RTIમાં ખુલાસો: દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના વેક્સીનના 45 લાખ ડોઝ બરબાદ થયા, તમિલનાડુ મોખરે

News18 Gujarati
Updated: April 20, 2021, 2:15 PM IST
RTIમાં ખુલાસો: દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના વેક્સીનના 45 લાખ ડોઝ બરબાદ થયા, તમિલનાડુ મોખરે
તસવીર: Shutterstock

Vaccine Wastage in India: વેક્સીન બરબાદી મામલે તમિલનાડુ, હરિયાણા, પંજાબ, મણિપુર અને તેલંગાણા મોખરે છે.

  • Share this:
રવિ સિંહ, નવી દિલ્હી: કોરોના વેક્સીન (Corona vaccine) વચ્ચે આ નવી જાણકારીએ ચિંતા વધારી છે. સમાચાર પ્રમાણે 11 એપ્રિલ સુધી દેશમાં આશરે 45 લાખ કોવિડ-19 વેક્સીન ડોઝ બરબાત થયા છે. ખાસ વાત તો એ છે કે વેક્સીનના ડોઝના બગાડમાં પાંચ રાજ્ય મોખરે છે. વેક્સીન મામલે દાખલ કરવામાં આવેલી RTIમાં જવાબમાં મળ્યો છે કે રાજ્યોના ઉપયોગમાં લેવાયેલા 1.34 કરોડ વેક્સીન ડોઝમાંથી 44.78 લાખ ડોઝ બરબાદ થયા છે.

એક તરફ દેશમાં અનેક રાજ્યો વેક્સીનની અછતની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અમુક રાજ્યો વેક્સીનના ડોઝ બરબાદ કરી રહ્યા . RTIમાં મળેલી જાણકારી પ્રમાણે દેશમાં 11 એપ્રિલ સુધી કુલ 44.78 લાખ વેક્સીન ડોઝ બરબાદ થયા છે. તામિલનાડુમાં સૌથી વધારે ડોઝ બરબાદ થયા છે. અહીં 11 એપ્રિલ સુધી 12.10 ટકા ડોઝ બરબાદ થયા છે. 9.2 ટકા સાથે હરિયાણા બીજા નંબર પર છે. ત્યાર પછી પંજાબમાં 8.12 ટકા, મણિપુરમાં 7.80 ટકા અને તેલંગાણામાં 7.55 ટકા રસી બરબાદ થઈ છે.

આ પણ વાંચો: રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ! 

આ રાજ્યોમાં બગાડ નહીં

દેશમાં અમુક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા પણ છે જ્યાં રસીની બરબાદી નથી કરવામાં આવી. જેમ કે, કેરળ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ગોવા, દીવ અને દમણ, અંડમાન અને નિકોબાર અને લક્ષદ્વીપમાં વેક્સીનની બરબાદી નથી થઈ. ઉલ્લેખનીય છે કે દેશમાં ગત 16 જાન્યુઆરીના રોજ વેક્સીનેશન શરૂ થયું હતું. હાલ 45 વર્ષની ઉંમર સુધીના લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gold Price Today: સોનાના ભાવ ઘટ્યાં, ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજનો ભાવકયા રાજ્યમાં કેટલા ડોઝ બરબાદ થયા:

આંધ્ર પ્રદેશ: 1,17,733
આસામ: 1,23, 818
બિહાર: 3,37,769
છત્તીસગઢ: 1.45 લાખ
દિલ્હી: 1.35 લાખ
ગુજરાત: 3.56 લાખ
હરિયાણા: 2,46,462
જમ્મુ-કાશ્મીર: 90,619
ઝારખંડ: 63,235
કર્ણાટક: 2,14,842
લદાખ: 3,957
મધ્ય પ્રદેશ: 81,535
મહારાષ્ટ્ર: 3,56725

આ પણ વાંચો: રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને PhDના વિદ્યાર્થીઓ આ ટેક્નિકથી કરી રહ્યા છે કોરોના દર્દીઓની સારવાર

મણિપુર: 11,184
મેઘાલય: 7,673
નાગાલેન્ડ: 3,844
ઓડિશા: 1,41,811
પુડ્ડુચેરી: 3,115
પંજાબ: 1,56,423
રાજસ્થાન: 6,10,551
સિક્કિમ: 4,314
તામિલનાડુ: 5,04,724
તેલંગાણા: 1,68,302
ત્રિપુરા: 43,292
ઉત્તર પ્રદેશ: 4,99,115
ઉત્તરાખંડ: 51,956

આ પણ વાંચો: ભારતને કોરોનાના વમળમાંથી બહાર કાઢી શકે છે ફીલ્ડ હૉસ્પિટલ, જાણો કેવી રીતે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારે વેક્સીનને લઈને મોટો નિર્ણય કર્યો છે. નવા આદેશ પ્રમાણે પહેલી મે, 2021થી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સીન લાગશે. આ ઉપરાંત સરકારે વેક્સીનની કિંમત, સ્ટોક અંગે પણ મોટો નિર્ણય કર્યો છે. હાલ સરકાર તબક્કાવાર ડ્રાઇવ ચલાવી રહી છે. હાલ 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: April 20, 2021, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading