બજારમાં વેચાશે Covishield અને Covaxin, DCGI એ આપી મંજૂરી, જાણો કેટલી રહી શકે છે કિંમત

News18 Gujarati
Updated: January 27, 2022, 5:52 PM IST
બજારમાં વેચાશે Covishield અને Covaxin, DCGI એ આપી મંજૂરી, જાણો કેટલી રહી શકે છે કિંમત
બન્ને વેક્સીનની કિંમત પ્રતિ ડોઝ 275 રૂપિયા અને અતિરિક્ત સેવા શુલ્ક 150 રૂપિયા હોઇ શકે છે

Covishield and Covaxin in Market price : નિર્ધારિત શરતો પ્રમાણે આ બન્ને વેક્સીન દુકાનો પર મળશે નહીં. પ્રાઇવેટ હોસ્પિટલ અને ક્લિનિક પર જ તેને ખરીદી શકાશે

  • Share this:
નવી દિલ્હી : ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (DCGI) કોવિડ-19ની વેક્સીન કોવિશીલ્ડ (Covishield)અને કોવેક્સીનને (Covaxin) વયસ્ક વસ્તી માટે કેટલીક શરતો સાથે નિયમિત રુપથી વેચાણ માટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ ગુરુવારે આ જાણકારી આપી હતી. નિર્ધારિત શરતો પ્રમાણે આ બન્ને વેક્સીન દુકાનો પર મળશે નહીં. પ્રાઇવેટ હોસ્પિટલ અને ક્લિનિક પર જ તેને ખરીદી શકાશે અને તેને ત્યાં જ આપવામાં આવશે. બન્ને વેક્સીનની કિંમત પ્રતિ ડોઝ 275 રૂપિયા અને અતિરિક્ત સેવા શુલ્ક 150 રૂપિયા હોઇ શકે છે.

રાષ્ટ્રીય ઔષધી મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણને કિંમતને સિમિત રાખવાની દિશામાં કામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કોવેક્સીનની કિંમત 1200 રૂપિયા પ્રતિ ડોઝ છે. જ્યારે કોવિશીલ્ડના એક ડોઝની કિંમત ખાનગી હોસ્પિટલોમાં 780 રૂપિયા છે. કિંમતોમાં 150 રૂપિયાનો સેવા શુલ્ક સામેલ છે. હાલ બન્ને વેક્સીન દેશમાં ફક્ત ઇમજરન્સી ઉપયોગ માટે અધિકૃત છે.

આ પણ વાંચો - Omicron: જેટલું ઝડપથી વધ્યું ઓમિક્રોનનું સંક્રમણ, તેટલું જ ઝડપથી ઘટ્યું પણ! જાણો ક્યારે ખતમ થશે કહેર

NPPA કિંમત ઓછી રાખવા પર કરી રહી છે કામ

કેન્દ્રીય ઓષધિ માનક નિયંત્રણ સંગઠનની કોવિડ-19 પર બનેલી વિશેષજ્ઞ સમિતિએ 19 જાન્યુઆરીએ કેટલીક શરતો સાથે વયસ્ક વસ્તી માટે ઉપયોગ માટે કોવિશીલ્ડ અને કોવેક્સીનને નિયમિત રુપથી બજારમાં ઉતારવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. એક આધિકારિક સૂત્રએ કહ્યું કે એનપીપીએને વેક્સીનની કિંમત સિમિત રાખવાની દિશામાં કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. કિંમત 275 રૂપિયા પ્રતિ ડોઝ અને 150 રૂપિયાના અતિરિક્ત સેવા શુલ્ક સાથે સિમિત રાખવાની સંભાવના છે.

આ પણ વાંચો - Corona: ત્વચા અને પ્લાસ્ટિક સપાટી પર કેટલો સમય જીવી શકે છે Omicron વેરિઅન્ટ? સંશોધનમાં થયો ખુલાસોત્રીજી લહેરની અસરને ઘટાડવામાં રસીકરણનું મુખ્ય યોગદાન

ભારતમાં છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા નવા કેસો અને તેના છેલ્લા સાત દિવસમાં વચ્ચેનું અંતર 25 ટકા છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 7 ટકા છે. સરકારી સૂત્રોએ એમ પણ કહ્યું છે કે દેશમાં રસીકરણના કવરેજથી ત્રીજી લહેરની અસર ઓછી થઈ છે કારણ કે દેશમાં 74 ટકા પુખ્ત વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. કોવિડ -19ના કેસોમાં થયેલા ઘટાડાને સકારાત્મકતા દરમાં ઘટાડા સાથે પણ સમજી શકાય છે. મંગળવારે દેશમાં હાલનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ 15.52 ટકા છે, જે આગલા દિવસે નોંધાયેલા 20.75 ટકાની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછો છે.
Published by: Ashish Goyal
First published: January 27, 2022, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading