નવી દિલ્હીઃ કૃષિ કાયદા (New Agriculture Law 2020)ની વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન (Farmers Protest) વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આમ તો પ્રશાસને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રવેશની મંજૂરી આપી દીધી છે. પરંતુ ખેડૂતોનું એક જૂથ એ વાત પર અડગ છે કે સરકારનો કોઈ પ્રતિનિધિ બોર્ડર પર આવીને તેમની સાથે વાતચીત કરે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ કહ્યું કે ભારત સરકાર પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા માટે તૈયાર છે. તેની પર ભારતીય કિસાન યૂનિયનના પંજાબ પ્રદેશ અધ્યક્ષ જગજીત સિંહે કહ્યું કે, અમિત શાહજીએ શરતી મુલાકાતનું આહ્વાન કર્યું છે. તેમણે કોઈ શરત મૂક્યા વગર ખુલ્લા દિલથી વાતચીતની રજૂઆત કરવી જોઈએ. અમે અમારી પ્રતિક્રિયા નક્કી કરવા માટે રવિવાર સવારે બેઠક કરીશું.
મૂળે, ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર અમિત શાહે કહ્યું હતું કે, હું પ્રદર્શનકારી ખેડૂતોને અપીલ કરું છું કે સરકાર વાતચીત માટે તૈયાર છે. કૃષિ મંત્રીએ ખેડૂત સંગઠનોને 3 ડિસેમ્બરે ચર્ચા માટે આમંત્રિત કર્યા છે. અમે દરેક માંગ અને સમસ્યા પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. તેઓએ કહ્યું કે જો કિસાન સંઘ 3 ડિસેમ્બર પહેલા ચર્ચા કરવા માંગે છે તો આપ સૌને આશ્વસ્ત કરવા માંગું છું કે જેવા તમે પોતાનો વિરોધ નિર્દિષ્ટ સ્થાન પર સ્થળાંતરિત કરશો, અમારી સરકાર બીજા દિવસે આપની ચિંતાઓ દૂર કરવા માટે મંત્રણ આયોજિત કરશે.
Amit Shah ji has called for early meeting on a condition, it's not good. He should've offered talks with open heart without condition. We'll hold meeting tomorrow morning to decide our response: Jagjit Singh, Bharatiya Kisan Union's Punjab Pres, at Singhu border (Delhi-Haryana) https://t.co/HEjmQRkjuGpic.twitter.com/QHw3ukFnlE
ખેડૂતોના સતત બીજા દિવસે ભારે વિરોધ પ્રદર્શનની વચ્ચે સરકારે શનિવારે કહ્યું કે તેઓ તેમની સાથે ક્યારે પણ વાતચીત કરવા તૈયાર છે અને સાથમાં તેમના આંદોલન બંધ કરવાનો આગ્રહ પણ કર્યો. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખેડૂતોની ચિંતાઓને દૂર કરવા માટે 3 ડિસેમ્બરે 32 પ્રદર્શનકારી ખેડૂત સંગઠનો સાથે એક બેઠક પહેલા જ નિર્ધારિત કરવામાં આવી ચૂકી છે, અને જો આ સંગઠનો ઈચ્છે તો સરકાર તેના નેતાઓ સાથે પહેલા પણ વાતચીત માટે તૈયાર છે. તોમરે ખેડૂતોને વિરોધ ખતમ કરવાની અપીલ કરતાં કહ્યું કે ખેડૂત સંગઠનોના નેતાઓની સાથે વાતચીત માટે આવવું જોઈએ કારણ કે ચર્ચા બાદ જ સમાધાન મળી શકે છે.
તોમરે પીટીઆઇ-ભાષાને જણાવ્યું કે, ખેડૂતોએ વિરોધ ખતમ કરવો જોઈએ અને ચર્ચા માટે આવવું જોઈએ. ભારત સરકાર ચર્ચા માટે પૂરી રીતે તૈયાર છે. જો ખેડૂત સંગઠનો પોતાનો પ્રસ્તાવ મોકલે છે તો અમે તેની પર વિચાર કરવા માટે તૈયાર છીએ. તેઓએ કહ્યું કે, ખેડૂત અમારા લોકો છે. કૃષિ મંત્રાલય ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહ્યું છે.