કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે પંજાબ સરકાર, CMએ કહ્યું- પાકિસ્તાન ઉઠાવી શકે છે હાલતનો ફાયદો

News18 Gujarati
Updated: September 28, 2020, 2:24 PM IST
કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે પંજાબ સરકાર, CMએ કહ્યું- પાકિસ્તાન ઉઠાવી શકે છે હાલતનો ફાયદો
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, મોદી સરકારની પાસે એવો કોઈ અધિકાર નથી કે તેઓ કૃષિ પર કોઈ કાયદો લાવે કારણ કે રાજ્યનો મામલો છે

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, મોદી સરકારની પાસે એવો કોઈ અધિકાર નથી કે તેઓ કૃષિ પર કોઈ કાયદો લાવે કારણ કે રાજ્યનો મામલો છે

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Modi Government)ની તરફથી સંસદમાં પાસ કરાવવામાં આવેલા 3 કૃષિ બિલો (Farm Bills)ને રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)એ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલો હવે કાયદા બની ગયા છે. દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)એ કહ્યું છે કે તેમની સરકાર આ કૃષિ કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના દરવાજા ખખડાવશે. સંસદમાં ગત સપ્તાહે પાસ થયેલા કૃષિ બિલોના વિરોધમાં ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓના પ્રદર્શનો ચાલુ છે.

કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન પર મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું છે કે દેશની હાલની સ્થિતિનો ફાયદો પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ ઉઠાવી શકે છે. તેમનું કહેવું છે કે ખેડૂત આઈએસઆઈ માટે સરળ શિકાર હોઈ શકે છે. સોમવારે ખટકર કલાંમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધ ધરણાં પર બેઠેલા મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે સરકારની પાસે એવો કોઈ અધિકાર નથી કે તેઓ કૃષિ પર કોઈ કાયદો લાવે કારણ કે આ રાજ્યનો મામલો છે. તેની વિરુદ્ધ અમે કોર્ટ જઈશું.
આ પણ જુઓ, કૃષિ કાયદાનો વિરોધઃ ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરને કર્યું આગને હવાલે

મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે, કેન્દ્ર સરકાર કૃષિને નથી સમજતી. તેથી તેઓ એ નથી સમજી શકતી કે ખેડૂત કેમ વિરોધ કરી રહ્યા છે. પંજાબના ગરીબ ખડૂત સમગ્ર દેશનું પેટ ભરે છે. શું  કેન્દ્ર સરકાર દરેક નાગરિકનું પેટ ભરવાની જવાબદારી લઈ શકે છે.

આ પણ જુઓ, રસ્તા વચ્ચે આ છોકરાએ સાઇકલથી કર્યા ખતરનાક સ્ટન્ટ, Video જોઈ લોકો બોલ્યા- ગજબ


અમરિંદર સિંહે આ પહેલા કહ્યું હતું કે રાજ્ય સરકાર ભવિષ્યનાં પગલાં માટે વિધિ અને કૃષિ વિશેષજ્ઞોની સાથે એવા તમામ લોકો સાથે વિચાર-મંત્રણા કરી રહી છે, જે કેન્દ્રના નુકસાનકારક બિલોથી પ્રભાવિત થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કાયદાકિય ઉપાય ઉપરાંત તેમની સરકાર પંજાબના ખેડૂતો અને અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે બનાવવામાં આવેલા નવા કાયદાઓને ટાળવા માટે અન્ય વિકલ્પોને પણ તપાસી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: September 28, 2020, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading