'યે હસીન પૈર જમીન પર મત રખીયે, મેલે હો જાયેગ' જ્યારે પૂર્વ PMએ પત્નીને ઉઠાવી લીધા ખભે

News18 Gujarati
Updated: September 15, 2018, 4:03 PM IST
'યે હસીન પૈર જમીન પર મત રખીયે, મેલે હો જાયેગ' જ્યારે પૂર્વ PMએ પત્નીને ઉઠાવી લીધા ખભે
હિન્દી ફિલ્મ પાકિઝમાં પણ એક આવો જ ડાયલોગ છે, જ્યારે રાજકુમાર અભિનેત્રી મીના કુમારીને કહે છે, "આપકે પૈર બેહદ હસીન હૈ, ઈન્હે જમીન પર મત રખીયે, મેલે હો જાયેગે."

હિન્દી ફિલ્મ પાકિઝમાં પણ એક આવો જ ડાયલોગ છે, જ્યારે રાજકુમાર અભિનેત્રી મીના કુમારીને કહે છે, "આપકે પૈર બેહદ હસીન હૈ, ઈન્હે જમીન પર મત રખીયે, મેલે હો જાયેગે."

  • Share this:
બ્રિટનમાં એક કહાણી ફેમસ છે. કહેવામાં આવે છે કે, અંગ્રેજી લેખક સર વોલ્ટર રૈલેએ ક્વિન એલિઝાબેથ-Iના પગને ખરાબ ના થાય તે માટે રસ્તા પર પોતાના કપડા બિછાવી દીધા હતા. હિન્દી ફિલ્મ પાકિઝમાં પણ એક આવો જ ડાયલોગ છે, જ્યારે રાજકુમાર અભિનેત્રી મીના કુમારીને કહે છે, "આપકે પૈર બેહદ હસીન હૈ, ઈન્હે જમીન પર મત રખીયે, મેલે હો જાયેગે." મોહબ્બતની કંઈક આવી જ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ભૂટાનના પૂર્વ વડાપ્રધાન શેરિંગ તોગબેની એક તસવીરમાં જોવા મળી.

અસલમાં પૂર્વ વડાપ્રધાન શેરિંગ તોગબેએ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જેમાં કિચડથી ભરેલા રસ્તા પર શેરિંગ પોતાની પત્ની તાશી દોમાને ખભા પર ઉપાડીને લઈ જઈ રહ્યાં છે. આ તસવીર સાથે તેમને લખ્યું છે, 'સર વોલ્ટર રૈલેની જેમ ડેશિંગ તો નહી, પરંતુ પોતાની પત્નીના નાજૂક પૈરોને સાફ રાખવા માટે એક આદમીને તેવું જ કરવું જોઈએ જે તેની પાસેથી આશા હોય.'

પૂર્વ પીએમની વાયરલ થયેલ આ તસવીરે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે. લોકો આ તસવીરને શેર કરવા ઉપરાંત તેના પેટભરીને વખાણ પણ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, પૂર્વ વડાપ્રધાન શેરિંગ અને તેમની પત્ની તાશી દોમા પ્રેમી જોડો માટે નવી સ્ટોરી લખી રહ્યાં છે.

Published by: Mujahid Tunvar
First published: September 15, 2018, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading