દિલ્હી CM અરવિંદ કેજરીવાલના પત્ની કોરોના સંક્રમિત; મહારાષ્ટ્રમાં કર્ફ્યૂના નવા નિયમ જાહેર

News18 Gujarati
Updated: April 20, 2021, 3:24 PM IST
દિલ્હી CM અરવિંદ કેજરીવાલના પત્ની કોરોના સંક્રમિત; મહારાષ્ટ્રમાં કર્ફ્યૂના નવા નિયમ જાહેર
ફાઇલ તસવીર.

Delhi coronavirus cases: દિલ્હીમાં આજકાલ કોરોનાને પગલે હાલત ખૂબ ખરાબ થઈ છે. દરરોજ 20 હજારથી વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. દરરોજ અનેક લોકોનાં કોરોનાને પગલે મોત થઈ રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી/મુંબઈ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ના પત્ની સુનીતા કેજરીવાલ કોરોના સંક્રમિત થયાં છે. આ સાથે જ તેમણે પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોતાના ઘરે ક્વૉરન્ટીન (Home quarantine) થયા છે. દિલ્હીમાં આજકાલ કોરોનાને પગલે હાલત ખૂબ ખરાબ થઈ છે. દરરોજ 20 હજારથી વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. દરરોજ અનેક લોકોનાં કોરોનાને પગલે મોત થઈ રહ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે (Maharashtra government) કર્ફ્યૂને લઈને નવા નિયમ જાહેર કર્યાં છે. આદેશ પ્રમાણે હવે શાકભાજી અને ફળોની દુકાનો (Vegetable and fruit shops) સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સીએમ અરવિંદ કેજરીવાલે છ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન દિલ્હીમાં કોવિડ બેડ ખૂટી પડતા સરકારની સાથે સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધી છે. દિલ્હી સરકારની વેબસાઇટ પ્રમાણે મંગળવારે સવારે 10 વાગ્યે શહેરમાં 19,604 કોવિડ બેડમાંથી 3,186 જ ખાલી છે. જ્યારે 16,418 દર્દીની સારવાર ચાલી રહી છે. એટલું જ નહીં, દિલ્હીમાં આઈસીયૂ બેડની વધી રહી સમસ્યાને કારણે મુશ્કેલી વધી છે. દિલ્હીમાં 4,437 ICU બેડ છે, જેમાંથી 4,395 બેડ પર દર્દી છે. એટલે કે દિલ્હીમાં હવે ફક્ત 42 ICU બેડ ખાલી છે.

આ પણ વાંચો: સુરત: મોતના કેસ વધતા લાકડા ખૂટી પડ્યા, અંતિમ સંસ્કાર માટે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ કરાયો

મહારાષ્ટ્રમાં નવા નિયમ જાહેર

મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે જાહેર કરેલા પ્રતિબંધો વચ્ચે નવો આદેશ જાહેર કર્યો છે. મંગળવારે જાહેર કરેલા આદેશ પ્રમાણે ગ્રૉસરી, શાકભાજી અને ફળોની દુકાનો હવે સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

આ પણ વાંચો: RTIમાં ખુલાસો: દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના વેક્સીનના 45 લાખ ડોઝ બરબાર થયા, તમિલનાડુ મોખરેઆદેશમાં કહેવામાં આવ્યું છે કે, કરિયાણાનો સામાન, શાકભાજીની દુકાન, ફળોની દુકાન, ડેરી, બેકરી સહિતની ખાદ્ય દુકાનો (ચિકન, મટન, પોલ્ટ્રી, માછલી, ઇંડા સહિત), કૃષિ ઓઝાર, કૃષિ ઉપજ સંબધિત દુકાનો, પાલતુ પ્રાણીઓની દુકાનો સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ આદેશ એક વ્યક્તિથી લઈને એક સંસ્થા સુધી લાગૂ પડશે.આ પણ વાંચો: રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને PhDના વિદ્યાર્થીઓ આ ટેક્નિકથી કરી રહ્યા છે કોરોના દર્દીઓની સારવાર

આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે દુકાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેઓ સવારે સાત વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકશે. જિલ્લાનું વહીવટી તંત્ર આ સમયમાં ફેરફાર કરી શકે છે.
Published by: Vinod Zankhaliya
First published: April 20, 2021, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading