હોળીની રજાઓમાં ઘરે આવ્યો હતો ટીચર, 3 બુકાનીધારીએ ગોળીઓ વરસાવી કરી હત્યા

News18 Gujarati
Updated: March 29, 2021, 8:33 AM IST
હોળીની રજાઓમાં ઘરે આવ્યો હતો ટીચર, 3 બુકાનીધારીએ ગોળીઓ વરસાવી કરી હત્યા
બાઇક પર આવેલા હુમલાખોરોને જોઈ ટીચર જીવ બચાવવા ભાગ્યો, બદમાશોએ પીછો કરી દીધી ઘાતકી હત્યા

બાઇક પર આવેલા હુમલાખોરોને જોઈ ટીચર જીવ બચાવવા ભાગ્યો, બદમાશોએ પીછો કરી દીધી ઘાતકી હત્યા

  • Share this:
પ્રદિપ ધનખડ, ઝજ્જર. હરિયાણા (Haryana)ના ઝજ્જર જિલ્લા (Jhajjar)માં એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના ગામ દુજાનામાં હોળીની રજાઓ પર ઘરે આવેલા દિલ્હીના એક ગેસ્ટ ટીચર (Guest Teacher)ની ઘાતકી હત્યા (Murder) કરી દેવામાં આવી. હત્યાની આ ઘટનાને 3 બુકાનીધારી યુવકોએ અંજામ આપ્યો. બાઇક પર સવાર થઈને આવેલા ત્રણ અજાણ્યા બુકાનીધારી બદમાશોએ ગેસ્ટ ટીચર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં તેનું મોત થઈ ગયું.

નોંધનીય છે કે, હોળીના તહેવાર પર ગામ આવેલો દિલ્હીનો આ ગેસ્ટ ટીચર એક ચીકન શોપ પર બેઠો હતો. આ દરમિયાન બદમાશોએ તેની પર હુમલો કરી દીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતકના શબને કબજામાં લઈને મોર્ચરીમાં મોકલી આપી તપાસ શરુ કરી દીધી. મૃતક યુવકની ઓળખ અનિલ તરીકે થઈ છે.

આ પણ વાંચો, Bihar: નાલંદામાં મીઠાઈની દુકાનમાં ઘૂસી બેકાબૂ ટ્રક, 16 લોકોને કચડ્યાં, 6નાં મોત, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

અનિલ સરકારી સ્કૂલમાં ગેસ્ટ ટીચર તરીકે કરતો હતો નોકરી

મૃતક યુવક નજફગઢની એક સરકારી સ્કૂલમાં ગેસ્ટ ટીચર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. હોળી પર પોતાના પરિવારને મળવા ગામે આવ્યો હતો. રવિવારે જ્યારે તે ગામની નજીક જ હાઈવે પર એક ચિકન શોપમાં બેઠો હતો ત્યારે એક બાઇક પર સવાર થઇને ત્રણ બદમાશ આવ્યા. તેઓએ અનિલ પર ફાયર કરવાનું શરૂ કરી દીધું. એક ગોળી અનિલના હાથ પર વાગી. ત્યારબાદ તે ખતરાને પારખી જતાં ત્યાંથી ભાગવા લાગ્યો. હુમલાખોર પણ તેની પાછળ-પાછળ ગયા અને તેઓએ થોડાક જ અંતર પર અનિલ પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો, ફિલ્મી સ્ટાઇલમાં હૉસ્પિટલથી ભાગેલો ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જા એન્કાઉન્ટરમાં ઠાર, જાણો પોલીસને કેવી રીતે મળી સફળતા

ગામના કેટલાક લોકો સાથે વિવાદ

મળતી માહિતી મુજબ, અનિલના પરિવારનો નજીકના એક ગામના કેટલાક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો હતો . પોલીસને આ મામલામાં અનિલના પિતા વિજયની તરફથી ફરિયાદ મળી છે કે તેમની પર સંજય નામના યુવકે પોતાના પરિવારની સાથે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલામાં સંજયની ધરપકડ નથી થઈ. બીજી તરફ રવિવારે જ્યારે તે દવા લેવા માટે ઘટનાસ્થળની થોડેક દૂર આવ્યા તો તેમને ગોળીનો અવાજ સંભળાયો. ઘટનાસ્થળે તેમણે સંજયને ઓળખી લીધો હતો. તેમને પૂરી આશંકા છે કે સંજયે જ અન્ય લોકોની સાથે મળી દીકરાની હત્યા કરી દીધી છે.
Published by: Mrunal Bhojak
First published: March 29, 2021, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading