Modi@8: નરેન્દ્ર મોદી સરકારે 2014થી શરૂ કરેલી આઠ કલ્યાણકારી યોજનાઓ, કરોડો લોકોને મળી રાહત


Updated: May 24, 2022, 1:39 PM IST
Modi@8: નરેન્દ્ર મોદી સરકારે 2014થી શરૂ કરેલી આઠ કલ્યાણકારી યોજનાઓ, કરોડો લોકોને મળી રાહત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની સરકારને આઠ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે

Modi government - છેલ્લાં આઠ વર્ષમાં નરેન્દ્ર મોદી (Narendra Modi)સરકારે નાણાંકીય, આરોગ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ સમાજના વિવિધ વર્ગોને સીધો લાભ આપવા માટે અનેક યોજનાઓ સફળતાપૂર્વક પૂરી પાડી છે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની સરકારને આઠ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આ આઠ વર્ષોમાં મોદી સરકારે (Modi government)સામાન્ય લોકો (Welfare of the poor)ના હિત સાથે સીધો સંબંધ ધરાવતા ઘણા કામ કર્યા છે. કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ (Welfare schemes)નો સીધો લાભ સામાન્ય લોકોને મળ્યો અને જેના કારણે આવનારી પેઢી વડાપ્રધાન મોદી (PM modi)ને ઈતિહાસમાં કરૂણાના પ્રતિક તરીકે યાદ કરશે. આ કાર્યકાળ દેશના સંતુલિત વિકાસ, સામાજિક ન્યાય અને સામાજિક સુરક્ષા માટે સમર્પિત રહ્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં નરેન્દ્ર મોદી (Narendra Modi)સરકારે નાણાંકીય, આરોગ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ સમાજના વિવિધ વર્ગોને સીધો લાભ આપવા માટે અનેક યોજનાઓ સફળતાપૂર્વક પૂરી પાડી છે. મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવા પર આજે અમે તમને મોદી સરકારના વખાણવા લાયક કામો અને ઉપલબ્ધિઓ અંગે જણાવી રહ્યા છીએ.

આયુષ્માન ભારત યોજના

આયુષ્માન ભારત યોજના નવા ભારત તરફનું ક્રાંતિકારી પગલું છે. આ યોજના દેશના લાખો ગરીબ લોકોમાં આ બીમારીમાંથી સાજા થવાની આશા જગાવે છે અને દર્દીઓની વધુ સારી સારવાર મળે તે માટે મદદ કરે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) આયુષ્માન ભારત સપ્ટેમ્બર, 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી અને તેને વિશ્વમાં સરકારની સૌથી મોટી હેલ્થકેર યોજના તરીકે ગણવામાં આવે છે. આ યોજનાનો હેતુ 10.74 કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારોને દર વર્ષે કુટુંબ દીઠ રૂ. 5 લાખનું આરોગ્ય કવચ પ્રદાન કરવાનો છે.

કેન્દ્ર સરકાર આ યોજનાને સંપૂર્ણ ભંડોળ પૂરું પાડે છે, પરંતુ અમલીકરણનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવે છે. કેશલેસ હોસ્પિટલાઇઝેશન ઉપરાંત આ યોજનામાં હોસ્પિટલમાં દાખલ થવા પહેલાંના ત્રણ દિવસના અને હોસ્પિટલમાં દાખલ થયા પછીના 15 દિવસના ખર્ચને પણ આવરી લેવામાં આવ્યા છે. આ સાથે મેડિકલ ટેસ્ટ અને દવાઓના ખર્ચનો સમાવેશ થાય છે. અગાઉથી અસ્તિત્વ ધરાવતી તમામ તકલોફોને પ્રથમ દિવસથી જ આવરી લેવામાં આવી છે.

ગયા વર્ષે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ થયાની ત્રીજી વર્ષગાંઠ પર પીએમ મોદીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશન પણ શરૂ કર્યું હતું, જેના હેઠળ લોકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવામાં આવશે. જેમાં તેમના સ્વાસ્થ્ય રેકોર્ડ્સ હશે.

ઉજ્જવલા યોજનાગ્રામીણ વિસ્તારોમાં રહેતા અનેક પરિવારો પાસે ગેસ કનેક્શન ન હતું અને તેમને રસોઈ બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઉજ્જવલા યોજના આવા પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત ઘરેલુ એલપીજી કનેક્શન આપે છે. આ યોજનાના માધ્યમથી અત્યાર સુધી વંચિત ગરીબ પરિવારોને એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે અને તેનાથી ગ્રામીણ મહિલાઓને પણ સશક્ત બનાવવામાં આવી છે.

આ પણ વાંચો - QUAD Summit: PM મોદીએ કહ્યું - હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા અમારી પ્રાથમિકતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 મે, 2016ના રોજ આ યોજના શરૂ કરી હતી. આ યોજનાની શરૂઆત દરમિયાન સરકારે ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોની 5 કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. બજેટ 2021-22માં સરકારે પીએમયુવાય યોજના (PMUY Scheme)નો લાભ વધુ એક કરોડ પરિવારોને આપવાની જાહેરાત કરી હતી. સરકારે એક કરોડ ગેસ કનેક્શન ડિપોઝિટ ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં યોજનાના પ્રથમ તબક્કામાં આવરી લેવામાં ન આવેલા ગરીબ પરિવારોને આવરી લેવામાં આવશે.

જનધન યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014ના રોજ દેશના લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવા માટે જનધન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 44 કરોડથી વધુ લોકોના બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. શિષ્યવૃત્તિ, સબસિડી, પેન્શન અને કોવિડ રાહત ભંડોળ જેવા લાભો ડીબીટી દ્વારા જનધન ખાતાઓ સહિત બેંક ખાતાઓમાં જમા થાય છે. આ વર્ષે 9 જાન્યુઆરી સુધીમાં જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં જમા રકમ 1.5 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ હતી.

આંકડા મુજબ, કુલ 44.23 કરોડ ખાતાઓમાંથી 34.9 કરોડ ખાતા સરકારી બેંકોમાં, 8.05 કરોડ પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં અને બાકીના 1.28 કરોડ ખાનગી ક્ષેત્રની બેંકોમાં હતા. આંકડા મુજબ ગ્રામીણ અને અર્ધ શહેરી બેંક શાખાઓમાં 29.54 કરોડ જનધન ખાતા રાખવામાં આવ્યા હતા. 29 ડિસેમ્બર, 2021 સુધીમાં લગભગ 24.61 કરોડ ખાતાધારકો મહિલાઓ હતી. યોજનાના પ્રથમ વર્ષ દરમિયાન 17.90 કરોડ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા.

કિસાન સન્માન નિધિ

મોદી સરકારની અન્ય એક મહત્વની જનકલ્યાણકારી યોજના કિસાન સન્માન નિધિ યોજના છે, જેનો આર્થિક લાભ સીધો સામાન્ય ખેડૂતોને મળે છે. ડિસેમ્બર, 2018માં શરૂ થયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઉદ્દેશ જરૂરિયાતવાળા ખેડૂત પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ભાગરૂપે, જમીનધારક ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાનું ભથ્થું મળે છે, જે ચાર મહિનાના ગાળામાં વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના હેઠળ આર્થિક સહાયના 10મા હપ્તા તરીકે ભારતભરના 10.09 કરોડથી વધુ ખેડૂતોને 20,900 કરોડ રૂપિયાથી વધુની રકમ આપી હતી.

વીમા અને પેન્શનને પ્રોત્સાહન

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)ની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ દેશમાં વીમાની પહોંચનું સ્તર વધારવાનો તથા સામાન્ય લોકો, ગરીબો અને સમાજનાં વંચિત વર્ગોને વીમા કવચ પ્રદાન કરવાનો છે. PMJJBY રૂ. 2 લાખનું જીવન વીમા કવચ ઓફર કરે છે, જ્યારે PMSBY આકસ્મિક મૃત્યુ અથવા કાયમી વિકલાંગતાનું રૂ. 2 લાખનું કવચ અને આંશિક વિકલાંગતાનું રૂ. 1 લાખનું કવચ આપે છે.

બીજી તરફ અટલ પેન્શન યોજના (APY) પસંદ કરેલી પેન્શનની રકમના આધારે 60 વર્ષની ઉંમરે રૂ. 1,000 / રૂ. 2,000 / રૂ. 2,000 / રૂ. 3,000 / રૂ. 4,000 / રૂ. 5,000 જેટલું લઘુત્તમ માસિક પેન્શન આપે છે. આ યોજના 18થી 40 વર્ષની વયના ખાતાધારકો માટે ઉપલબ્ધ છે. દર મહિને રૂ. 42 જેટલી નાની રકમ પણ ભરી શકાય છે. આ ઉપરાંત પતિ કે પત્નીના મૃત્યુ બાદ જીવનસાથીને માસિક પેન્શન મળે છે. નોમિનીને 8.5 લાખ રૂપિયા સુધીની રકમ મળે છે. 60 વર્ષની ઉંમરથી વધુની ઉમરના વ્યક્તિને યોગદાનના આધારે દર મહિને ઓછામાં ઓછું રૂ. 1,000થી રૂ. 5,000નું ગેરેન્ટેડ પેન્શન મળશે. લાભાર્થીના જીવનસાથીને સમાન પેન્શન ચૂકવવામાં આવશે. લાભાર્થી અને જીવનસાથી બંનેના અવસાન થઈ જાય તો રકમ નોમિનીને પરત કરવામાં આવશે.

આ પણ વાંચો - જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા PM મોદી, ભારતીય સમુદાયના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું

આવાસ યોજના

મોદી સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જેનો લાભ સામાન્ય ગરીબો અને ગામડામાં રહેતા લોકોને મળ્યો છે. કેન્દ્રીય શહેરી બાબતો અને આવાસ મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વર્ષ 2018માં એક કરોડ મકાનોનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે વર્ષ 2022માં પૂર્ણ થવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ 2022-23માં લાભાર્થીઓ માટે 80 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે અને સરકારે તમામ જરૂરી સુવિધાઓ સહિત લોકોને પાકા મકાનો ઉપલબ્ધ કરાવવા માટે બજેટમાં 48,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

આ બાબતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2022-23માં ગ્રામીણ અને શહેરી એમ બંને પ્રકારની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓ માટે 80 લાખ મકાનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે. આ હેતુ માટે રૂ. 48,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સ્વચ્છ ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી હતી અને દેશભરમાં ખુલ્લામાં શૌચક્રિયાને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ મિશન હેઠળ સરકારે 11.5 કરોડથી વધુ ઘરોમાં શૌચાલય બનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) માટે 2022-23ના બજેટમાં 7,192 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે સ્વચ્છ ભારત મિશન (શહેરી) માટે 2021-2026 દરમિયાન 1,41,678 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્વચ્છ ભારત અભિયાનનાં બીજા તબક્કાનો શુભારંભ કર્યો હતો, જેનો ઉદ્દેશ તમામ શહેરોને 'કચરામુક્ત' કરવાનો, તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાનો અને 1 લાખથી ઓછી વસતિ ધરાવતાં એકમોને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનો છે. આ મિશન ઘન કચરાના સ્ત્રોતને અલગ કરવા, 3R (રિડ્યુસ, રિયુઝ, રિસાઇકલ), તમામ પ્રકારના મ્યુનિસિપલ ઘન કચરાની વૈજ્ઞાનિક પ્રક્રિયા અને ઘન કચરાના અસરકારક વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

મુદ્રા યોજના

નાના ઉદ્યોગસાહસિકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની સરકારની આ મુખ્ય યોજના છે. આ લોન બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ દ્વારા આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) યોજનાનો ઉદ્દેશ ઉદ્યોગો, એગ્રિગેટર્સ, ફ્રેન્ચાઇઝર્સ અને એસોસિએશનો દ્વારા સંચાલિત મજબૂત વેલ્યુ ચેઇન માટે ફોરવર્ડ અને બેકવર્ડ લિન્કેજને મજબૂત કરવાનો છે. આ યોજના હેઠળ 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન મળી હોવાનો દાવો નાણામંત્રી નિર્મલા સીતારમને કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, 68 ટકાથી વધુ લોન એકાઉન્ટ્સ મહિલાઓના મંજૂર કરવામાં આવ્યા છે અને 22 ટકા લોન નવા ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે.
Published by: Ashish Goyal
First published: May 24, 2022, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading