું છે.

ભારતમાં 24 કલાકમાં 180 દર્દીએ જીવ ગુમાવ્યો

સોમવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,799 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 180 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,34,702 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 90,79,32,861 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,46,176 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 31 લાખ 21 હજાર 247 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 26,718 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,64,458 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,48,997 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 3 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,42,52,400 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 9,91,676 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ મહદઅંશે કાબૂમાં છે.


આ પણ વાંચો, કોવિડ સંક્રમિત લોકોએ કિડનીના સ્વાસ્થ્ય વિશે વધુ સાવચેત રહેવું: નિષ્ણાતોની સલાહગુજરાતમાં એક દિવસમાં 23 લોકો સંક્રમિત

ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 23 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં કુલ રસીના કુલ 6,14,44,354 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો, કોરોના બાદ ઝીકા વાયરસનું જોખમ, જાણો શું છે તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

ગુજરાતમાં 3 ઓક્ટોબર 2021ની સાંજે 29 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 27 કેસ ફક્ત 4 જિલ્લા અને 3 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 06, સુરત શહેરમાં 8, સુરત જિલ્લામાં 3, વલસાડમાં 3, ખેડામાં 1, નવસારીમાં 1, વડોદરા શહેરમાં 1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ફક્ત 180 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 176 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 740 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.
Published by: Mrunal Bhojak
First published: October 4, 2021, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading