Viral Video: ‘બાબા કા ઢાબા’ બાદ અમૃતસરની મહિલાનો વીડિયો થયો વાયરલ, જ્યૂસ વેચીને ઘર ચલાવવા મજબૂર વૃદ્ધા


Updated: August 2, 2021, 11:49 AM IST
Viral Video: ‘બાબા કા ઢાબા’ બાદ અમૃતસરની મહિલાનો વીડિયો થયો વાયરલ, જ્યૂસ વેચીને ઘર ચલાવવા મજબૂર વૃદ્ધા
અમૃતસરની વૃદ્ધ મહિલા તાજા મોસંબીના ફળનો રસ તૈયાર કરીને ગ્રાહકોને વેચે છે, જેનો વીડિયો વાયરલ થયો છે. (તસવીર સૌજન્ય: youtubswadofficial)

Social Viral: હવે ગૌરવ વાસને શૅર કર્યો વૃદ્ધ મહિલાનો જ્યૂસ વેચતો VIDEO, મદદ માટે લોકોએ કરી મોટી પહેલ

  • Share this:
યુટ્યુબર (Youtuber) ગૌરવ વાસન (Gaurav Wasan) દ્વારા વધુ એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જે ગત વર્ષે દિલ્હીના ‘બાબા કા ઢાબા’ (Baba ka Dhaba)ના વિડીયોની જેમ જ વાયરલ થયો છે. વાસન નિયમિત ફૂડની નાની દુકાનો અથવા સ્ટોલના વિડીયો પોસ્ટ કરે છે. હવે તેણે અમૃતસરમાં જ્યુસ સ્ટોલ ચલાવતા એક વૃદ્ધ મહિલાનો હૃદયસ્પર્શી વિડીયો (Amritsar old woman video) શેર કર્યો છે.

આ 30 સેકન્ડની ક્લિપમાં લગભગ 80 વર્ષની એક વૃદ્ધ મહિલા જ્યુસ સ્ટોલ (Amritsar Old Woman Juice Store) ચલાવતી જોવા મળે છે. વાસને તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) પેજ @youtubeswadofficial પર આ રીલ્સ (Instagram Reels) શેર કરી છે, જેને 1.4 મિલિયન લાઇક્સ અને હજારો કમેન્ટ્સ મળી છે.



આ જ્યુસ સ્ટોલ અમૃતસરમાં SBI બેંક સામે રાણી દા બાગમાં આવેલી છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે, વૃદ્ધ મહિલા તાજા મોસંબીના ફળનો રસ તૈયાર કરીને ગ્રાહકોને વેચે છે. આ વિડીયોમાં મહિલા હસ્તી દેખાય છે, છતાં સોશ્યલ મીડિયા યુઝર્સને તેમની આર્થિક સ્થિતિ વિશે ચિંતા થઇ છે.

ગૌરવ વાસનના આ વિડીયો પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, "ભગવાન તેમને સારા સ્વાસ્થ્ય અને સંપત્તિના આશીર્વાદ આપે"
અન્યએ કહ્યું, "હું તેમના સ્મિત પાછળ પીડા જોઈ શકું છું."

આ પણ વાંચો, Earn Money: આ શેરે બનાવ્યા માલામાલ! એક વર્ષમાં 1 લાખ બની ગયા 57 લાખ, તમે પણ ફટાફટ કરો રોકાણ!

અન્ય એક યુઝરે કહ્યું કે, "આરામ કારણે કી ઉમર મેં વો કામ કર રહી હૈ, અમ્મા અપ મહાન હો."

વધુ એક યુઝરે કમેન્ટ કરી કે, "ઘણા લોકો અન્ય લોકો માટે ખૂબ પ્રેરણાદાયી બની શકે છે અને અજાણતા ઘણું શીખવી જાય છે.. ભગવાન આન્ટીજીને સ્વાસ્થ્ય અને ખુશીઓ આપે."

આ પણ વાંચો, ઓગસ્ટ મહિનાથી લાગુ થયા સેલરી, પેન્શન, EMI પેમેન્ટ્સના નવા નિયમ, અહીં જાણો તમામ ડિટેલ્સ

ઉલ્લેખનીય છે કે, વાસને 2020માં ઈન્ટરનેટ પર કાંતા પ્રસાદના ખાણીપીણીના સ્ટોરની ખરાબ સ્થિતિને લોકો સમક્ષ મૂકી હતી. જોકે, બાદમાં કાંતા પ્રસાદે વાસન અને તેના સહયોગીઓ સામે દાનમાં મળેલા પૈસાનો ખોટો ઉપયોગ કરવા બદલ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને વિરોધ થયો હતો. એક વર્ષ પછી કાંતા પ્રસાદે ફૂડ બ્લોગરની માફી માંગતા કહ્યું હતું કે વાસન ન તો ચોર હતો અને ન તેણે આવો દાવો કર્યો હતો.

મહત્વનું છે કે, કાંતા પ્રસાદે તાજેતરમાં જ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈને તેમને સફદારગંજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ બાદમાં તેઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા.
First published: August 2, 2021, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading