1 મે થી 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો લગાવી શકશે કોરોના વેક્સીન

News18 Gujarati
Updated: April 19, 2021, 8:28 PM IST
1 મે થી 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો લગાવી શકશે કોરોના વેક્સીન
(Pic- AP)

કેન્દ્ર સરકારે આ નિર્ણય દવા કંપનીઓ અને ટોપ ડોક્ટર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમવારે થયેલી બેઠક પછી કર્યો

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી બગડી રહેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે ટિકાકરણને (Covid 19 Vaccination) લઈને મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકાર 1 મે થી દેશમાં કોરોના વેક્સીન ટિકાકરણનો ત્રીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. જેમાં 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકોને કોવિડ 19 વેક્સીન લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ નિર્ણય દવા કંપનીઓ અને ટોપ ડોક્ટર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમવારે થયેલી બેઠક પછી કર્યો છે.

સરકારનું કહેવું છે કે વિશ્વના સૌથી મોટો ટિકાકરણ અભિયાનના ત્રીજા તબક્કામાં વેક્સીનની ખરીદ અને વેક્સીન લગાવવાની પાત્રતામાં ઢીલ આપવામાં આવી રહી છે. સરકાર તરફથી કોરોના વેક્સીન બનાવનાર કંપનીઓને તેમના 50 ટકા સુધી આપૂર્તિ પહેલા જાહેર કરેલ કિંમત પર રાજ્ય સરકારો અને ખુલ્લા બજારમાં વેચવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો - લો બોલો...કોરોના કાળમાં જિવિત થયો ડાયનાસોર, મહિલાએ Video બનાવીને આપી સાબિતી

કોરોના વેક્સીન પહેલા ફ્રન્ટલાઇન વર્કસ, હેલ્થ વર્કસ અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને લગાવવામાં આવી હતી. આ પછી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે આ વ્યવસ્થા આવી જ રીતે ચાલતી રહેશે.

ડોક્ટર્સ અને દવા કંપનીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે કોવિડ-19 મહામારી નાના શહેરોમાં પણ ઝડપથી ફેલાઇ રહી છે. આવામાં આવા સ્થળો પર સંશોધનોને ઉન્નત કરવાનો પ્રયત્ન ઝડપી કરવાની જરૂર છે. તેમણે ડોક્ટર્સને લોકોને કોવિડ-19ની અફવા પ્રત્યે જાગૃત કરવા માટે કહ્યું છે.
Published by: Ashish Goyal
First published: April 19, 2021, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading