લગ્નની લાલચ આપી 20 મહિલાઓ સાથે કરી છેતરપિંડી, આ રીતે ઝડપાયો

News18 Gujarati
Updated: August 18, 2019, 8:32 AM IST
લગ્નની લાલચ આપી 20 મહિલાઓ સાથે કરી છેતરપિંડી, આ રીતે ઝડપાયો
ગૌતમ ધમીજા લગ્નની લાલચ આપી મહિલાઓ સાથે કરતો હતો છેતરપિંડી

46 વર્ષીય ગૌતમ ધમીજાએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ નામે અનેક પ્રોફાઇલ બનાવી હતી

  • Share this:
દિલ્હી પોલીસે લગ્નના નામે છેતરપિંડી કરનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલો વ્યક્તિ અત્યાર સુધી 20 મહિલાઓને ચૂનો લગાવી ચૂક્યો છે. સ્થાનિક પોલીસ મુજબ, આરોપીએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ નામે અનેક પ્રોફાઇલ બનાવી હતી. તે મહિલાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કર્યા બાદ લગ્નની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી લેતો હતો. આ દરમિયાન તે પોતાને મોટો વેપારી હોવાનું જણાવતો હતો. તે કહેતો હતો કે તેના વાર્ષિક આવક ત્રીસ લાખ રૂપિયા છે.

આરોપીનું નામ ગૌતમ ધમીજા

મળતી જાણકારી મુજબ, આરોપી વ્યક્તિનું નામ ગૌતમ ધમીજા છે. તેની ઉંમર 46 વર્ષની છે. ગૌતમ સ્પેર પાર્ટ્સનું કામ કરે છે. પોલીસના જણાવ્યા મુજબ, તે મોટાભાગે 40 વર્ષની વિધવા કે પછી ઉંમરલાયક અવિવાહિત યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. ગત મહિને દિલ્હી પોલીસની સાઇબર સેલમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે એક મેટ્રીમોનિયલ સાઇટ પર તેની વાત ચાલી રહી હતી. ધીમે-ધીમે વાત વધી ગઈ અને ગૌતમ એ મહિલાને મિસિસ ધમીજા કહીને બોલાવવા લાગ્યો.

આ પણ વાંચો, વેટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યુ તો ગ્રાહકે બંદૂક કાઢી મારી દીધી ગોળી

પીડિત મહિલા પાસેથી અલગ-અલગ બહાનું આપીને પૈસા માંગવાનું શરૂ કર્યુ

આજ તકના અહેવાલ મુજબ, ત્યારબાદ તેણે પીડિત મહિલા પાસેથી અલગ-અલગ બહાાન કાઢીને પૈસા માંગવાનું શરૂ કરી દીધું. ક્યારેક તે કહેતો કે તેના પિતાની તબિયત ખરાબ છે, તો ક્યારેક મોંઘી ભેટના નામે પૈસા માંગવા લાગ્યો. શરૂઆતમાં મહિલાને શંકા ન થઈ, પરંતુ જ્યારે મહિલાએ ગૌતમને મળવા માટે કહ્યું તો તે ટાળવા લાગ્યો. એ કારણે મહિલાને તેની પશ શક થવા લાગ્યો. મહિલાએ જ્યારે મળવા માટે ગૌતમ પર દબાણ કર્યુ તો આરોપી મહિલાને ધમકાવવા લાગ્યો. ત્યારબાદ મહિલાએ પોલીસને ફરિયાદ કરી. પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી અને આરોપી ગૌતમ ધમીજાની મેરઠથી ધરપકડ કરી લીધી.આ પણ વાંચો, કાબુલમાં લગ્ન સમારોહ દરમિયાન બ્લાસ્ટ, 40 લોકોનાં મોત, 100 ઘાયલ
Published by: Mrunal Bhojak
First published: August 18, 2019, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading