આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં તમામ વાંધાજનક સામગ્રી હટાવાનો આપ્યો આદેશ
News18 Gujarati Updated: September 27, 2022, 1:11 PM IST
દિલ્હી હાઈકોર્ટ તરફથી આપ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો
LG vs AAP: એલજી વીકે સક્સેના વિરુદ્ધ જંગમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના વચગાળા આદેશમાં એલજી વિરુદ્ધ કથિત અપમાનજનક સામગ્રી હટાવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હી: એલજી વીકે સક્સેના વિરુદ્ધ ચાલી રહેલા જંગમાં આપ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના વચગાળાના આદેશમાં એલજી વિરુદ્ધ કથિત અપમાનજનક સામગ્રીને હટાવાનો આદેશ આપ્યો છે. હાીકોર્ટે અલજી તરફથી દાખલ માનહાની કેસમાં આ વચગાળાનો આદેશ સંભળાવ્યો છે. તેમણે કોર્ટને અપીલ કરી હતી કે, આમ આદમી પાર્ટી અને તેમના નેતાઓ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટ્વિટ અને પોસ્ટ હટાવે.
આ પણ વાંચો: દિલ્હીથી કમાઈને ઘરે આવેલા પતિને પત્નીએ છૂટાછેડા આપ્યા, કહ્યું- મેં બીજા નિકાહ કરી લીધા
એલજી વીકે સક્સેના તરફથી દિલ્હી સરકારની શરાબ નીતિ સહિત કેટલાય મુદ્દા પર તપાસના આદેશ આપ્યા બાદ આમ આદમી પાર્ટી તેમના પર પ્રહાર કરી રહી હતી. દિલ્હીના કેટલાય નેતાઓએ એલજી વીકે સક્સેના પર 1400 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો. આરોપ લગાવ્યો છે કે, સક્સેના જ્યારે ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન હતા, ત્યારે તેમણે નોટબંધી દરમિયા કાળાનાણાને સફેદ કરાવ્યા હતા. આ ઉપરાંત તેમના પર કર્મચારીઓના વેતનમાં મોટી ગરબડ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. આપના ધારાસભ્ય દુર્ગેશ પાઠક, સૌરભ ભારદ્વાજ, આતિશી માર્લેના અને સાંસદ સંજય સિંહ સહિત કેટલાય નેતાઓએ એલજી પર આરોપ લગાવતા ટ્વિટ કર્યા હતા. સક્સેનાને ચોર અને ભ્રષ્ટાચારી કહ્યા હતા.
એલજી વીકે સક્સેનાએ આ આરોપ ફગાવતા 5 આપ નેતાઓ પર માનહાનીનો કેસ કર્યો છે. સક્સેનાએ આપ અને તેમના નેતાઓ આતિશી, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક, સંજય સિંહ અને જૈસ્મીન શાહ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રસારિત અને જાહેર કરવામાં આવેલા કથિત જૂઠાણા અને અપમાનજનક પોસ્ટ અથવા ટ્વિટ અથવા વીડિયો હટાવાનો આદેશ આપ્યો છે. તેમણે આમ આદમી પાર્ટી અને તેમના પાંચ નેતાઓને વ્યાજસહિત 2 કરોડ રૂપિયાના વળતરની પણ માગ કરી હતી.
Published by:
Pravin Makwana
First published:
September 27, 2022, 1:11 PM IST