Maharashtra politics Exclusive : 'ઘર કા ભેદી લંકા ઢાયે'! સંજય રાઉતના ભાઈ શિંદે જૂથના સંપર્કમાં
News18 Gujarati Updated: June 26, 2022, 5:40 PM IST
સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત એકનાથ શિંદેના સંપર્કમાં
Maharashtra politics : શિવસેના (Shiv Sena) નેતા સંજય રાઉત (Sanjay Raut) ના ભાઈ સુનિલ રાઉત (sunil raut) એકનાથ શિન્દે (Eknath Shinde) જૂથના સંપર્કમાં છે. એકનાથ શિંદે કેમ્પના નજીકના સૂત્રો અનુસાર, સુનિલ રાઉત શિંદેના પક્ષમાં રહી બળવાખોર જૂથમાં જોડાવા માંગે છે
Maharashtra politics : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં અસ્થિરતા અટકવાનું નામ નથી લઈ રહી. શિવસેના (Shiv Sena) ની અંદર બે જૂથો છે, તેમના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ ચાલુ છે. એક તરફ, કેટલાક ધારાસભ્યો શિવસેનાના નેતા એકનાથ શિંદે (Eknath Shinde) ને તેમના નેતા માની રહ્યા છે, જ્યારે કેટલાક પક્ષના નેતાઓ સીએમ ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) ને પાર્ટીના નેતા માની રહ્યા છે, આ બધા વચ્ચે મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેનાના કદાવર નેતા અને સાંસદ સંજય રાઉત (Sanjay Raut) ના ભાઈ એકનાથ શિંદેના સંપર્કમાં છે. નજીકના સૂત્રો અનુસાર, સુનિલ રાઉત (sunil raut) બળવાખોર જૂથમાં જોડાવા માંગે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત એકનાથ શિન્દે જૂથના સંપર્કમાં છે. એકનાથ શિંદે કેમ્પના નજીકના સૂત્રો અનુસાર, સુનિલ રાઉત શિંદેના પક્ષમાં રહી બળવાખોર જૂથમાં જોડાવા માંગે છે. આ માહિતી એવા સમયે સામે આવી છે, જ્યારે સંજય રાઉત શિવસેનાના બાગી ધારાસભ્યો વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા છે, અને તેમને ચૂંટણી લડવાના પડકાર સાથે મંત્રી પદ ગુમાવવાની ધમકી પણ આપી રહ્યા છે. આવા સમયે સંજય રાઉતના ભાઈ જ શિંદે પક્ષના સંપર્કમાં હોવાનું સામે આવતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, MVA ની રચના થયા પછી સુનિલ રાઉતને કોઈ પણ મંત્રી પદ આપવામાં આવ્યું ન હતું, તે પછી તેમને બરતરફ કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, એક તરફ શિંદે ગુવાહાટીમાં બેસીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈને પોતાની તાકાત બતાવવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ બળવાખોર ધારાસભ્યો પ્રત્યે સીએમ ઉદ્ધવ ઠાકરેનું વલણ પણ કડક થઈ રહ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઘણા બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા ખતમ કરવાની ભલામણ કરી છે.
આ પણ વાંચો - મહારાષ્ટ્ર: શિવસેનાની લાલ આંખ, સંજય રાઉતે કહ્યું - '24 કલાકમાં બળવાખોર મંત્રીઓ તેમનું પદ ગુમાવશે'
સંજય રાઉતે કહ્યું- બળવાખોર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપો
આ બાજુ શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે બળવાખોર ધારાસભ્યોને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અને નવેસરથી ચૂંટણીનો સામનો કરવાનો પડકાર ફેંક્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે જે લોકો પાર્ટીમાં પાછા ફરવા માંગે છે તેમના માટે દરવાજા ખુલ્લા છે. શિવસેનાના નેતાએ એમ પણ કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસનો સમાવેશ કરતી શાસક એમવીએ કોઈપણ રીતે રાજકીય સંકટમાંથી બચી જશે. સાંસદ સંજય રાઉતે કહ્યું કે મારો બળવાખોર ધારાસભ્યોને ખુલ્લો પડકાર છે કે તેઓ રાજીનામું આપે અને ફરીથી મતદારો પાસેથી નવો જનાદેશ મેળવે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં છગન ભુજબળ, નારાયણ રાણે અને તેમના સમર્થકોએ અન્ય પક્ષોમાં જોડાવા માટે શિવસેનાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું ઉદાહરણ પણ ટાંક્યું અને કહ્યું કે જ્યારે સિંધિયા ભાજપમાં જોડાયા ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
Published by:
kiran mehta
First published:
June 26, 2022, 5:25 PM IST