ભારતીય સેના બનશે વધારે મજબૂત, રક્ષા અધિગ્રહણ પરિષદે હથિયારો માટે 2290 કરોડ રૂપિયાની મંજૂરી આપી

News18 Gujarati
Updated: September 28, 2020, 7:56 PM IST
ભારતીય સેના બનશે વધારે મજબૂત, રક્ષા અધિગ્રહણ પરિષદે હથિયારો માટે 2290 કરોડ રૂપિયાની મંજૂરી આપી
પ્રતિકાત્મક તસવીર

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે આ નવી રક્ષા ખરીદ પ્રક્રિયાને જાહેર કરી છે

  • Share this:
નવી દિલ્હી : પૂર્વી લદાખમાં (Northern Ladakh)ચીન (China)સાથે ચાલી રહેલા તણાવ અને પાકિસ્તાનની (Pakistan)મદદથી આતંકીઓ દ્વારા સતત થઈ રહેલા ઘુસણખોરીના પ્રયત્નો વચ્ચે ભારત સરકારે ભારતીય સેના (Indian Army)ને ઉપકરણ અને હથિયારોની ખરીદી માટે 2 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમની મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયે (Defence Minister) સોમવારે જણાવ્યું કે રક્ષા અધિગ્રહણ પરિષદે ભારતીય સશસ્ત્ર બળોને વિભિન્ન આવશ્યક ઉપકરણો માટે પૂંજી અધિગ્રહણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. મંત્રાલય તરફથી બતાવવામાં આવ્યું છે કે આ રકમને ઘરેલું ઉદ્યોગ સાથે-સાથે વિદેશી વિક્રેતાઓ પાસેથી પણ ખરીદી કરવામાં આવી શકે છે.

પરિષદે ઇન્ડિયન શ્રેણી અંતર્ગત DACએ Static HF Tans - રિસીવર સેટ અને સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનની ખરીદીને પણ મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલય તરફથી બતાવવામાં આવ્યું છે કે એચએફ રેડિયો સેટ સેના અને વાયુ સેનાના ફીલ્ડ એકમો માટે નિર્બાધ સંચારને સક્ષમ કરશે. આ 540 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ પર ખરીદવામાં આવી રહ્યા છે. આ સિવાય સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનને લગભગ 970 કરોડ રૂપિયાના ખર્ચથી ખરીદવામાં આવશે. આ હથિયારોથી ભારતીય નૌસેના અને વાયુસેનાની તાકાતમાં વધારો થશે. આ સિવાય મોરચા પર અડગ ભારતીય સેનાના જવાનો માટે પરષિદે SIG SAUER અસોલ્ટ રાઇફલ્સની ખરીદી માટે 780 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો - સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું - માર્ચ 2021 સુધી ભારતને મળી શકે છે કોરોના વેક્સીન

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે આ નવી રક્ષા ખરીદ પ્રક્રિયાને જાહેર કરી છે. જેમાં સ્વદેશી ઉત્પાદન વધારવા અને ભારતને શસ્ત્રો અને સૈન્ય પ્લેટફોર્મના વૈશ્વિક વિનિર્માણ કેન્દ્ર બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું છે.

રક્ષા મંત્રીએ ટ્વિટ કર્યું છે કે નવી નીતિ અંતર્ગત ઓફસેટ દિશાનિર્દેશામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સંબંધિત ઉપકરણોના સ્થાને ભારતમાં જ ઉત્પાદ બનાવવા તૈયાર મોટી રક્ષા ઉપકરણ નિર્માતા કંપનીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ડીએપીને ભારત સરકારની આત્મનિર્ભર ભારતના પહેલ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે.
Published by: Ashish Goyal
First published: September 28, 2020, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading