કર્ફ્યૂ વચ્ચે સાત જન્મોના બંધનમાં બંધાયા, પત્નીને બાઇક પર બેસાડી પતિ સાસરિયામાં લાવ્યો


Updated: April 16, 2022, 5:35 PM IST
કર્ફ્યૂ વચ્ચે સાત જન્મોના બંધનમાં બંધાયા, પત્નીને બાઇક પર બેસાડી પતિ સાસરિયામાં લાવ્યો
પરિવારના સભ્યોએ કહ્યું કે અમે ધામધૂમથી જાન લઇ જવાનું સપનું જોયું હતું. પરંતુ ન તો જાન નીકળી, ન તો ડીજે વાગ્યું કે ન તો શરણાઇ વાગી

Khargone Curfew - વર-વહુના પરિવારજનોએ જણાવ્યું કે, કર્ફ્યૂના કારણે ચાર મહિના સુધી લગ્નની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું

  • Share this:
ખરગોન : મધ્યપ્રદેશના ખરગોનમાં કર્ફ્યૂ (Khargone Curfew) દરમિયાન એક પરિવારે પોતાની દીકરીના લગ્ન કરાવ્યા છે. ખરગોનના (Khargone) કમલાનગરના નાગરાજ પરિવારે તેમની પુત્રી દીપિકાના લગ્ન કર્ફ્યૂ (Unique Marriage in Curfew) વચ્ચે જ સાદગી પૂર્વક કર્યા હતા.

શુક્રવારે તોતારામ નાગરાજની પુત્રી દીપિકાએ લખન ભાલસે સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ન તો ઠાઠમાઠથી બેન્ડવાજા વાગ્યા, કે ન તો કોઈ જાનનો વરઘોડો નીકળ્યો. બંને પરિવારના લોકો જ હાજર રહ્યા હતા. વર-વધૂના પરિવારજનોએ જણાવ્યું કે, કર્ફ્યૂના કારણે ચાર મહિના સુધી લગ્નની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું. એડવાન્સમાં પૈસા આપ્યા બાદ પણ લગ્નમાં દુલ્હાને ઘોડી મળી ન હતી. અંતે વરરાજાએ દુલ્હનને બાઇક પર સાસરે લાવવી પડી હતી.

લગ્ન મજબૂરીમાં કરવા પડ્યા –વરરાજા

પરિવારના સભ્યોએ કહ્યું કે અમે ધામધૂમથી જાન લઇ જવાનું સપનું જોયું હતું. પરંતુ ન તો જાન નીકળી, ન તો ડીજે વાગ્યું કે ન તો શરણાઇ વાગી. માત્ર પરિવારના સભ્યોએ રિત રીવાજો પૂરા કર્યા હતા. આ દરમિયાન ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વરરાજા લખને જણાવ્યું કે, લગ્નમાં એ વાતનું ખરાબ લાગ્યું કે મહેમાન ન આવી શક્યા. અમારી તૈયારી તો પૂરી હતી, પરંતુ આ લગ્ન મજબૂરીમાં કરવા પડ્યા હતા.

આ પણ વાંચો - કોંગ્રેસ જોઇન કરશે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર? દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક

દુલ્હને પણ વ્યક્ત કર્યો અફસોસદુલ્હન દીપિકાએ કહ્યું કે, હું લગ્નને લઈને જેટલી ખુશ હોવી જોઈએ એટલી ખુશ નથી. મેં ઘણું વિચાર્યું હતું, ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ બધું વ્યર્થ ગયું. યુવતીએ કહ્યું કે, આ લગ્ન થોડા અલગ હતા. દુર્ભાગ્યવશથી મિત્રો અને સંબંધીઓ તેમાં ભાગ લઈ શક્યા નહીં.

ઉલ્લેખનીય છે કે, ખરગોનમાં રામનવમી પર સાંપ્રદાયિક તણાવ શરૂ થતાં હોબાળો મચી ગયો હતો. 10 એપ્રિલે એક સમુદાયે રામ નવમી શોભાયાત્રામાં પથ્થરમારો કર્યો હતો અને આગ ચાંપી હતી અને તોફાનીઓએ અનેક સ્થળોએ તોડફોડ પણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મોરચો સંભાળી લીધો હતો. માહિતી મળતા જ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. હિંસક અથડામણ બાદ ખરગોનમાં સ્થિતિને કાબુમાં લેવા માટે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.
First published: April 16, 2022, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading