અમિત શાહે કહ્યું - હાલ CAA લાવ્યા છીએ, જ્યારે NRC લાવીશું ત્યારે તેના પર વાત કરીશું

News18 Gujarati
Updated: June 1, 2020, 11:21 PM IST
અમિત શાહે કહ્યું - હાલ CAA લાવ્યા છીએ, જ્યારે NRC લાવીશું ત્યારે તેના પર વાત કરીશું
અમિત શાહે કહ્યું - હાલ CAA લાવ્યા છીએ, જ્યારે NRC લાવીશું ત્યારે તેના પર વાત કરીશું

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ વર્ષ પુરુ થવા પર ગૃહમંત્રી અમિત શાહે નેટવર્ક 18 ગ્રૂપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના (Narendra Modi Government)બીજા કાર્યકાળમાં પ્રથમ વર્ષ પુરુ થવા પર ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)નેટવર્ક 18 ગ્રૂપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી. આ EXCLUSIVE ઇન્ટરવ્યૂમાં અમિત શાહે નાગરિકતા કાનૂન (Citizenship Amendment Act)અને એનઆરસી (National Register of Citizens)વિશે ખુલીને વાત કરી હતી. દેશભરમાં CAAને થયેલા વિરોધ પ્રદર્શનને લઈને ગૃહમંત્રીએ કહ્યું કે મેં CAA સમયે કરેલી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હાલ સીએએ લઈને આવ્યા છીએ. એનઆરસી જ્યારે લાવીશું ત્યારે તેના પર ચર્ચા કરીશું. ગૃહમંત્રીએ કહ્યું કે વર્તમાનમાં CAAને લઈને જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે તેને લઈને અમે દેશના અલ્પસંખ્યકોને બતાવવા માંગીએ છીએ.

CAAને લઈને ભ્રમ ઉભો કરવામાં આવ્યો

અમિત શાહે નાગરિકતા કાનૂનને લઈને દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શન પર કહ્યું કે સીએએને લઈને લોકો વચ્ચે જાણી જોઈને ભ્રમ ઉભો કરવામાં આવ્યો કે સીએએથી લોકોની નાગરિકતા જવાની છે. ગૃહમંત્રીએ કહ્યું કે દેશભરના મુસલમાન ભાઈઓ-બહેનોને કહેવા માંગીશ કે સીએએની અંદર એકપણ એવી જોગવાઇ નથી જે કોઈને નાગરિકતા છીનવી લે.

આ પણ વાંચો - Exclusive: ગૃહમંત્રી અમિત શાહે ચીન, NRC, CAA,પ્રવાસી મજૂરો સહિત દરેક સવાલનો આપ્યો જવાબ, 10 ખાસ વાતો

ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે મેં રાજ્યસભામાં ભાષણ આપ્યું તો કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને ગુલામ નબી આઝાદે પણ એ વાતનો સ્વિકાર કર્યો હતો કે અમે નથી કહેતા કે આનાથી નાગરિકતા જશે તો પણ તેમની પાર્ટીની અધ્યક્ષા રામલીલા મેદાનમાં કેમ એવું બોલી કે આ લોકોના અસ્તિત્વની લડાઇ છે, રસ્તા પર આવી જાવ. કેમ લોકોને ભડકાવવામાં આવ્યા. ગૃહમંત્રીએ કહ્યું કે આ બધુ લાંબુ ચાલે નહીં, અમે પણ પોતાની વાત રાખી. સંસદમાં પણ આ વિશે ઘણી વખત ચર્ચા થઈ છે અને ધીરે ધીરે આ વાત નીચે સુધી પહોંચી કે સીએએથી કોઈને નાગરિકતા જવાની નથી અને તેને ખોટી રીતે લોકોની સામે રાખ્યો છે.

દિલ્હીમાં રમખાણ કરાવનારને મળશે સખત સજાદિલ્હી રમખાણ પર કહ્યું અમિત શાહે કહ્યું હતું કે દિલ્હી રમખાણ કરનાર અને ષડયંત્ર કરનાર પર સખત કાર્યવાહી કરવામાં આવશે. ભલે કોઈપણ મોટો માણસ આ રમખાણ માટે જવાબદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવશે.
First published: June 1, 2020, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading