કીડીઓ ખાવા માટે આકાર નાનો કરતા ગયા હતા આ ડાયનાસોર: સંશોધન


Updated: July 10, 2021, 7:06 AM IST
કીડીઓ ખાવા માટે આકાર નાનો કરતા ગયા હતા આ ડાયનાસોર: સંશોધન
પ્રતીકાત્મક તસવીર

અધ્યયન પરથી જાણવા મળ્યું હતું કે અલ્વારેજસોર પ્રજાતિના ડાયનાસોર તેમના આહારમાં બદલાવ કરતા તેમણે કીડીઓ ખાવાનું શરૂ કરી દીધું હતું, તે બાદ તેમણે આકાર નાનો થવાનો શરુ થયો હતો.

  • Share this:
નવી દિલ્હી: સંશોધન અને સંશોધકો માટે ડાયનાસોર હંમેશા કૂતુહલનો વિષય રહ્યા છે. ડાયનાસોરના વિશાળ આકારને કારણે તેમને ડાયનાસોર નામ આપવામાં આવ્યું હતું. નાના આકારવાળા ડાયનાસોર પણ હોય છે. તાજેતરમાં ચીનના સંશોધનકર્તાઓએ ડાયનાસોરના અવશેષોનું અધ્યયન કર્યું હતું. જેમાં તેમને ડાયનોસોર વિશે રોચક જાણકારીઓ મળી હતી. અધ્યયન પરથી જાણવા મળ્યું હતું કે અલ્વારેજસોર પ્રજાતિના ડાયનાસોર તેમના આહારમાં બદલાવ કરતા તેમણે કીડીઓ ખાવાનું શરૂ કરી દીધું હતું, તે બાદ તેમણે આકાર નાનો થવાનો શરુ થયો હતો.

કોણે કર્યું અધ્યયન

આ ડાયનોસોર મરઘાના આકારના નાના હતા. બેઈજિંગમાં ઈન્સ્ટિટ્યુટ ઑફ વર્ટિબરેટ પેલિઓન્ટોલોજી તથા પેલિઓએન્થ્રોપોલોજી અને બ્રિસ્ટલ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થીઓ જિચુઆન કિનની આગેવાનીમાં સ્ટડી કરી રહ્યા હતા. આ સ્ટડી પરથી જાણવા મળ્યું કે અલ્વારેજસોર ડાયનોસોરે 10 કરોડ વર્ષ પહેલા કીડીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. ત્યારબાદ તેમનો આકાર નાનો થવા લાગ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ: જાણીતા વકીલનું ફેસબુક Live દરમિયાન નિધન, ગીતો સાંભળતા સાંભળતા હાર્ટ એટેક આવી ગયો 

લાખો વર્ષો સુધી આકારમાં બદલાવનું અધ્યયન

જિચુઆને આ પ્રજાતિના ડાયનોસોરના ડઝન નમૂનાનું અધ્યયન કર્યું અને લાખો વર્ષો સુધી આકારમાં બદલાવનું અધ્યયન કર્યું. અલ્વારેજસોર ઉત્તર જૂરાસિક કાળથી લઈને ઉત્તર ક્રિયેશિયસ કાળમાં આ ડાયનાસોરનું અસ્તિત્વ હતું. 16 કરોડ વર્ષથી 7 કરોડ વર્ષ પહેલાના સમયમાં આ પ્રકારના ડાયનાસોર ચીન માંગોલિયા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળતા હતા.ડાયનાસોરનો આકાર પહેલા કેવો હતો

16 કરોડ વર્ષ પહેલા અલ્વારેજસોર ડાયનોસોર પતલા, બે પગવાળા શિકારી ડાયનાસોર ગરોળી આકારના, શરૂઆતના સ્તનપાયી જીવ અને શિશુ ડાયનાસોર તરીકે ખોરાકનું સેવન કરતા હતા. નમૂનાઓનું અધ્યયન કરતા જાણવા મળ્યું હતું કે 10થી 70 કિલો વજન વાળા ડાયનાસોર વિશાળ ટર્કી અથવા નાના શાહમૃગ જેવો આકાર ધરાવતા હતા.

આ પણ વાંચો: ગાંધીનગર: પરપ્રાંતીય મજૂરે ફેક્ટરી માલિકને 50થી વધારે ફટકા મારી પતાવી દીધા, Live વીડિયો

ખોરાકમાં બદલાવ

અલ્વારેજસોરના ઉદ્ધવ કાળ બાદના સમયમાં ડાયનાસોરનો આકાર એક મરઘા જેટલો થઈ ગયો હતો. જિચુઆન જણાવે છે કે કીડીઓ ખાવાથી તેમના આકારમાં બદલાવ થયો હતો. જિચુઆનના સંશોધનકર્તાઓમાંથી એક બ્રિસ્ટલ યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ બેંટન જણાવે છે કે ખોરાકમાં બદલાવ આવવાને કારણે ડાયનાસોરના આકારમાં બદલાવ થયો છે.

ખોરાકમાં બદલાવ શા માટે આવ્યો?

ક્રિટેશિયલ કાળમાં પરિસ્થિતિમાં બદલાવ થતા ફૂલવાળા છોડ ખૂબ જ અધિક માત્રામાં વધી રહ્યા હતા, તેથી કીડી જેવા અનેક કીડાઓ ઉત્પન્ન થઈ ગયા હતા. ડાયનાસોર આ પ્રકારના છોડ ખાતા ન હતા, પરંતુ ક્રિટેશિયસ કાળમાં ડાયનાસોરની આહાર પ્રણાલી પર અસર પડી હતી અને આધુનિક જંગલો આધારિત કીડાઓ ઉત્પન્ન થવા લાગ્યા.

આ પણ વાંચો: રાહતના સમાચાર: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, આ દિવસે પડશે ભારે વરસાદ 

આ પણ વાંચો: અનેક પ્રયાસ છતાં નથી ઘટી રહ્યું વજન? આ છ વાતનું ધ્યાન રાખશો તો અઠવાડિયામાં જ ઘટવા લાગશે 

આ પ્રકારના આકારની પુષ્ટી

આ પહેલા મંગોલિયામાં આ પ્રકારના નાના અલ્વારેજસોરના અવશેષ મળી આવ્યા હતા. તે સમયે ડાયનોસોર આહાર માટે કીડીઓ પર આધારિત હતા. આ પ્રજાતિ એક મીટર સુધી લાંબી હતી, પરંતુ તેનું વજન 4-5 કિલો હતો અને તેનો આકાર ટર્કી પક્ષી જેવો હતો. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, અલ્વારેજસોરે જ્યારે કીડીઓ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમનો આકાર નાનો ન હતો અને તેમન પૂર્વ રૈપ્લોશેરસ નાના શાહમૃગ આકારના હતા.
First published: July 10, 2021, 7:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading