34 વર્ષીય દીકરી પિતાની સળગતી ચિતામાં કૂદી ગઈ, કોરોનાથી થયું હતું નિધન

News18 Gujarati
Updated: May 5, 2021, 3:56 PM IST
34 વર્ષીય દીકરી પિતાની સળગતી ચિતામાં કૂદી ગઈ, કોરોનાથી થયું હતું નિધન
પ્રતીકાત્મક તસવીર

પોલીસે જણાવ્યું કે, મૃતકની અંતિમવિધિ કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક તેની ત્રણ દીકરીમાંથી સૌથી યુવા ચંદ્રા શારદા ચિતામાં કૂદી ગઈ હતી.

  • Share this:
બાડમેર: રાજસ્થાન (Rajasthan)માંથી ખૂબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે. અહીં એક 34 વર્ષીય યુવતી તેના પિતાની સળગી રહેલી ચિતા (Daughter jumps on father funeral pyre)માં કૂદી પડી હતી. યુવતીના પિતાનું કોરોના બીમારીને કારણે નિધન થયું હતું. પિતાની સળગતી ચિતામાં કૂદી જવાને પગલે યુવતીને ઈજા પહોંચી હતી. યુવતીને 70% જેટલી ઈજા (Burn injuries) પહોંચી છે. તેણીને વધુ સારવાર માટે જોધપુર (Jodhpur) ખાતે ખસેડવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે મૃતકની સૌથી યુવા દીકરી આગ્રહ કરીને અંતિમસંસ્કાર વિધિ વખતે હાજર રહી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 73 વર્ષીય દામોદારદાસ શારદા (Damodardas Sharda)નું રાજસ્થાનના બાડમેર જિલ્લાની એક હૉસ્પિટલ ખાતે મંગળવારે કોરોનાથી નિધન થયું હતું.

પોલીસે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, શારદાની અંતિમવિધિ કરવામાં આવી રહી હતી ત્યારે તેની ત્રણ દીકરીમાંથી સૌથી યુવા ચંદ્રા શારદા એકાએક સળગતી ચિતામાં કૂદી ગઈ હતી. જોકે, આસપાસના લોકોએ તાત્કાલિક યુવતીને બહાર ખેંચી લીધી હતી. આગમાં કૂદી જવાને પગલે ચંદ્રાને 70% બર્ન ઈજા પહોંચી છે. જે બાદમાં ચંદ્રાને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે બાદમાં યુવતીને વધારે સારવાર માટે જોધપુર ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: સિટી સ્કેન કરવાથી કોઇ જોખમ કે કેન્સર થતું નથી, ડૉક્ટર સલાહ જરૂરી: ડૉક્ટર હેમંત પટેલ 

કોતવાલી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસર પ્રેમ પ્રકાશે જણાવ્યું હતું કે, "દામોદરદાસ શારદાને ત્રણ દીકરી છે. તેમના પત્નીનું નિધન થઈ ચૂક્યુ છે. દામોદરદાસની સૌથી યુવા દીકરી અગ્નિસંસ્કાર વખતે સળગતી આગમાં કૂદી ગઈ હતી."

આ પણ વાંચો: સુરત: વીડિયો કૉલ પર યુવતી અને તેની માતા સામે યુવક નગ્ન થઈ ગયો
આ પણ વાંચો: રાજકોટનો અજીબો કિસ્સો: 'આ તો જીવે છે કહીને સ્વજનો મૃતદેહ સ્મશાનેથી હૉસ્પિટલ પરત લાવ્યા'

બાડમેર નિવાસી દામોદરદાસને રવિવારે બાડમેરની જિલ્લા હૉસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખેડવામાં આવ્યા હતા. અહીં સારવાર બાદ મંગળવારે તેમનું નિધન થયું હતું. પોલીસના કહેવા પ્રમાણે યુવા દીકરીએ આગ્રહ કર્યો હતો કે સ્મશાન ખાતે અંતિમવિધિ દરમિયાન તેણીને હાજર રહેવા દેવામાં આવે.
Published by: Vinod Zankhaliya
First published: May 5, 2021, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading